Last Update : 22-November-2012, Thursday

 

આજથી સંસદનું શિયાળુ સત્ર; મમતા હતાશ
કસાબને ફાંસી આપી સરકાર રાજકીય રીતે સમૃધ્ધ બની છે..

 

- અવિશ્વાસની દરખાસ્ત લાવવા મથતા મમતા પોતે અવિશ્વાસુ

 

યુપીએ કેન્દ્ર સરકારે તેના શાસન કાળમાં એક માત્ર પ્રશંસાજનક કામ કર્યું છે અને તે છે કસાબને ફાંસી. એક તરફ સંસદના શિયાળુ સત્રમાં અવિશ્વાસની દરખાસ્તની ગડમથલ ચાલતી હતી તેની પૂર્વ સંધ્યાએ કસાબને ફાંસી અપાઇ છે. મોડે-મોડે પણ યુપીએ સરકારે ફાંસી આપી છે એવા મત વચ્ચે એક ચિંતા એ પણ ફરતી થઇ છે કે જેમ અમેરિકાએ ઓસામા બીન લાદેનને સમુદ્રમાં પધરાવી દીધો એના પુરાવા વિશ્વ સમક્ષ રજૂ કર્યા હતા એવું કસાબનું પણ કરવા જેવું હતું. ભારતની પવિત્ર ભૂમિ પર કસાબને દફનાવવા અંગે વિવાદ થયો છે.
જે હોય તે પણ જે સરકારને સૌથી નબળી કહેવાતી હતી તે આવી હિંમત બતાવીને કસાબને ફાંસી આપે તે પ્રશંસાને પાત્ર છે.
આશ્ચર્ય તો એ પણ છે કે ૨૪ કલાક સક્રિય એવા સમાચાર માધ્યમોને પણ અંધારામાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ગુપ્ત ઓપરેશન પાર પાડયું હતું. છેલ્લે એવા સમાચાર હતા કે કસાબને ડેન્ગ્યૂ થયો છે. પછીના સમાચાર ઓપરેશન-એક્સના હતા. જેટલું મહારાષ્ટ્રની સરકારે કહ્યું એટલા જ સમાચારો વહેતા થયા છે. જોકે રાજકીય સમિક્ષકો માને છે કે સરકારે બધું ખુલ્લં-ખુલ્લા કરવું જરૃરી હતું. અમેરિકાએ લાદેનને જે રીતે માર્યો અને દરિયામાં ફંગોળ્યો તેના દસ્તાવેજ બતાવ્યા હતા જ્યારે કસાબના કેસમાં બધું ગુપ્ત રખાયું હતું. કસાબે જાહેરમાં લોકોને માર્યા હતા તો તેને પણ ટીવી પર લાઇવ ટેલીકાસ્ટ દ્વારા ફાંસી આપવી જોઇતી હતી. જોકે ઓવરઓલ મત એવો છે કે સરકારે આટલું કર્યું તે પણ ઘણું છે.
ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદે અને વડાપ્રધાન મનમોહનસિંહ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને આ ઓપરેશન ગુપ્ત રાખ્યું હતું. કસાબને ફાંસી એ ન્યાયપ્રક્રિયાની જીત છે એમ કહેવાય છે. પરંતુ ત્રાસવાદી પાછળ કરોડો રૃપિયા ખર્ચીને તેને પંપાળે રાખવો એ પણ ઉચીત નહોતું.
કસાબને ફાંસીથી ઘણાં વિવાદો ઊભા થયા છે. ફાંસી આપવાની હરોળમાં કસાબ સૌથી છેલ્લો હતો છતાં તેને રાતોરાત લટકાવી દેવાયો હતો.
એક તરફ સોશ્યલ નેટવર્કીગના સમર્થકોનો ઉહાપોહ ચાલે છે તો બીજી તરફ સંસદના શિયાળુ સત્રમાં ઉહાપોહ કરવાનું પ્લાનીંગ ચાલે છે. ભારતનું રાજકારણ તો જુઓ, જ્યારે પશ્ચિમ બંગાળમાં સોશ્યલ નેટવર્કીંગ અંગે હોબાળો સર્જાયો ત્યારે કાર્ટૂનીસ્ટની સામે મમતા સરકારે બાંયો ચઢાવી હતી. કોંગ્રેસના પ્રધાનો ત્યારે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ભાષણો આપવા લાગ્યા હતા અને મમતા સરકારની ટીકા કરતા હતા. હવે જ્યારે શિવસેનાના સુપ્રીમોના અવસાન બાદ બંધ અંગે ઓપીનીયન વ્યક્ત કરનારી બે યુવતીઓને જેલમાં ધકેલી દેનાર મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકાર છે એટલે કોંગી પ્રધાનો ચૂપ થઇ ગયા છે. આવા કેસોમાં બહુ ઉછળીને બોલતા કપિલ સિબ્બલ પણ તપાસનો અહેવાલ મંગાવ્યા છે એટલું કહીને ચૂપ થઇ ગયા છે.
આ છે; ભારતનું રાજકારણ!! મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં અલગ શાસન હોવાની સાથે ઓપીનીયન સામેનો પ્રતિભાવ પણ બદલાઇ જાય છે. આવી જ સ્થિતિ રાજકારણમાં જોવા મળે છે. જેમની સાથે મમતા બેનરજીને ઊભ્ભેય નહોતું બનતું તે ડાબેરી પક્ષોનો ટેકો મેળવવા તેમને વિનવી રહ્યા છે.
આજથી શરૃ થતું સંસદનું શિયાળુ સત્ર સત્તાધારી યુપીએ સરકાર માટે કાળઝાળ ગરમી લઇને આવ્યું છે. સરકાર સામે કૌભાંડોની હારમાળા છે પરંતુ તેના સદ્નસીબે વિરોધ પક્ષ તૂટેલો છે. દેશનો મુખ્ય વિરોધ પક્ષ ભાજપ અંદર ખાને ખખડી ગયો છે. પક્ષના નેતાઓ પ્રમુખ ગડકરીને હટાવવા માગે છે જ્યારે ભાજપના ગોડફાધર સમાન આરએસએસને કોઇ ગાંઠતું નથી.
સંસદના શિયાળુ સત્રને શરૃઆતથી જ મમતાનું ગ્રહણ લાગ્યું છે. મમતા બેનરજી અવિશ્વાસની દરખાસ્ત લાવવા માગે છે પરંતુ તેને કોઇ ટેકો નથી મળતો.
સંસદનું ચોમાસુ સત્ર કોલસા કૌભાંડમાં ધોવાયું ત્યારે પ્રજામાં તેની સખત ટીકા થઇ હતી. ભાજપના નેતૃત્વવાળા એનડીએના સાથે પક્ષો માને છે કે બીનજરૃરી કારણોસર સંસદની કાર્યવાહીને અટકાવવી ના જોઇએ. જનતા દળ (યુ)ના શરદ પવાર પણ આ બાબતનો મત જાહેરમાં વ્યક્ત કરી ચૂક્યા છે તેમ છતાં ભાજપ સરકારને તેની મનમાની નહીં કરવા દે!! ગઇ વખતે અર્થાત્ ચોમાસુ સુત્રમાં કોલસા કૌભાંડ હતું તો આ શિયાળુ સત્રમાં રીટેલ ક્ષેત્રે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટનો મુદ્દો વિવાદાસ્પદ છે.
સંસદના સમગ્ર સત્રને ખોટકાવી નાખવું એ હવે નવી વાત નથી રહી; સરકાર એટલા બધા કૌભાંડોમાં ડૂબેલી છે કે તે સંસદમાં જવાબ આપતા અટવાવાની છે. કોંગ્રેસે ૨૦૧૪ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તમામ ફેરફારો કર્યા છે. સંસદમાં ઊભી થનારી સ્થિતિથી બદનામી ના મળે એટલે કોંગ્રેસે પડદા પાછળ તમામ પગલાં લીધા છે. સરકારને ખબર છે કે વિરોધ પક્ષો એફડીઆઇ સહિતના મુદ્દે તેમને ભીંસમાં લઇ શકે છે.
અજમલ કસાબને ફાંસી આપ્યા બાદ સરકારે અનેક ખુલાસા કરવાના છે પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે કસાબને ફાંસી આપી રાજકીય રીતે સમૃધ્ધિ વધારી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved