Last Update : 22-November-2012, Thursday

 
હવેની ફિલ્મો ખોટનો સોદો નથી હોતી... નફો, નફો, નફો!
- કોરપોરેટ જગતના ફિલ્મ પ્રવેશનું પરિણામ
- હવે રૃપિયા ૧૦૦ કરોડની કમાણી માટે ચાલતી સ્પર્ધા
- ફિલ્મ બજારનું બદલાયેલું ગણિત
- ૧૧ જ દિવસમાં રૃપિયા ૧૦૦ કરોડ કમાતી ફિલ્મો

ડીઝીટલ અને સેટેલાઇટની શોધોએ મોબાઇલ ફોનની શોધ જેવી ક્રાંતિ દુનિયામાં લાવી દીધી છે. ફિલ્મો અને ફિલ્મી બજાર પણ એ ક્રાંતિમાં આવી ગયા છે. દા.ત. અગાઉ એટલે કે હજી દસેક વર્ષ પહેલાં જ ફિલ્મ બનાવવાનો ધંધો જોખમ ભરેલો ધંધો ગણાતો હતો. ફિલ્મ ચાલી તો નફો, નહીંતર ભયંકર ખોટ. ભલભલા નિર્માતાઓ દેવાદાર થઇ ગએલા. દા.ત. રાજ કપુર છે. ''મેરા નામ જોકર'' ફિલ્મ એણે ઘણી આશાઓ સાથે અને મોટા ખર્ચે ઉતારેલી પણ એ ચાલી નહીં અને રાજ કપુર ભયંકર ખોટ, દેવામાં ઉતરી ગયો એટલે એણે બોબી જેવી ફિલ્મ બનાવી અને દેવામાંથી ઉગરી ગયો.
જ્યારે અત્યારે?
જ્યારે અત્યારે બઝારના અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીને વ્યવસ્થિતપણે ફિલ્મ બનાવવામાં આવે તો એ જ ફિલ્મ આજે નફાનો સોદો અને રૃપિયાનો હિમાલય બની જ ગઇ છે. એના એક બે નહીં પણ કેટલાક કારણ છે.
દા.ત. પહેલાના વખતમાં અદાકારોને જે રૃપિયા આપવામાં આવતા હતા અને અત્યારે આપવામાં આવે છે એમાં આકાશ-જમીનનો તફાવત છે. આજે અદાકારોને એકને જ જેટલા રૃપિયા આપવા પડે છે એટલા રૃપિયામાં એ જમાનામાં પૂરી એક ફિલ્મ બની જતી હતી. દા.ત. જ્યારે દિલીપકુમારે પોતાનો ભાવ રૃપિયા ૧ લાખ કર્યો ત્યારે આહકારો થઇ ગયો અને અમિતાભ બચ્ચને ૫૦ લાખ રૃપિયા પોતાની અદાકારીનો ભાવ કર્યો હત્યારે પણ આહકારો થઇ ગયો હતો. ત્યારે ફિલ્મો એક બે કરોડ રૃપિયામાં બનતી હતી અને નફો પણ આજ જેવો નહોતો. મોંઘવારી - સોંઘવારીનો મુદ્દો પણ ખરો જ! છતાં નફાનું પ્રમાણ અત્યારે વધુ છે.
દા.ત. છેલ્લા પાંચ સાત વર્ષ દરમ્યાન લગભગ વીસેક જેટલી ફિલ્મોએ ૧૦૦ કરોડ રૃપિયા કરતાં વધુનો નફો કર્યો છે. એમાંની કેટલીક ફિલ્મોએ ૨૦૦ કરોડ રૃપિયા કરતાં પણ વધુ નફો કરેલો. હવે તો નિર્માતાઓ ૩૦૦ કરોડ રૃપિયા કમાવાનું લક્ષ્ય રાખવા લાગ્યા છે.
હમણાં ''જબ તક હૈ જાન'' તથા ''સન ઓફ સરદાર'' ફિલ્મોએ જેમ એના નિર્માતાઓને અબજપતિ એટલે ૧૦૦ કરોડ રૃપિયા કમાવી આપ્યા એમ એ પહેલાં અક્ષયકુમારની ''હાઉસફુલ-૨'' તથા ''રાઉડી રાઠોડ'' તેમજ અજય દેવગનની ''બોલ બચ્ચન'' ફિલ્મોએ એના નિર્માતાઓને અબજપતિ બનાવેલા. એ સાથે સલમાન ખાનની ફિલ્મ ફિલ્મો ''એક થા ટાઇગર''એ અને એ પછી ''હીરોઇન'' ફિલ્મે પણ એ જ સિધ્ધ કરી આપેલું.
અગાઉ ''બોડી ગાર્ડ'' ફિલ્મે એક જ દિવસમાં ૨૧ કરોડ રૃપિયાનો વેપાર કરીને અગાઉના બધા રેકર્ડ તોડેલા તો ગયા વર્ષની શરૃમાં આવેલી ફિલ્મ ઋત્વિક રોશનની ફિલ્મ ''અગ્નિપથ''એ એક જ દિવસમાં ૨૫ કરોડ રૃપિયાની આવક કરીને એનો પણ રેકર્ડ તોડેલો. તો સલમાન ખાનની બીજી ફિલ્મ ''એક થા ટાઇગર''એ પહેલા જ દિવસે રૃપિયા ૩૩ કરોડની આવક કરીને પોતાનો જ રેકર્ડ તોડીને નવો રેકર્ડ કરેલો. એટલે કે ૧૯૭૫માં બનેલી ''શોલે'' ફિલ્મે જેટલી પૂરી કમાણી વર્ષો સુધી ચાલીને કરેલી એટલી જ કમાણી એક જ દિવસમાં આ ફિલ્મોએ કરેલી.
એ પછી એ જ ફિલ્મે પાંચ દિવસમાં જેટલી કમાણી કરેલી એ ૧૯૯૫માં ''દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે'' ફિલ્મે જેટલી કુલ કમાણી કરેલી એ કરતાં વધુ હતી.
અરે, સૈફ અલી ખાનની ફિલ્મ ''એજન્ટ વિનોદ'' કોઇ પણ હિસાબે કે કોઇ પણ અર્થમાં ''હીટ'' ફિલ્મ નહોતી તો પણ ૬૨ કરોડ રૃપિયામાં બનેલી એ ફિલ્મે એના નિર્માતાને કમાણી તો કરાવી જ આપેલી.... ખોટ નહોતી કરાવી.
એ સ્થિતિના પરિણામે હવે ૧૦૦ કરોડ રૃપિયા કરતાં વધુની કમાણી કરનાર અબજોપતિની કલબમાં નામ નોંધાવવા માટે દરેક અભિનેતા-અભિનેત્રીને લાલચ થવા લાગી છે. જોકે ટિકિટબારી ઉપર રૃપિયા ૧૦૦ કરોડ એકઠા કરનાર ફિલ્મો તો ઘણી છે જ્યારે કેટલીક ફિલ્મો બધો ખર્ચ કાઢતા પણ ૧૦૦ કરોડ રૃપિયાનો ચોખ્ખો નફો હવે કરવામાં સફળ રહી છે.
''અગ્નિપથ'' ફિલ્મનો વેપાર ૧૧ જ દિવસમાં ૧૦૦ કરોડ રૃપિયા પાર કરી ગયો જ્યારે ૧૯૬૦માં બનેલી કે. અસીફની ફિલ્મ ''મુગલે આઝમ''એ ૨૦ કરોડ રૃપિયાની કમાણી કરેલી ત્યારે આહકારો બોલી ગયો હતો. (જો કે ત્યારે માણસનો પગાર મહિને ૩૦૦ રૃપિયા માંડ હતો અને ત્યારે તેલના ડબાનો ભાવ ૨૦ રૃા., ગેસના સિલિન્ડરનો ભાવ ૧૬ રૃા. એક રૃમ રસોડાના મકાનનું ભાડું ૭૦-૮૦ રૃપિયા અને ૭૫ વારના એક માળવાળા ટેનામેન્ટ.)
એટલે ૩૦ વર્ષ પહેલાં રૃપિયા ૧ કરોડમાં ફિલ્મ બનાવવાનું મોટી વાત ગણાતું હતું. ''શોલે'' જેવી ફિલ્મ ૧૯૭૫ રૃપિયા ૨ કરોડમાં જ બની હતી. અરે, હજી દસ વર્ષ પહેલાં પણ પાંચ-સાત કરોડ રૃપિયામાં ફિલ્મ બની જતી અઇને ૧૫થી ૨૦ કરોડ રૃપિયાનો ધંધો કરતી તો ભયો ભયો થઇ જતું. હવે આજે ૩૦-૪૦ કરોડ રૃપિયામાં ફિલ્મ બનાવવાનું સામાન્ય થઇ ગયું છે. હજી ત્રણ જ વર્ષ પહેલાં સુધી ૧૦૦ કરોડ રૃપિયાની કમાણી કરનાર ફિલ્મ ચર્ચાનો વિષય બની હતી. જ્યારે આજે ત્રણ-ચાર વર્ષ પછી ૧૦૦ કરોડ રૃપિયા કમાવા એ કોઇ પણ ફિલ્મ માટે ફુંક મારવા જેવું સહેલું થઇ ગયું છે.
''અગ્નિપથ'' પહેલાં ''બોડી ગાર્ડ'' ફિલ્મે ૧૦૦ કરોડ રૃપિયાનો આંકડો ૭ જ દિવસમાં વટાવી દીધો હતો. એ ફિલ્મે કુલ વેપાર રૃપિયા ૧૪૮ કરોડ કરેલો. એક સમય એવો હતો કે કોઇ ફિલ્મને સુપરહિટ ફિલ્મનો દરજ્જો મેળવવામાં મહિનાઓ થઇ જતા હતા. જ્યારે આજે એક ફિલ્મ એના નિર્માતાને અબજપતિ બનાવવામાં કલાકો જ લગાડે છે. આ અબજપતિ બનાવવાની શરૃઆત બે વર્ષ પહેલાં ''ગજની'' ફિલ્મે કરી હતી. એ ફિલ્મે ૧૦ દિવસમાં ૧૦૦ કરોડ રૃપિયા ઊભા કરી આપેલા. એ પહેલાં જો કે ૨૦૦૯માં ''થ્રી ઈડીયટ્સ'' ફિલ્મે ૨૦૦ કરોડ રૃપિયા કમાયેલા પણ આજની જેમ કલાકોમાં નહીં. ૨૦૧૧ના વર્ષમાં ''રા-વન'' ફિલ્મે ૧૦ દિવસમાં, ''ગોલમાલ-૩'' ફિલ્મે ૧૪ દિવસમાં, ''ડોન-૨'', ''રેડી'' અને ''સિંઘમ''એ ૧૫-૧૫ દિવસમાં ૧૦૦ કરોડ રૃપિયા કરતાં વધુ રૃપિયાનો ધંધો કરી આપ્યો. ''દબંગ''ને એટલા જ રૃપિયા કમાવામાં ૧૦ દિવસ લાગ્યા હતા.
આ નવા પ્રકારની સફળતા અને કમાણીનો મજાનો વળાંક એ છે કે શરૃઆતમાં જ જે કંઇ કમાણી થવાની હોય એ થઇ જાય છે. આ ઘોડો લાંબી રેસનો નથી. એ પછી બે મહિના બાદ ટીવી પર એનો વર્લ્ડ પ્રિમીઅર શરૃ થાય છે. જેમ કે, ''એક થા ટાયગર'', રાણી મુખર્જીની ''અય્યા'' જેવી ફિલ્મો બીજા ત્રીજા મહિને જ ટીવી પર વર્લ્ડ પ્રિમીયરમાં ચમકી ગઇ.
મુખ્ય મૂળમાં વાત એ છે કે, ફિલ્મોને રજૂ કરવાની રીતરસમમાં ફેરફાર થઇ ગયો છે. પહેલાં જે ૫૦ વર્ષ સુધી એક જ સિનેઘરમાં એક જ ફિલ્મ દિવસના ત્રણેક કે ચારેક શોમાં ચાલીને ૨૫, ૫૦ કે ૭૫-૧૦૦ અઠવાડિયાની રજત જયંતિ, સુવર્ણ જયંતિ, હિરક જયંતિ વગેરે ઉજવતી આવેલી એ પ્રથા ૧૯૯૯માં મલ્ટીપ્લેક્સ સિનેમાનો યુગ શરૃ થતા ખતમ થઇ ગઇ. રોજના ૪ કે ૩ શોની પ્રથા પણ નથી રહી. મલ્ટીપ્લેક્સમાં એક દિવસમાં આઠ દસ શો થઇ જવા સામાન્ય વાત થઇ ગઇ છે. પહેલા એક જ થિએટરમાં અઠવાડિયામાં વધુમાં વધુ ૨૮ શો થઇ શકતા હતા પણ હવે મલ્ટીપ્લેક્સ થિએટરમાં આઠ દસ શો એક દિવસમાં થઇ જવાનું સામાન્ય થઇ ગયું છે. એટલે કે એક અઠવાડિયામાં ૪૦-૫૦ શો થઇ જવાનું અથવા એથી પણ વધી જવાનું સામાન્ય થઇ ગયું છે.
ટિકીટના દર પણ ચાર આના એટલે કે પચ્ચીસ પૈસાથી માંડી ૨ રૃપિયા જેવા હતા એ ૧૦ રૃપિયા ૧૫ રૃપિયા સુધી વધેલા એ હવે ૧૦૦ રૃપિયા થઇ ગયા છે અને પીટક્લાસ કે બાલ્કની ક્લાસ જેવા વર્ગો નથી રહ્યા પરંતુ આખા થિએટરની બધી સીટોનો એક જ વર્ગ અને રૃપિયા ૧૦૦ પણ હોય છે, ૧૫૦ પણ હોય છે અને બપોરના શોના ૫૦ રૃપિયા જેવા પણ હોય છે.
ટૂંકમાં આજકાલ બધી જ પેટર્ન બદલાય ગઇ છે. કોઇ ફિલ્મ પ્રેક્ષકોને પસંદ પડી જાય તો ફટાફટ રૃપિયાની ટંકશાળ થવા લાગે છે. જેમકે, ચાર ભાષામાં તૈયાર થએલી ફિલ્મ ''રોબોટ''એ ૪૦૦ કરોડ રૃપિયા કરતાં વધુ કમાણી કરેલી એ નિશાનને પહોંચવાનું કોઇપણ ફિલ્મ માટે હમણાં શક્ય નથી લાગતું. જો કે ૧૦૦ કરોડ રૃપિયા કમાવાનું ચપટી વગાડવા જેવું સહેલું થઇ ગયું છે. ''દબંગ'' ફિલ્મે લગભગ ૨૦૦ કરોડ રૃપિયાનો, ''જિંદગી મીલેગી ના દોબારા''એ ૧૫૨ કરોડ કરતાં વધુનો ધંધો કરેલો. ''ડર્ટી પિકચર''એ ૧૫૦ કરોડ રૃપિયાનો, ''રા વન''એ ૧૧૫ કરોડ રૃપિયાનો, ''ડોન-૨''એ ૧૧૦ કરોડ રૃપિયનો વગેરે ફિલ્મોએ ધંધો કરીને બહુ પાછળ નથી રહી.
ફિલ્મોની સ્થિતિ રોકેટ જેવી થઇ ગઇ. રોકેટ પ્રકાશના પ્રવાહ વેરતો તેજગતિએ આકાશમં ઊંચે સુધી જાય છે અને પછી ફુસ્સ થઇ જાય છે એવું આજની ફિલ્મોનું છે.
આજનો જમાનો ફાસ્ટ લાઇફ, ફાસ્ટ ફુડનો છે એમ ફાસ્ટ ફિલ્મોનું છે. દરેક સફળ ફિલ્મે પાછળ આવતી નવી ફિલ્મ માટે ઝડપથી જગ્યા કરવી પડે છે.
વળી ફિલ્મને અબજપતિ બનાવવા માટે કેટલાક નુસ્ખા પણ કરવા પડે છે. એમાં માર્કેટીંગનું બહુ મહત્ત્વ છે. ફિલ્મના નિર્માતાઓ તરીકે કોરપોરેટ જગતે ૨૦૦૪માં પ્રવેશ કર્યો. એના કારણે ફિલ્મોનું બજેટ તો વધ્યું પણ આર્થિક આધાર મળતા સાહસિક પ્રયોગ કરવાનું પણ શક્ય બન્યું. દા.ત. ૯ કરોડ રૃપિયાના બજેટમાં ''નો વન કીલ્ડ જેસિકા'' જેવી ફિલ્મ બનાવવાનું એટલે શક્ય બન્યું. એ ફિલ્મે પણ ૯ કરોડ રૃપિયાની સામે ૪૦ કરોડ રૃપિયાનો ધંધો કરેલો.
ેકેવું થાય છે જુઓ.
શાહરૃખખાને ''રા વન'' ફિલ્મ ''રોબોટ'' ફિલ્મ કરતાં વધુ ખર્ચ કરીને બનાવેલી પણ એણે કમાણી એવી ન કરી. તો પણ વિતરકોને ૭૭ કરોડ રૃપિયામાં ફિલ્મ વેચેલી જ્યારે સેટેલાઇટના હક્કો ૩૫ કરોડ રૃપિયામાં વેચેલા, સંગીત ૧૫ કરોડ રૃપિયામાં વેચેલું અને ૫૦ કરોડ રૃપિયા બ્રાન્ડના મળેલા. એમ એને ખાલી બેઠાબેઠા ૧૮૨ કરોડ રૃપિયા મળી ગયેલા.
આમ, આજે ફિલ્મ બનાવવામાં કશું જોખમ નથી રહ્યું. હવેની ફિલ્મો ફ્લોપ કે હીટની પરિભાષામાંથી મુક્ત થઇ ગઇ છે. હીટ ફિલ્મો નિર્માતાનું ઘર રૃપિયાથી ભરી દે છે અને ફ્લોપ થાય તો પણ કરેલું રોકાણ તો નીકળી જાય છે.
ફિલ્મોની કમાણીનો રસ્તો છેલ્લા ૨૦ વર્ષમાં બદલાય ગયો છે. રાજશ્રીની ફિલ્મ ''હમ આપકે હૈ કૌન?'' લગભગ ૧૫ કરોડ રૃપિયામાં બનેલી અને દેશભરમાં કેટલાય થિએટરોમાં એક એક વર્ષ સુધી ચાલેલી ત્યાર પછી ૩૦૦ કરોડ રૃપિયાનો ધંધો કરી શકેલી અને એટલા જ ૧૫ કરોડ રૃપિયામાં પેલી ''દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે'' ફિલ્મ ૧૦૦ કરોડ રૃપિયા હાંફતા હાંફતા મેળવી શકેલી જ્યારે ''થ્રી ઈડીયટ્સ'' ફિલ્મ ૧૫ જ દિવસમાં ૧૦૦ કરોડ રૃપિયા કમાઇ ગએલી. એ ફિલ્મ ૩૦ કરોડ રૃપિયામાં જ બનેલી.
આમ, હવેની ફિલ્મો મલ્ટીપ્લેક્સ થિએટરોએ ક્રાંતિ કરી છે એમ ટેકનોલોજીએ ફિલ્મ બનાવવાનો ખર્ચ અડધો કરી નાંખ્યો છે. જેમકે, ૨૦ વર્ષ પહેલાં ફિલ્મની ૧૦૦ કે એનાથી વધુ પ્રિન્ટો સાથે ફિલ્મ રીલીઝ કરવાનું મોટી વાત કહેવાતી હતી એ હવે ૧૦૦૦ પ્રિન્ટો કરવાનું સાવ સામાન્ય થઇ ગયું છે. દા.ત. 'રા વન' ફિલ્મની ૩૦૦ જેટલી પ્રિન્ટ થએલી.
''કિસ્મત'', ''મોગલે આઝમ'', ''શોલે'' વગેરે ફિલ્મોએ કમાણીના નવા નવા શિખરો સર કરેલા જ્યારે હવે તો અબજપતિ થવાની કલ્પના સાકાર થવાલાગી છે.
- ગુણવંત છો. શાહ

 

આ જાણો છો તમે?
આપણા દેશમાં કયું રાજ્ય કેટલા ટકા ખાંડ ખાય છે?
સૌથી ઓછી ખાંડ ખાનાર રાજ્ય કર્ણાટક અને તમિળનાડુ, પોંડીચરી છે. એમની વાનગીઓ જ એવી છે કે એમાં ખાંડનું પ્રમાણ ન હોય.
સૌથી વધુ ખાંડ ખાનાર રાજ્ય પંજાબ, રાજસ્થાન અને બંગાળ છે. આપણા દેશમાં મીઠાઇઓની વિવિધતાની દ્રષ્ટિએ જોવામાં આવે તો, બંગાળી મીઠાઇ, પંજાબી મીઠાઇ, રાજસ્થાની મીઠાઇ જોવા મળે છે. ગુજરાતની મીઠાઇ ખરી. જલેબી, ગુલાબજાંબુ અને રસગુલ્લા એવી મીઠાઇ છે કે જે આખા દેશમાં દરેક ગામમાં પણ મળે.
હરિયાણા, મહારાષ્ટ્ર, કાશ્મીર, હિમાચલપ્રદેશ, કેરળ, વગેરે રાજ્યો ઓછી મીઠાઇ ખાનાર રાજ્યો છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved