Last Update : 22-November-2012, Thursday

 

૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ

પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અજમલ કસબને ફાંસી સાથે એક ઐતિહાસિક ખટલાનો અંત

૨૬ નવેમ્બર, ૨૦૦૮ ઃ મોહમ્મદ અજમલ કસબ અને નવ સશસ્ત્ર આતંકવાદી મુંબઈ પર ત્રાટક્યા. કુલ ૧૬૬ નિર્દોષો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા.
૨૭ નવેમ્બર, ૨૦૦૮ ઃ રાતે ૧.૩૦ વાગ્યે કસબ જીવતો પકડાયો અને ધરપકડ બાદ નાયર હૉસ્પિટલમાં દાખલ કરાયો.
૨૯ નવેમ્બર, ૨૦૦૮ ઃ આક્રમણ હેઠળના બધા સ્થળો પર ફરી ભારતીય દળોનો કબજો અને નવ આતંકવાદીનો ખાત્મો.
૩૦ નવેમ્બર, ૨૦૦૮ ઃ પોલીસ સમક્ષ કસબની કબૂલાત.
૨૭/૨૮ ડિસેમ્બર, ૨૦૦૮ ઃ ઓળખ પરેડ યોજાઈ.
૧૩ જાન્યુઆરી, ૨૦૦૯ ઃ ૨૬/૧૧ના કેસ માટે એમ. એલ. તાહિલીયાનીની પસંદગી.
૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ ઃ કસબ સામેના ખટલાના સ્થળ તરીકે આર્થર રોડ જેલની પસંદગી.
૫ ફેબુ્રઆરી, ૨૦૦૯ ઃ કુબેર પરથી મળેલી ચીજો સાથે કસબના ડી.એન.એ.ના નમૂના મેચ થયા.
૨૦/૨૧ ફેબુ્રઆરી, ૨૦૦૯ ઃ મેજિસ્ટ્રેટ સમક્ષ કસબે કબૂલાત કરી.
૨૨ ફેબુ્રઆરી, ૨૦૦૯ ઃ વિશેષ સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમની નિમણૂક થઈ.
૨૫ ફેબુ્રઆરી, ૨૦૦૯ ઃ કસબ અને અન્ય બે સામે અદાલતમાં આરોપનામું દાખલ થયું.
૧ એપ્રિલ, ૨૦૦૯ ઃ કસબના વકીલ તરીકે અંજલિ વાઘમારેની નિમણૂક થઈ.
૧૫ એપ્રિલ, ૨૦૦૯ ઃ કસબના વકીલપદેથી અંજલિ વાઘમારેને હટાવાઈ.
૧૬ એપ્રિલ, ૨૦૦૯ ઃ કસબના વકીલ તરીકે અબ્બાસ કાઝમીની નિમણૂક થઈ.
૧૭ એપ્રિલ, ૨૦૦૯ ઃ અદાલતમાં કસબનું કબૂલતનામું રજૂ થયું પણ પાકિસ્તાની આતંકવાદીએ આવી કબૂલાત કર્યાનો નનૈયો ભણી દીધો.
૨૦ એપ્રિલ, ૨૦૦૯ ઃ સરકારી વકીલ નિકમે ૩૧૨ ગુના બદલ કસબ પર આરોપ દાખલ કર્યા.
૨૯ એપ્રિલ, ૨૦૦૯ ઃ કસબ પુખ્ત વયનો હોવાનો નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો.
૬ મે, ૨૦૦૯ ઃ કસબ સામે આરોપો ઘડાયા. ૮૬ ગુના બદલ આરોપો મૂકાયા પણ તેણે બધા આરોપો નકારી કાઢ્યા.
૩૦ નવેમ્બર, ૨૦૦૯ ઃ કસબના વકીલ અબ્બાસ કાઝમીને કેસમાંથી હટાવાયા.
૧ ડિસેમ્બર, ૨૦૦૯ ઃ કાઝમીને બદલે કે. પી. પવારની કસબના વકીલ તરીકે નિમણૂક થઈ.
૧૬ ડિસેમ્બર, ૨૦૦૯ ઃ સરકારી વકીલે ૨૬/૧૧ના હુમલા પર પોતાની બાજુ પૂરી કરી.
૧૮ ડિસેમ્બર, ૨૦૦૯ ઃ કસબે બધા આરોપ નકારી કાઢ્યા. પોતે નિર્દોષ હોવાનું ગાણું ચાલુ રાખ્યું.
૩૧ ડિસેમ્બર, ૨૦૦૯ ઃ કેસમાં બન્ને પક્ષની દલીલો પૂરી થઈ અને જસ્ટીસ તાહિલિયાનીએ પોતાનો ચુકાદો ત્રીજી મે પર મુલતવી રાખ્યો.
૩ મે, ૨૦૧૦ ઃ કસબ દોષિત જાહેર પણ સબાઉદ્દીન અહમદ અને ફહીમ અન્સારીનો બધા આરોપોમાંથી નિર્દોષ છૂટકારો થયો.
૬ મે, ૨૦૧૦ ઃ ટ્રાયલ કોર્ટે કસબને મૃત્યુદંડની સજા જાહેર કરી.
૨૧ મે, ૨૦૧૧ ઃ મુંબઈ હાઈકોર્ટે કસબને કરાયેલી મૃત્યુદંડની સજાને બહાલ રાખી.
૧૦ ઓકટોબર, ૨૦૧૧ ઃ પાકિસ્તાની આતંકવાદી કસબને થયેલી ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો. કસબે સર્વોચ્ચ અદાલતને કહ્યું કે મારું બ્રોઈનવૉશીંગ થવાથી મે 'રોબો' (યંત્રમાનવ)ની જેમ અલ્લાહના નામે જઘન્ય અપરાધ કર્યો પણ મારી નાની ઉંમરને ધ્યાનમાં રાખીને મૃત્યુદંડની સજા ન થવી જોઈએ.
૧૮ ઓકટોબર, ૨૦૧૧ ઃ ૨૬/૧૧ના હુમલામાં કસબના સહ-આરોપી ફહીમ અન્સારી અને સબાઉદ્દીન અહમદને છોડી મૂકવાના કારણસર નીચલી અદાલતને પડકારતી મહારાષ્ટ્ર સરકારની અરજી સુપ્રીમ કોર્ટે દાખલ કરી.
૩૧ જાન્યુઆરી, ૨૦૧૨ ઃ કસબે સુપ્રીમ કોર્ટમાં વળતો આરોપ મૂક્યો કે મારી સામેનો ખટલો ન્યાયપૂર્ણ રીતે નહોતો ચલાવાયો.
૨૩ ફેબુ્રઆરી, ૨૦૧૨ ઃ ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના કાવતરાખોરો અને તેમના પાકિસ્તાની આકાઓ વચ્ચની વાતચીતની આંતરાયેલી વાર્તાલાપની ટેપ સુપ્રીમ કોર્ટે સાંભળી અને માનવ-સંહારના સી.સી.ટીવીના ફૂટેજ જોયા.
૨૫ એપ્રિલ, ૨૦૧૨ ઃ અઢી મહિના સુધી ચાલેલી જોરદાર દલીલો બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો.
૨૯ ઑગસ્ટ, ૨૦૧૨ ઃ સુપ્રીમ કોર્ટે કસબની ફાંસીની સજાને અને કેસના અન્ય બે આરોપીના છૂટકારાને બહાલી આપી.
૧૬ ઑકટોબર, ૨૦૧૨ ઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કસબની માફીની અરજી નકારી કાઢવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરી.
૫ નવેમ્બર, ૨૦૧૨ ઃ રાષ્ટ્રપતિ પ્રણવકુમાર મુખર્જીએ કસબની દયાની અરજી ફગાવી દીધી.
૮ નવેમ્બર, ૨૦૧૨ ઃ મહારાષ્ટ્ર સરકારને રાષ્ટ્રપતિના નિર્ણયની જાણ કરાઈ.
૨૧ નવેમ્બર, ૨૦૧૨ ઃ ૧૬૬ નિર્દોષ ભારતીયોના જીવ લેવા બદલ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અજમલ કસબને પુણેની યરવડા જેલમાં ફાંસીની સજા અપાઈ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved