Last Update : 22-November-2012, Thursday

 

કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ

દયાની અરજી સામે કોઇ પ્રત્યાઘાત અપાય તે પહેલાં ફાંસી આપી દેવાઇ તે ગમ્યું ઃ ઉન્નીકૃષ્ણન

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૦
પાકિસ્તાની આતંકવાદી કસબને ફાંસી અપાતા મૃતકોનાં સ્વજનોએ અલગ અલગ પ્રતિભાવ આપીને કસબની ફાંસીને યોગ્ય ઠેરવી હતી. કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી પરંતુ હું જાણું છું કે આપણો કાયદો તેની મંજૂરી આપતો નથી. છતા મને ગર્વ અને ખુશી છે કે મારા ભાઇના પ્રયાસો સફળ થયા છે, એમ શહીદ એએસઆઇ તુકારામ આંબળેનાં ભાઇ એકનાથ ઓંબળેએ કહ્યું હતું.
છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ પર પાકિસ્તાની આંતકવાદી મોહમ્મદ અજમલ કસબની ગોળીનો શિકાર બનેલી બાર વર્ષની દેવિકા રોટાવને કસબને ફાંસી મળતા કહ્યું કે હવે અફઝલ ગુરુને પણ ફાંસી આપી દેવી જોઇએ. હું મોટી થઇને આઇપીએસ બનીને તમામ આતંકવાદીઓને ખતમ કરવા માંગું છું. કસબને ફાંસી આપવામાં ચાર વર્ષ લાગ્યા જે ઘણું મોડુ થયું ગણાય, એમ ૨૬/૧૧નાં હુમલાની સુનાવણી વખતે કોર્ટમાં કાખઘોડી સાથે સાક્ષી પુરાવવા આવેલી સૌથી નાની સાક્ષી દેવિકાએ કહ્યું હતું.
હુમલામાં માર્યા ગયેલા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વિજય સાળસકરનાં પત્ની સ્મિતા સાળસકરે કસબને થયેલી ફાંસીની સજા મારા પતિને મળેલી સાચી શ્રદ્ધાંજલી સમાન છે, એમ કહ્યું હતું.
કસબને ફાંસી આપવામાં મોડું થયું છે પણ અંતે તેને ફાંસી મળી છે. પરંતુ સાચી શ્રદ્ધાંજલી પાકિસ્તાનમાં છુપાયેલા અન્ય આતંકવાદીઓને સજા થશે ત્યારે ગણાશે. તે સિવાય સંસદ પર હુમલો કરનારા અને ફાંસીની સજા પામેલા અફઝલ ગુરૃને પણ તાત્કાલિક ફાંસી અપાય તેવી આશા રાખું છું.
કારમાં સાળસકરની બાજુમાં જ બેઠેલા ડીસીપી અશોક કામટેનાં વિધવા વિનીતા કામટેએ કસબને ફાંસી અપાતા સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારે શહીદોનાં કુટુંબીજનોને ન્યાય આપ્યો છે.
કામા હોસ્પિટલ નજીકની કામાગલીમાં કસબ અને તેના સાથીદાર ઇસ્માઇલનો સામનો કરતા કામટે, એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)નાં વડા હેમંત કરકરે તથા સાળસકરના મોત નિપજ્યાં હતાં.
છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ (સીએસટી) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને કસબ તથા ઇસ્માઇલની ગોળીઓનાં શિકાર બનેલા પોલીસ અધિકારી શશાંક શિંદેનાં ભાઇ ઉત્તમ શિંદેએ જણાવ્યું હતું કે કસબને તાત્કાલિક ફાંસી મળવી જોઇતી હતી. લોકોનાં મનમાં આ ઘટનાક્રમ રમી રહ્યો હતો ત્યારે જ તેને ફાંસી મળવી જોઇતી હતી. હાલમાં લોકોનાં મનમાંથી કસબ ભુંસાઇ ગયો હતો. તેને 'સાચવવામાં' કરોડો રૃપિયાનું પાણી થઇ ગયું. ફાંસી આપવાની જ હતી તો અત્યારે આપી એમ ત્યારે જ આપી દેવી જોઇતી હતી.
તાજ હોટેલમાં હુમલા દરમિયાન માર્યા ગયેલા નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)નાં કમાન્ડો કે. ઉન્નીકૃષ્ણનનાં પિતાએ કહ્યું હતું કે જે રીતે કસબને ફાંસી આપવામાં આવી તે આદર્શ માર્ગ છે. દયાની અરજી સામે કોઇ પ્રત્યાઘાત અપાય તે પહેલાં જ તેને ફાંસી આપી દેવામાં આવી જે મને ગમ્યું છે એમ તેમણે વધુમાં કહ્યું હતું.
સીએસટી પર એનાઉન્સર તરીકે ફરજ બજાવતા અને હુમલાનો શિકાર બનેલા વિષ્ણુ ઝેંડેએ કહ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આ પ્રકારે આ ન્યુઝ સાંભળવા મળશે. હું ઘણો ખુશ છું કે તેને ફાંસી મળી. સતત ગોળીબાર વચ્ચે પણ ઝેંડેએ જાનની પરવા કર્યા વગર એનાઉન્સમેન્ટ ચાલુ રાખીને પ્રવાસીઓને સલામત બહાર નીકળવામાં મદદ કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved