Last Update : 22-November-2012, Thursday

 
એક પાકિસ્તાની ગુંડો દોઢ લાખ માટે આતંકવાદી બન્યો

પિતાએ ઇદમાં નવાં કપડાં ન અપાવતા અજમલ કસબે ઘર છોડી દીધું અને નાના-નાના ગુના શરૃ કર્યા હતા

મુંબઈ, તા. ૨૧
પાકિસ્તાનસ્થિત પંજાબ રાજ્યના ઓકારા જિલ્લાના ફરીદકોટ ગામમાં જન્મેલા અજમલ આમિર કસબે માત્ર રૃા. એક-દોઢ લાખ માટે ૧૬૬ નિર્દોષ ભારતીયોના નરસંહારમાં જોડાવાનું નક્કી કર્યું હતું.
આમિર શાહબાન કસબ અને નૂર ઇલાહીના પરિવારમાં અજમલ ઉપરાંત મોટો ભાઈ અફઝલ, મોટી બહેન રૃકૈયા હુસૈન, નાની બહેન સુરૈયા અને નાનો ભાઈ મુનીર છે. આમાંથી પરિણીત રૃકૈયા સિવાયના બધા ભાઈ-બહેન માતા-પિતા સાથે જ રહેતા હતા.
પાકિસ્તાનના મોટા શહેર દેપલપરની નજીક હોવા છતાં ફરીદકોટ ગામ સાવ કંગાળ અને નિર્જન છે. આ ગામમાં દહી-પુરી વેચતા ફેરિયાનો દીકરો અજમલ થોડો સમય માટે ભાઈ સાથે મજૂરી કરવા લાહોર ગયો હતો પણ ત્યાં ઝાઝુ ટક્યો નહિ.
૨૦૦૫માં પિતા સાથે ઝઘડો થયા બાદ અજમલે ઘર છોડી દીધું હતું. તેણે ઇદ માટે નવા કપડાં માગ્યા પણ પિતા અપાવી ન શક્યા. આથી ગુસ્સે ભરાયેલો અજમલ ઘર છોડીને પોતાના મિત્ર મુઝફ્ફર લાલ ખાન સાથે નાના-મોટા ગુના કરવા માંડયો હતો. ધીરે ધીરે અજમલ સશસ્ત્ર લૂંટ તરફ આગળ વધવા માંડયો.
૨૦૦૭ની ૨૧મી ડિસેમ્બરે અજમલ અને મુઝફ્ફર રાવલ પિંડીમાં શસ્ત્રો ખરીદવાના પ્રયાસ કરતા હતા ત્યારે તેમની મુલાકાત લશ્કર-એ-તોયબાની રાજકીય પાંખ જમાત-ઉદ-દાવાહના ચોપાનિયા વેચતા કાર્યકર્તાઓ સાથે થઈ. સામાન્ય વાતચીત બાદ તેમણે લશ્કર-એ-તોયબાની તાલીમ છાવણીમાં જોડાવાનું નક્કી કર્યું અને મરકાઝ તૈયબા પહોંચી ગયા.
બહાર આવેલી માહિતી મુજબ પિતાએ જ અજમલને લશ્કર-એ-તોયબાની છાવણીમાં જોડાવાની સલાહ આપી હતી કે જેથી ત્યાંથી મળનારા નાણાંથી કુટુંબનો જીવન નિર્વાહ ચાલે. પરંતુ મુંબઈ પર હુમલા બાદ અજમલના અબ્બાજાને ફેરવી તોળ્યું હતું કે હું પૈસા માટે મારા પુત્રોને વેચતો નથી.
મુંબઈ પર હુમલાના છ મહિના અગાઉ ફરીદકોટમાંથી ગાયબ થઈ ગયેલા અજમલે જતી વખતે માતાના આશીર્વાદ માગતા કહ્યું હતું કે હું જિહાદ માટે જઈ રહ્યો છું.
આ માનવતા અને ભારત વિરોધી કૃત્ય માટે લશ્કર-એ-તોયબાના ઝાકી-ઉર-રહેમાન લખવીએ અજમલના કુટુંબને રૃા. દોઢ લાખ ઓફર કર્યા હતા. અન્ય અહેવાલ મુજબ આ રકમ માત્ર એક લાખ રૃપિયા હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved