Last Update : 22-November-2012, Thursday

 

કસાબ ઃ ૨૬-૧૧ થી ૨૧-૧૧


અજમલ અમીર કસાબ, લશ્કર-એ-તૈયબનો ત્રાસવાદી, મુંબઈ પર ત્રાસવાદી હુમલાનો ગુનેગાર. અંજામ ઃ સજા-એ-મૌત. આ ફેંસલો પહેલી વાર નીચલી અદાલતે ૬ મે, ૨૦૧૦ના રોજ સંભળાવ્યો, એ કેવળ ન્યાયક્રિયાનો તકાદો હતો. બાકી, કસાબ પકડાયો ત્યારથી તેની સજા નક્કી હતી. ભારતમાં રાજકારણની ગતિવિધી જોતાં મોટો સવાલ એ જ હતો કે કસાબની સજાનો અમલ ક્યારે થશે?
૨૧ નવેમ્બરની સવારે સાડા સાત વાગ્યે પૂણેની યરવડા જેલમાં કસાબને ફાંસી આપવામાં આવી, ત્યારે એક બહુચર્ચિત પ્રકરણનો અંત આવ્યો. ભારે સુરક્ષા હેઠળ મુંબઈની આર્થર રોડ જેલમાં રખાયેલા કસાબને ફાંસીના એકાદ દિવસ પહેલાં જ મુંબઈથી પૂણે ખસેડવામાં આવ્યો હતો. કસાબને લગતા છેલ્લા મોટા સમાચાર તેને ડેન્ગ્યુ થયાના હતા. તેના પગલે અનેક રમૂજો પણ વહેતી થઈ હતી. પરંતુ ફાંસીના પગલે મળતા અહેવાલોમાં જણાયું છે કે ડેન્ગ્યુના બહાને કસાબની શારીરિક તપાસની ઔપચારિકતા પૂરી કરવામાં આવી હતી, જેથી તેને ફાંસી આપી શકાય.
નીચલી અદાલતના ચુકાદા પછી મુંબઈ હાઈકોર્ટે ૨૦૧૧માં કસાબની ફાંસીની સજા બહાલ રાખી. તેમ છતાં, સર્વોચ્ચ અદાલતમાં કસાબના કેસ અંગે ઘણી ખેંચતાણી થઈ. આખરે, ઓગસ્ટ ૨૦૧૨માં સર્વોચ્ચ અદાલતે કસાબને ફાંસીની સજા આપી. ત્યાર પછી ન્યાયપ્રક્રિયા પ્રમાણે છેલ્લો વિકલ્પ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજીનો હતો. કસાબે એ પણ પ્રયોજી કાઢ્યો. હવેના સમયમાં રાષ્ટ્રપતિનો નિર્ણય ઘણી હદે રાજકીય બની ગયો છે. કારણ કે રાષ્ટ્રપતિ મહદ્ અંશે પોતાના પક્ષને અનુકૂળ હોય એવો રાજકીય નિર્ણય કરતા હોય છે. પ્રણવ મુખર્જીએ વેળાસર અરજી ફગાવી દેતાં કસાબની ફાંસી આડેનો છેલ્લો અવરોધ દૂર થઈ ગયો.
કસાબની પહેલાં અફઝલ ગુરુ સહિત બીજા અનેક ગુનેગારો એવા છે, જેમને ફાંસીની સજા થઈ હોય પણ અમલ બાકી હોય. તેનાં કારણમાં એક એવું પણ સાંભળવા મળતું હોય છે કે જેલોમાં ફાંસી આપનારા ફાંસીગર હવે રહ્યા નથી. યરવડા જેલમાં ફાંસીગરની જગ્યા ખાલી જ હતી. પરંતુ આ સજાનો અમલ કસાબના કિસ્સામાં બન્યું એમ, જેલના અધિકારીઓ દ્વારા પણ થઈ શકે છે. એટલે હવે ફાંસીની સજાની રાહ જોતા ગુનેગારોની બાબતમાં સરકાર પાસે રહેલું એક બહાનું ઓછું થાય છે.
કસાબને જીવતો રાખવા પાછળ થયેલો ખર્ચ અગાઉ ઘણી વાર ચર્ચા અને સરકારની આકરી ટીકાનો મુદ્દો બન્યો હતો. પોતપોતાનાં કારણોસર માનવ અધિકાર સંગઠનોનો વિરોધ કરનારા નેતાઓ અને તેમની ટોળકી એવો પણ કુપ્રચાર કરતી હતી, જાણે કસાબને માનવ અધિકારવાદીઓના કહેવાથી જીવીત રાખવામાં આવ્યો હોય.
વાસ્તવિકતા એ છે કે દેશ પર હુમલા સમક્ષ ત્રાસવાદી કાવતરાનો, મરવાની તૈયારી સાથે આવેલો એક હુમલાખોર જીવતો પકડાઈ જાય, એ હરખાવાની બાબત કહેવાય. કારણ કે તેની પાસેથી બીજી ઘણી ઉપયોગી માહિતી મેળવી શકાય. અત્યાર સુધી નક્કર પુરાવાની માળા જપતા રહેલા પાકિસ્તાનના મોં પર આ રીતે મળેલાં પુરાવા અને વિગતો મારી શકાય. ઉપરાંત, કસાબ જેવા ખુલ્લેઆમ હત્યાકાંડ આચરનારાને પણ ન્યાયની યોગ્ય પ્રક્રિયાના અંતે સજા કરીને, લોકશાહી દેશની ન્યાયપ્રણાલિનું ગૌરવ કરી શકાય.
કસાબ જેવા ત્રાસવાદીની ન્યાયપ્રક્રિયામાં થયેલો વિલંબ બેશક ચિંતા-ઉચાટ ઉપજાવે એવો અને અમુક અંશે શરમ પ્રેરે એવો હતો. કેમ કે ચાર વર્ષ જેટલા લાંબા ગાળામાં કસાબ જેવા ત્રાસવાદીને છોડાવવા માટે ત્રાસવાદી જૂથ બીજું કોઈ કારસ્તાન કરે એવી ભીતિ રહેતી હતી. પરંતુ ત્રાસવાદી સંગઠન માટે કસાબ કદાચ એક પ્યાદાથી વિશેષ કંઈ જ ન હતો. એટલે, તેને ફાંસીથી ભારત કરતાં પણ વધારે આંતરિક રાહત પાકિસ્તાનને અને લશ્કર-એ-તૈયબને થઈ હશે એવું ધારી શકાય. કસાબને જીવતો પકડીને આખા કાવતરામાં પાકિસ્તાનની ભૂમિકા નિર્ણાયક રીતે સાબીત કરવામાં અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે પાકિસ્તાનને ભીંસમાં લેવામાં પણ ભારત સરકારને ધારી સફળતા મળી નથી, એ નોંધવું રહ્યું.
ફાંસીની સજા પામેલા ગુનેગારોની લાઈન કૂદાવીને કસાબને અપાયેલી ફાંસીમાં રાજકારણનો રંગ પણ ભળ્યો છે. કારણ કે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારા કે સંસદ પર હુમલામાં ગુનેગાર પુરવાર થયેલા અફઝલ ગુરુને અપાયેલી ફાંસીની સજાનો હજુ સુધી અમલ થયો નથી. એવા સંજોગોમાં ચોતરફથી ભીંસાયેલી કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર કસાબને ફાંસી આપીને, કંઈક અંશે ત્રાસવાદ સામે સખ્તાઈપૂર્વક કામ લીધાની છબી ઉપસાવવા માગતી હોય એ બનવાજોગ છે.
ગુજરાતમાં આવી રહેલી ચૂંટણીમાં આવી છબી કોંગ્રેસને કેટલી મદદરૃપ થાય છે એ બીજી વાત છે, પણ કસાબને ફાંસી આપ્યા પછી કમ સે કમ એક મોટું મહેણું ટળ્યાનું આશ્વાસન કોંગ્રેસ લઈ શકે છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved