Last Update : 22-November-2012, Thursday

 
દિલ્હીની વાત.
 

કસાબને ફાંસી સરકારનું સ્મિત
નવી દિલ્હી, તા.૨૧
અજમલ કસાબને અચાનક ફાંસી આપીને સરકારે સતત સક્રિય સમાચાર માધ્યમોને ઊંઘતા ઝડપ્યા હતા. સરકારની ઈમેજમાં વધારો કરતી આ ઘટનાએ કોંગ્રેસના ઉત્સાહમાં વધારો કર્યો છે. સરકાર સામે સંસદના શિયાળુ સત્રનું ટેન્શન ઊભું છે ત્યાં કસાબની ફાંસીએ ટેન્શન રીલીવરનું કામ કર્યું છે. જે રીતે ફાંસીની સજાનું પ્લાનીંગ ગુપ્ત રખાયું તે પ્રશંસાને પાત્ર છે. જોકે દરેકના મોઢે એક જ વાત હતી કે મોડે-મોડે પણ સરકારે કસાબને લટકાવી દીધો!! ભ્રષ્ટાચારના ઢગલો આરોપોથી ત્રસ્ત સરકારના પ્રવકતાઓ ઘણાં સમયે ખોંખારીને વાત કરતા જોવા મળ્યા હતા.
એફડીઆઇ અંગે ખેંચાખેંચ
રીટેલમાં એફડીઆઇના મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે પણછ ખેંચીને બેઠાં છે. મતદાનને સાંકળતા રૃલ ૧૮૪ હેઠળ વિરોધ પક્ષ ચર્ચા ઈચ્છે છે. સરકાર ચર્ચા માટે તૈયાર છે પણ મતદાનનો વિરોધ કરે છે. વડાપ્રધાને સરકારની સાઇડ સ્પષ્ટ કરતા કહ્યું છે કે, નીતિ વિષયક મામલે મતદાનની સિસ્ટમ નથી. આ ખેંચાખેંચીનું પરિણામ શું આવશે તે જોવા સૌએ રાહ જોવી પડશે. બીજી તરફ યુપીએના બ્રેન સ્પષ્ટ માને છે કે તેમની પાસે પૂરતું સંખ્યાબળ છે. પરંતુ યુપીએની અંદર ડખા ચાલુ છે. ૧૮ સાંસદોવાળું ડીએમકે એફડીઆઇનો વિરોધ કરી રહ્યું છે. એફડીઆઇના મુદ્દે ડીએમકેના પ્રમુખ કરૃણાનીધી જ્યાં સુધી પોતાનો મત વ્યક્ત નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્સ ચાલુ રહેશે. થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિ છે..
મમતાના મોરચે રાહત
સત્તાધારી પક્ષને એટલી તો ખબર પડી ગઇ છે કે અવિશ્વાસની દરખાસ્ત અંગે ટેકો મેળવવામાં ટીએમસીના નેતા મમતા બેનરજીને નિષ્ફળતા મળી છે. આ નિષ્ફળ સ્થિતિ સરકાર માટે રાહતજનક છે. બીજી તરફ સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટી સાથે હુંફાળા સંબંધો રાખવામાં કોંગ્રેસ સફળ રહી છે. સરકારને મળેલી બીજી રાહતમાં આંતરીક ડખામાં વ્યસ્ત ભાજપ છે. ભાજપના સીનિયર નેતા યશવંતસિંહાએ પક્ષ પ્રમુખ નીતીન ગડકરીનું રાજીનામું માગતા ભાજપને ઝાટકો વાગ્યો છે. એફડીઆઇના મુદ્દે ગડકરી દિલ્હીમાં રેલી સંબોધવાના હતા તેના આગલા દિવસે જ યશવંતસિંહાએ ધડાકો કર્યો હતો. ભાજપે સિંહાને સમજાવવાના પ્રયાસો શરૃ કર્યા છે.
ભાજપને કડવો ઘૂંટ યાદ છે..
૨૦૦૮માં વિશ્વાસનો મત મેળવવાનો કડવો ઘૂંટ ગળી ચૂકેલું ભાજપ મમતાની અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપવા તૈયાર નથી. ભાજપના એક નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસ કોઇપણ રીતે બહુમત મેળવી શકશે. તે સમયને યાદ કરતા આ નેતા કહે છે કે ત્યારે ભાજપના સાથી પક્ષો જેડી(યુ), શિવસેના, દેવગૌડાના જેડી(એસ) અને બીજેડીએ ક્રોસવોટીંગના કારણે દરેક સભ્યની હકાલપટ્ટી કરી હતી. ભાજપના નેતાઓ માને છે કે ગૃહમાં જીતવાની શક્યતા ના હોય તો વિશ્વાસ માટે પ્રયાસ ના કરવા જોઇએ. સરકારને સત્તા પરથી ઉતારવાની ઉતાવળ કરવાના બદલે એક-એક ડગલું આગળ વધારવાની જરૃર છે.
કોંગી જૂથબંધી
કોંગ્રેસના અંદરના વર્તુળો કહે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટેની ઉમેદવારોની પસંદગી આંતરિક જૂથબંધીના કારણે અટવાઇ છે. ગુજરાતના કોંગીનેતાઓ દિલ્હીમાં લોબીંગ કરી રહ્યાં છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved