Last Update : 22-November-2012, Thursday

 

સત્ર તોફાની બની રહેશે
સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ મમતા અવિશ્વાસની દરખાસ્ત લાવશે

સંસદને આપેલી ખાત્રી સરકારે પાળી નથી ઃ ચર્ચા-મતદાન જરૃરી ઃ સ્વરાજ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૧
આવતી કાલથી સંસદનું શિયાળુ સત્ર ચાલુ થઇ રહ્યું છે. સંસદમાં આ સત્ર તોફાની બની રહેશે તેવું માનવામાં આવે છે કેમ કે તમામ વિપક્ષો રીટેલ સેકટરમાં એફ.ડી.આઈ.નો વિરોધ કરવા મુદ્દે મક્કમ છે. જેમાં તૃણમુલ કોંગ્રેસ તો લડાયક મુડમાં છે અને તે આજે અવિશ્વાસની દરખાસ્ત લાવશે. ત્યારે ગત સત્રની જેમ જ આ સત્ર પણ તોફાન વચ્ચે નિષ્ફળ જવાની આશંકા સેવાય છે.
દરમિયાન તૃણમૂલના સૂત્રોએ જણાવ્યું હતું કે અવિશ્વાસનો પ્રસ્તાવ આવતીકાલે સંસદના સત્રના પહેલા જ દિવસે જ લાવવામાં આવશે. પક્ષના વડાં મમતા બેનર્જીએ બળવાખોર મનાતા કબીર સુમન સિવાયના તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે.
આ સંદર્ભે ગૃહના અધ્યક્ષ મીરા કુમારે સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી. તેમાં વિપક્ષે એફ.ડી.આઈ. મુદ્દે વિરોધ વ્યકત કરવાની મક્કમતા દર્શાવી હતી. લોકસભામાં વિપક્ષના વડા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે સરકારે એફ.ડી.આઈ. મુદ્દે ગૃહમાં આપેલી ખાત્રીને પાળી નથી. સરકારે આ નિર્ણયમાં આગળ વધતા પૂર્વે તમામ પક્ષકારોને વિશ્વાસમાં લેવા જરૃરી હતા.
સ્વરાજે જણાવ્યું હતું કે અમે પણ ગૃહ તેની કાર્યવાહી શાંતિથી ચલાવી શકે તેવું ઇચ્છીએ છીએ. પણ તે માટે અમારી પૂર્વ શરત એ છે કે કેટલાક મુદ્દા એવા છે જેની ચર્ચા થવી જરૃરી છે તેમજ કેટલાક મુદ્દા એવા પણ છે જેના પર મતદાન જરૃરી છે. આવા મુદ્દાને ગૃહમાં પ્રથમ લેવા જોઈએ. ગત વર્ષના શિયાળુ સત્રમાં ત્યારે સરકાર પક્ષે ગૃહના વડા (વર્તમાન રાષ્ટ્રપતિ) પ્રણવ મુખર્જીએ ખાત્રી આપી હતી કે એફ.ડી.આઈ. મુદ્દે તમામ પક્ષકારો સાથે ચર્ચા બાદ જ નિર્ણય લેવાશે.
સુષ્મા સ્વરાજે ગૃહને અપાયેલી ખાત્રીનું ઉલ્લંઘન કરીને સરકારે આપવડાઇથી આ નિર્ણય લીધો હોવાનો નિર્દેશ કરતા આ મુદ્દે મતદાનને જરૃરી ગણાવ્યું હતું. જયારે સી.પી.આઈ.ના વડા ગુરૃદાસ દાસગુપ્તાએ પણ આજ મુદ્દે વિરોધ વ્યકત કર્યો હતો. આમ ભલે છુટા છવાયા પણ તમામ વિરોધ પક્ષો એફ.ડી.આઈ.નો વિરોધ કરે છે તે સંજોગોમાં શિયાળુ સત્ર શાંતિથી ચાલવાની શકયતા નહીવત છે.

વડાપ્રધાને ભાજપના નેતાઓને ભોજન માટે આજે બોલાવ્યા
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૧
એફ.ડી.આઈ. મુદ્દે પડેલી મડાગાંઠ ઉકેલવામાં ગૃહના અધ્યક્ષ મીરા કુમારને સફળતા મળી ન હતી. તે પછી વડાપ્રધાને વચલો રસ્તો કાઢવા માટે આવતી કાલે ભાજપની ટોચની નેતાગીરીને ભોજનનું નિમંત્રણ પાઠવ્યું છે.
મનમોહન સિંહે ભોજન માટે જેમને નિમંત્રણ આપ્યું છે તેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, ગૃહના વિપક્ષી વડા સુષ્મા સ્વરાજ, રાજય સભામાં વિપક્ષી વડા અરૃણ જેટલીને ભોજનનું નિમંત્રણ પાઠવ્યું છે. આ ભોજન પૂર્વે ૧૭મી નવેમ્બરે યોજાનાર હતું. પણ શિવસેનાના વડા બાળા સાહેબ ઠાકરેના અવસાનને કારણે સુષ્મા સ્વરાજની વિનંતીના અનુસંધાને રદ્ થયું હતું હવે તેને યોજીને વડાપ્રધાન સંસદમાં સરકારનો માર્ગ સરળ બનાવવા માંગતા હોવાનું મનાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved