Last Update : 22-November-2012, Thursday

 

દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

પચરંગી મુંબઈ આખું થથરી ઊઠયું અને કાળની કાલિમા છવાઈ ગઈ હતી

(પ્રતિનિધિ દ્વારા) મુૅબઈ, તા.૨૧ ઃ
મુંબઈ પર ૨૬મી નવેમ્બર ૨૦૦૮ની રાતે લશ્કર-એ-તોયબાના દસ આતંકવાદીઓ કાળ બનીને ત્રાટક્યા હતા. ૬૦ કલાક સુધી દક્ષિણ મુંબઈના વિસ્તારને બાનમાં રાખીને આ પાકિસ્તાની પીઠબળ ધરાવતા લોહીતરસ્યા ટેરરિસ્ટોએ આડેધડ ગોળીબાર કરીને અને હેન્ડગ્રેનેડના ધડાકા કરીને જોતજોતાંમાં ૧૬૬ નિર્દોષ લોકોની લાશ ઢાળી દીધી હતી.
કરાચીથી દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચી રાતના અંધારામાં કફ પરેડનના કિનારેથી શહેરમાં ઘૂસેલા ટેરરિસ્ટો બે-ત્રણનાન ગુ્રપમાં વહેંચાઈ ગયા હતા અને જોતજોતાંમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ(સીએસટી), તાજમહાલ હોટેલ, ટ્રાઈડન્ટ હોટેલ અને કોલાબાના યહૂદીઓના ધર્મસ્થાનક નરીમાન હાઉસમાં તેમજ લીઓપોલ્ડ કેફેમાં ધસી ગયા હતા. ધડાધડ ગોળીબાર કરીને સાળો ઢાળવા માંડયા હતા.
સૌથી બિહામણું દ્રશ્ય સી.એસ.ટી. પર જોવા મળ્યું હતું. ટ્રેનોની રાહ જોઈને ઊભેલા પેસેન્જરો વચ્ચે બેફામ ગોળીબાર કરતા અજમલ કસાબ અને તેનો સાગરીત અબુ ઈસ્માઈલ ધસી ગયા હતા. એ.કે. ૪૭ એસોલ્ટ રાઈફલોમાંથી ગોળીઓ છૂટવાના અવાજ સાંભળીને રેલવે એનાઉન્સમેન્ટ કરતા કર્મચારીએ અજબ સમયસૂચકતા દાખવી 'ભાગો ભાગો ફાયરિંગ હો રહી હૈ. અંદર મત આના' એમ વારંવાર જાહેરાત કરતા રહીને પેસેન્જરોને સાવધ કર્યા હતા. આ એનાઉન્સર પર આતંકવાદીની નજર પડતાં તેણે નિશાન લઈને એનાઉન્સરની કેબિન ઉપર ધડાધડ ગોળીઓ ચલાવી. એનાઉન્સર ખુરશી નીચે બેસી ગયો અને માઈકમાં એનાઉન્સમેન્ટ ચાલુ રાખ્યું. પરિણામે એ વખતે સીએસટી સ્ટેશને ઊતરેલા પેસેન્જરો હતા ત્યાં જ અટકી ગયા હતા. આમ મોટી જાનહાનિ ટાળવામાં આ એનાઉન્સરે ગજબ હિંમત દાખવી હતી. તેને સ્પેશિયલ કોર્ટમાં પણ બિરદાવવામાં આવ્યો હતો.
સીએસટીથી નાસીને કલાબ અને તેનો સાથી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાસેની ગલીમાંથી કામા હોસ્પિટલમાં ઘૂસ્યા હતા. ત્યાં પોલીસ સાથે સામસામા ગોળીબાર થયા પછી રંગભવનની ગલીમાં ભાગીને તેઓ સંતાઈ ગયા હતા. જ્યારે એ.ટી.એસ.ના વડા હેમંત કરકરે, સિનિયર પોલીસ અધિકારી અશોક કામટે અને એન્કાઉન્ટર-મેન વિજય સાળસકર જીપમાં પસાર થયા ત્યારે બન્ને આતંકવાદીઓએ બેફામ ગોળીબાર કરીને ત્રણેય જાંબાઝ અફસરોનાં ઢીમ ઢાળી દીધાં હતાં.
આ ત્રણને ભોગ લઈને ચોપાટીની દિશામાં તફડાવેલી મોટરમાં નાસેલા કસાબ અને ઈસ્માઈલને પોલીસે આંતર્યા હતા. જ્યાં પોલીસ અધિકારી ઓંબળેએ પોતાનો જીવ દઈને કસાબને જીવતો પકડાવ્યો હતો.
કાશ્મીરમાં સામસામા ગોળીબાર કે બોમ્બ ફેંકવાની ઘટનાઓ સામાન્ય છે. પરંતુ મુંબઈ માટે આ પહેલી જ ઘટના હતી જ્યારે આતંકવાદીઓ એ.કે.૪૭ રાઈફલો અને હેન્ડ ગ્રેનેડ સાથે ત્રાટક્યા હતા. અગાઉ મુંબઈએ આતંકવાદીઓએ મૂકેલા બોમ્બબ્લાસ્ટનો અનુભવ કર્યો છે. પરંતુ આ રીતે ભીડની વચ્ચે ઘૂસીને આતંકવાદીઓ ખાનાખરાબી કરે એવી આ પહેલી જ ઘટના હતી. ખુદ પોલીસ તંત્ર પણ ઊંઘતું ઝડપાયું હતું. કાશ્મીર પોલીસની જેમ આતંકવાદીઓનો સામનો કેમ કરવો એની તાલીમ જ અપાઈ ન હોવાથી મુંબઈ પોલીસને માટે આ મુકાબલોભારે પડી ગયો હતો. સરકાર અને પોલીસતંત્રની નબળાઈ સામે આવ્યા પછી શહેરના કિનારા વિસ્તારની સલામતી માટેનાં પગલાં લેવામાં આવ્યાં હતાં.
એ કાળરાત્રિએ મુંબઈમાં હાહાકાર મચી ગયો હતો. ટી.વી. ઉપર ખૂનામરકીનાં દેખાડવામાં આવતાં લાઈવ દ્રશ્યોથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. લાંબા સમય સુધી લોકોના મોબાઈલ જામ થઈ ગયા જવાથી ગભરાટમાં અને ચિંતામાં ઔર વધારો થયો હતો. થોડી ક્ષણો માટે તો સમજાતું જ નહોતું કે શું થઈ રહ્યું છે અને કેટલા આતંકવાદીઓ છે. જ્યારે કસાબને જીવતો પકડવામાં આવ્યો અને નાયર હોસ્પિટલમાં લઈ જઈ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પાકિસ્તાનથી લશ્કર-એ-તોયબાના ૧૦ આતંકવાદી મુંબઈમાં ઘૂસ્યા હતા. ત્યારપછી પોલીસને મુકાવવાની સ્ટ્રેટેજી તૈયાર કરવાની સુગમતા પડી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved