Last Update : 22-November-2012, Thursday

 

ગુજરાતની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક?
કસાબનું હુકમનું પાનું ઉતરીને બાજી સુધારવા સરકારનો પ્રયાસ

ભાજપમાં નેતાઓ વચ્ચે સંઘર્ષ ઃ ત્રાસવાદ મુદ્દે પણ હવે વિરોધ કરવો મુશ્કેલ

નવી દિલ્હી, તા. ૨૧
યુ.પી.એ. સરકારે કસાબને ફાંસી આપવાનો નિર્ણય અને અમલ એવા સમયે કર્યો છે કે તેના કારણે સરકારનો માર્ગ સરળ બને. કેમકે વિપક્ષ અત્યારે અરવિંદ કેજરીવાલના તીરથી ઘાયલ છે. કેજરીવાલે, ભાજપના વડા નિતીન ગડકરી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા વિપક્ષ અત્યારે બે ફાંટામાં વહેંચાયેલો જણાય છે. એક વર્ગ એવું માને છે કે ગડકરીએ પદત્યાગ કરવો જોઈએ. જેમાં રામ જેઠમલાણી, યશવંત સિંહા મુખ્ય છે. જ્યારે બીજો વર્ગ માત્ર આક્ષેપોથી કશું ન વળે એ માનનારો છે. પણ તેના આંતર કલહે સરકારને સામાન્ય રાહત તો આપી જ છે. જ્યારે એક વર્ગ એવું પણ માને છે ગુજરાતની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારે આ 'માસ્ટર સ્ટ્રોક' માર્યો છે.
આ સ્થિતિમાં કસાબને ફાંસી આપવામાં આવતા કોંગ્રેસની ત્રાસવાદી વિરુદ્ધની લડાઈ અંગે પોતાની મક્કમતા દર્શાવવાનો મોકો આપશે. ગડકરી પરના ભ્રષ્ટાચારના આરોપથી કોંગ્રેસના કૌભાંડો સામે ગર્જતા ભાજપના ગળામાં ખરેરી પડશે. જ્યારે કસાબને લટકાવી દેતા હવે ત્રાસવાદનો મુદ્દો કે કસાબ, અફઝલને નભાવ્યે જવાના આક્ષેપોથી પણ અંશતઃ મુક્તિ મળશે. પૂર્વ ગૃહ પ્રધાન પ્રણવ મુખર્જી સામે વિપક્ષે અલગ-અલગ આક્ષેપો કર્યા હતા. તેમાં વિદેશમાં કાળાં નાણાં રાખનારાના નામ જાહેર કરીને તેમને રક્ષણ આપવાનો એક આક્ષેપ પણ હતો. હવે કસાબની દયાની અરજી ફગાવી દઈને રાષ્ટ્રપતિ તરીકે મુખર્જી કસાબનું કાર્ડ એવે સમયે ઉતર્યા છે કે વિપક્ષ પણ અસમંજસમાં પડી ગયો છે કે હવે કયા મુદ્દે બળવાન વિરોધ કરવો કેમકે ભ્રષ્ટાચારના વિરોધમાં ગડકરી નડે જ્યારે ત્રાસવાદ મુદ્દે કસાબને ફાંસીમાં સરકારની મક્કમતા ગણાય.
જોકે એક વર્ગ એવું માને છે કે ભારત સરકારે માનવાધિકાર અંગેની કલમ ૨૧ને છેક સુધી માન આપ્યું પણ છેલ્લે સરકારે જ તેનો ભંગ કર્યો! પાકિસ્તાન સરકારે કસાબનો મૃતદેહ સ્વીકારવા મુદ્દે મૌન સેવ્યું તો સરકારે તેના પરિવારનો સંપર્ક કરવો જોઈએ પણ તે મુદ્દે યોગ્ય કરવું જરૃરી હતું. તેનો મૃતદેહ યરવડા જેલમાં જ જલ્દી દફનાવી દેવાનું પગલું યોગ્ય નથી. તો એક વર્ગ એવું પણ માને છે કે ગુજરાત ચૂંટણીના ઉપલક્ષ્ય માટે કસાબને ફાંસી આપી દેવાઈ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved