Last Update : 22-November-2012, Thursday

 

કસાબની બુધવારની પ્રાતઃ દિનચર્યા
જ્યારે મૃત્યુ બિલ્લી પગે કદમ બ-કદમ કસાબ તરફ લપકતું હતું

સવારમાં સ્નાન, ઈબાદત, મૃત્યુની જાણ માતાને કરવા જણાવ્યું

પૂણે, તા. ૨૧
અજમલ કસાબને ફાંસી આપવાના ઓપરેશન x દરમ્યાન તેની દિનચર્યા આ મુજબ રહી હતી.
* બુધવારે વહેલી સવારે કસાબને જગાડી દેવાયો.
* કસાબે અર્ધો કલાક શૌચ, સ્નાન અને ઈબાદતમાં વિતાવ્યો જેમાં તેણે માફી માંગ્યાનું કહેવાય છે. તેને નવા કપડાં પહેરવા આપવામાં આવ્યા.
* પરોઢે ૫.૩૦થી ૬.૦૦ વચ્ચે ટોચના જેલ અધિકારીઓ મહારાષ્ટ્રના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રાઈઝન મીરન બોરવણકર અને સુપ્રીન્ટેડેન્ટ ઓફ પ્રાઈઝન યોગેશ દેસાઈ પૂનાની યરવડા જેલમાં પહોંચ્યા.
* કસાબને મેડિકલ ચેક-અપ માટે જેલના ડૉક્ટર પાસે લઈ જવાયો. તેમણે જેલના નિયમ અનુસાર 'તંદુરસ્ત હોવાનું' પ્રમાણપત્ર આપ્યું.
* નાગપુરથી ફાંસીગર યરવડા જેલમાં આવી પહોંચ્યો. યરવડા જેલમાં ફાંસી દેવાની વ્યવસ્થા છે પણ ફાંસીગર નથી.
* કસાબને ફાંસીઘરમાં લઈ જવાયો.
* સ્થળ પર હાજર અધિકારીઓના મતે કસાબનો ચહેરો ભાવશુન્ય અને સપાટ હતો.
* પોલીસ સુત્રોના મતે તેને બે સવાલ કરાયા હતા. તારી કોઈ આખરી ઈચ્છા છે? તારી ચીજ વસ્તુઓ કોઈને આપવાની ઈચ્છા છે?
* કસાબે બન્નેના નકારાત્મક જવાબ આપ્યા હતા. કોઈ જ આખરી ઈચ્છા નથી. અને તેની વસ્તુ કોઈને આપવાની અનિચ્છા વ્યક્ત કરી. જ્યારે એક અહેવાલ મુજબ મૃત્યુની જાણ માતાને કરવા જણાવ્યું.
* અધિકારીઓના મતે કસાબે છેલ્લે 'અલ્લા મને માફ કરે, આવી ભૂલ બીજીવાર નહીં કરૃં' તેમ કહ્યું તેને માથા પર અંધારી પહેરાવી દેવાઈ, ગાળીયો પહેરાવી દેવાયો.
* ૭.૩૦ વાગ્યે ફાંસીના પાટીયા ખસેડતું લીવર ધકેલી દેવાયું, દસ મીનિટ બાદ ડૉક્ટરે તેને તપાસીને મૃત્યુ પામેલો જાહેર કર્યા બાદ નીચે ઉતારી લેવાયો. તેને કદાચ યરવડા જેલમાં જ દફન કરી દેવાશે. આમ મોતનું તાંડવ ખેલનાર એક જલ્લાદનો, એક ફાંસીગરના હાથે અંત આવ્યો.

રાજકારણીઓની પ્રતિક્રિયા
કસાબને ફાંસી અપાઇ, અફઝલ ગુરુને ક્યારે ?
* કસાબને ફાંસી અપાઈ પણ ૨૦૦૧માં સંસદ પર હુમલાના કેસના આરોપી અફઝલ ગુરૃનું શું?
અફઝલ ગુરૃનો અપરાધ કસાબના હુમલા કરતા ઘણો જૂનો છે.
- નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યપ્રધાન
* કસાબની ફાંસી મુંબઈ હુમલાના પીડિતોના જખ્મ પર મલમ સમાન છે.
તેમના ઘા હજુ પણ તાજા છે.
સરહદની પેલે પાર વસતા કસાબના આકાઓને સજા થશે ત્યારે જ આ લોકોને શાંતિ મળશે.
- શાહનવાઝ હુસેન, ભાજપના પ્રવક્તા
* કસાબને ફાંસીનું પગલું આવકાર્ય છે; હવે ભારત સરકારે કસાબના પાકિસ્તાન સ્થિત હેન્ડલરો સામેનો
કેસ આગળ વધારવો જોઈએ. અફઝલ ગુરુની ફાંસી અંગે પણ નિર્ણય લેવો જોઈએ.
- દિગ્વિજયસિંહ, કોંગ્રેસના મહામંત્રી
* કસાબના કેસમાં કાયદાએ તેનું કામ કર્યું છે. આતંકવાદી હુમલાની બહુસ્તરીય તપાસ બાદ આ નિર્ણય લેવાયો છે.
- મનીષ તિવારી, માહિતી અને પ્રસારણ પ્રધાન

કસાબની ફાંસીને બોલિવૂડે વધાવી
* કસાબની ફાંસી સમગ્ર દેશનો વિજય છે.
આ પગલાં માટે સરકાર અને ગૃહપ્રધાન
સુશીલકુમાર શિંદેને ઘણા અભિનંદન.
- મધુર ભંડારકર, ફિલ્મ નિર્માતા
* કસાબને ફાંસી આપવી એ ન્યાયની સિદ્ધિ અને જીત સમાન છે. ન્યાય નુકસાનની લાગણીની
ભરપાઈ કરી ન શકે પણ તેનાથી જીવનના નવપ્રારંભની આશા વધુ મજબૂત બને છે.
- અનુપમ ખેર, અભિનેતા
* ૨૬/૧૧ના હુમલા વખતે હિંમત દાખવીને કસાબને પકડનાર એ.એસ.આઇ. તુકારામ
ઓમ્બળેનું સન્માન થવું ઔજોઈએ.
- અભિષેક બચ્ચન, અભિનેતા
* કસાબને ફાંસી આપવા બદલ ભારત સરકારને અભિનંદન. કસાબને ફાંસીના સમાચાર સરકારે જ જાહેર કર્યા હતાં.
- રિતેશ દેશમુખ, અભિનેતા

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved