Last Update : 22-November-2012, Thursday

 

કૂક-પ્રાયર સિવાયના ઈંગ્લિશ બેટ્સમેનો સ્પિનરો સામે ફ્લોપ
સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું

વાનખેડેની પીચ પર સારો બાઉન્સ જોવા મળશે

લક્ષ્મણની કોલમ

 

પ્રથમ ટેસ્ટ હજુ માંડ પુરી થઇ અને બીજી ટેસ્ટ શરૃ થવાની નજીક આવી ગઈ છે. બે ટેસ્ટ વચ્ચે ઓછો સમય હોવાથી ખેલાડીઓને શારીરિક અને માનસિક રીતે રિફ્રેશ થવા માટેનો ઓછો સમય મળશે. ઈંગ્લેન્ડ કરતાં ભારતીય ટીમ ૧-૦થી આગળ હોવાથી તેઓ વધુ રાહત અનુભવતા હશે. ઈંગ્લેન્ડ ભારે દબાણ હેઠળ હશે કારણ કે અમદાવાદમાં ફરી એક વખત તેમની સ્પિન બોલિંગ સામે રમવાની નબળાઇ છતી થઇ ગઇ હતી. તેઓએ પ્રથમ ઇનિંગ બાદ ૩૩૦ રન પાછળ હોવા છતાં ભારતને ફરી બેટિંગ કરવી પડે તેવી સ્થિતી સર્જી. જો કે આ બધા માટે માત્ર કૂક અને પ્રાયરની ઇનિંગ જ જવાબદાર રહી અને કોઇ બેટ્સમેન આત્મવિશ્વાસ સાથે રમી ના શક્યો.
વાનખેડે સ્ટેડિયમની પીચ પરથી બોલરોને વધુ ઉછાળ મળશે અને તેનાથી ઓઝા અને અશ્વિન બંને ખુશ હશે. સેહવાગ વાનખેડેમાં ૧૦૦મી ટેસ્ટ રમવાનો છે, જે ખરેખર ઘણી મોટી સિધ્ધિ છે. હું રમ્યો છું એટલે મને ખબર છે કે ૧૦૦ ટેસ્ટ રમવી આસાન નથી હોતી. ખાસ કરીને ભારતમાં જ્યારે ચાહકોની અપેક્ષાનું ભારણ સતત વધતુ રહે છે. આવી સ્થિતીમાં ટોચનો ક્રમ જાળવી રાખતાં ટીમમાં સ્થાન ટકાવવું અને ૧૦૦ ટેસ્ટ રમવી પડકારજનક છે. સેહવાગે તેની લાંબી અને મનોરંજક કારકિર્દીમાં ક્રિકેટ તરફનું ટોટલ કમિટમેન્ટ દર્શાવતા ઘણો બધો ભોગ આપ્યો છે.
જ્યારે હું સેહવાગ વિશે વિચારૃ છું ત્યારે મારા મનમાં જે પહેલો શબ્દ આવે છે તે છે એન્ટટેઇનમેન્ટ. જ્યારે તે રનના ઢગલા ખડકતો હોય કે પછી કગાળ ફોર્મનો શિકાર બન્યો હોય દરેક વખતે તેનું વલણ અને ટેમ્પરામેન્ટ એક સરખું જ રહે છે. સેહવાગને રમતો જોવા માટે માટે ગમે તેટલો ખર્ચ કરવો પડે કે ગમે તેટલો પ્રવાસ ખેડવો પડે તો તેના માટે હું તૈયાર છું. સેહવાગની કારકિર્દીની શરૃઆત ધમાકેદાર રહી હતી અને તેણે ૨૦૦૧માં બ્લોમ્ફન્ટાઇનમાં મીડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે સાઉથ આફ્રિકાના ઘણા સારા બોલિંગ આક્રમણ સામે સદી ફટકારી હતી.
જ્યારે ૨૦૦૨ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં ગાંગુલીએ સેહવાગને ઓપનીંગ કરવાનું કહ્યું ત્યારે મેં સેહવાગને સમજાવ્યો હતો કે ઓપનીંગ કરવામાં કેટલા જોખમ રહી ચુક્યા છે . જો કે સેહવાગે તે પડકારને ઝીલી લીધા અને શાનદાર બેટિંગ કરી બતાવી. આજે હું ખુશ છુ કે તેણે મારી સલાહ ના માની.
ભારત તરફથી ત્રેવડી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન, વિશ્વક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારનારા ચાર ક્રિકેટરોમાંનો એક, વન ડેમાં બેવડી સદી ફટકારનારા બે ક્રિકેટરોમાંનો એક વિગેરે જેવા ઘણા રેકોર્ડ સેહવાગના નામ સાથે જોડાયેલા છે. હું તેને શુભેચ્છા પાઠવું છું કે આવનારી ૧૦૦મી ટેસ્ટ સેહવાગ માટે યાદગાર સાબિત થાય. (૩૬૦ કોર્પોરેટ રિલેશન્સ)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved