Last Update : 22-November-2012, Thursday

 

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

ધરપકડ થતાં જ કસબ કંઈપણ બોલ્યા વગર આંખો મીંચીને બેસી ગયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૦
પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અજમલ કસબને આજે ફાંસી મળતા દેશવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. પરંતુ તેને પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા તત્કાલીન એ.પી.આઈ. હેમંત બાવધનકરે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે કસબ જેવા આતંકવાદીની અમે ધરપકડ કરી તેના કરતા પણ વધુ ખુશી આજે તેને ફાંસી મળતા થઈ છે.
હાલમાં ડોંગરી પોલીસ સ્ટેશનમાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા બાવધનકરે આ અનુભવ જણાવતા કહ્યું હતું કે ૨૬/૧૧નાં હુમલા દરમિયાન હું ગિરગાંવ ચોપાટી પર ફરજ બજાવતો હતો. તે સિવાય એ.એસ.આઈ. તુકારામ ઓંબળે, પી.એસ.આઈ. ભાસ્કર કદમ, સંજય ગોવિલકર તથા અન્ય ૧૨ થી ૧૩ પોલીસ મારા માર્ગદર્શન હેઠળ ફરજ બજાવી રહ્યા હતા.
'બનાવની રાત્રે ૧૨.૧૫ વાગ્યે પોલીસ કંટ્રોલરૃમમાંથી અમને મેસેજ આવ્યો હતો કે એમએચ૦૨ જેપી ૧૨૭૬ નંબરની સ્કોડા કારમાં બેઠેલા આતંકવાદીઓ અંધાધૂંધ ગોળીબાર કરતા વિધાનભવન તરફથી મંત્રાલય તરફ જઈ રહ્યા છે. આથી અમે ગિરગાંવ ચોપાટી પર બેરીકેડ લગાવીને નાકાબંધી કરી દીધી હતી. દરમિયાન પૂરઝડપે આવી રહેલી સ્કોડા કાર નજરે ચડતા અમે સતર્ક થઈ ગયા હતા. કારના ડ્રાઈવર આતંકવાદી અબુ ઈસ્માઈલે વિન્ડ સ્ક્રિન સાફ કરવા પાણીનો ફુવારો ચાલુ કરી દીધો. જેથી સામે ઊભેલી પોલીસ તેમને સ્પષ્ટ જોઈ ન શકે. બેરીકેડને કારણે ઈસ્માઈલે યુ ટર્ન લેવાનો પ્રયાસ કરતા કાર ડિવાઈડર સાથે ટકરાઈને અટકી ગઈ. તે સમયે ફક્ત મારી પાસે અને ભાસ્કર કદમ પાસે જ રિવોલ્વર હતી. અમે બન્ને કારની પાછળના ભાગે હતા અમે તેઓ ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા ગોળીબાર કર્યો. જેમાં ઈસ્માઈલનાં માથામાં ગોળી વાગતા તે સીટ પર જ ઢળી પડયો. બાજુમાં બેઠેલો કસબ તેની એ.કે. ૪૭ રાયફલ સામે બહાર નીકળવા જતા નીચે પટકાયો. તે જેવો ઊભો થયો કે તરત એ.પી.આઈ. તુકારામ ઓંબળેએ તેની પર તરાપ મારીને તેને પકડવાનો પ્રયાસ કર્યો. કારણકે તેમની પાસે ફક્ત લાઠી હતી. ઓંબળેએ જાનની પરવા કર્યા વગર તેની રાયફલ પકડી લીધી. પરંતુ કસબે ટ્રીગર દબાવી દેતા તમામ ગોળીઓ ઓંબળેની છાતીમાં ઘૂસી ગઈ હતી. ગોવિલકરને કમરમાં ગોળી વાગતા તે પણ જખમી થયા. પરંતુ ઓંબળે ઘટનાસ્થળે જ શહીદ થઈ ગયા. બાદમાં અન્ય પોલીસે કસબને ઝડપી લીધો. તે વખતે કસબ કંઈ પણ બોલ્યા વગર આંખો મીંચીને બેસી ગયો હતો. આમ તેની ધરપકડ કરવામાં આવી હતી,'' ્એમ બાવધનકરે કહ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved