Last Update : 22-November-2012, Thursday

 

કસાબને ફાંસીએ લટકાવતા પૂર્વે ગૃહ મંત્રાલયે ગજબ આયોજન કર્યું હતું
કસાબને ડેન્ગ્યુ થયો હોવાની જાહેરાત માધ્યમોને અંધારામાં રાખવાની ચાલ હતી

ઠાકરેની માંદગી અને પછી મૃત્યુને લીધે કસાબના શ્વાસને બે દિવસનું બોનસ મળ્યુંઃ છેલ્લા મેડિકલ ચેકઅપ મુજબ કસાબનું વજન ૬૦ કિલો

અમદાવાદ, તા. ૨૧
મુંબઈ હુમલામાં જીવતા ઝડપાયેલા જગતના એકમાત્ર ફિદાયિન (આત્મઘાતી હુમલાખોર) અજમલ કસાબને બુધવારે સવારે ફાંસીના માંચડે લટકાવતા પૂર્વે ભારે ચૂપકીદી દાખવી હતી. સમગ્ર દેશમાં કસાબને ફાંસી થવાની રાહ જોવાઈ રહી હતી ત્યારે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આર્થર રોડ જેલથી કસાબને યરવડા ખાતે ખસેડવાથી માંડીને ફાંસીના માંચડે લટકાવવા સુધીના દરેક ઘટનાક્રમને આયોજનબધ્ધ રીતે માધ્યમોની આંખથી ઓઝલ રાખ્યો હતો.
* ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિએ કસાબની દયાની અરજી ખારિજ કરી એ જ ઘડીથી કસાબના શ્વાસનું કાઉન્ટડાઉન શરૃ થઈ ગયું હતું. ગૃહ મંત્રાલયની ભલામણ, રાષ્ટ્રપતિએ દયાની અરજી માટે ભણેલો નકાર વગેરે તમામ સરકારી કાગળો સાથેની ફાઈલ હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતમાં કસાબનો ચૂકાદો આપનાર બેન્ચ સમક્ષ મૂકાઈ ગઈ હતી અને એ વખતે દિવાળી પછી તરતના દિવસની તારીખ નક્કી થઈ હતી.
* પરંતુ આર્થર રોડ જેલ અને નોર્થ બ્લોકના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, બાળાસાહેબ ઠાકરેની માંદગી અને પછી મૃત્યુને લીધે કસાબના શ્વાસ બે દિવસ લંબાયા હતા. અન્યથા મૂળ આયોજન મુજબ ગૃહ મંત્રાલયે ફાંસી માટે ૧૬ નવેમ્બરની તારીખ નક્કી કરી હતી. છેવટે ઠાકરેની અંત્યેષ્ટિ સંપન્ન થયા પછી ૨૧ નવેમ્બરની સવારનો સમય તય થયો હતો.
* કસાબને ફાંસી મુકરર થયા અંગેની વિગતો એટલી બધી છાની રાખવામાં આવી હતી કે વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહ મંત્રી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉપરાંત યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી જ માહિતગાર હતા. ફાંસી આપવાના કાનૂન મુજબ અઠવાડિયામાં ત્રણ વખત ગુનેગારનું મેડિકલ ચેકઅપ કરવું ફરજિયાત હોય છે. કસાબનું ત્રણ વાર મેડિકલ ચેકઅપ થાય તો પણ માધ્યમોમાં ફાંસીની વિગતો જાહેર થઈ જવાનો ભય હોવાથી જાણીજોઈને ગૃહ મંત્રાલયના ઈશારે આર્થર રોડ જેલના સત્તાધિશો દ્વારા કસાબને ડેંગ્યુ થયો હોવાની વિગતો જાહેર કરવામાં આવી હતી.
* આર્થર રોડ જેલથી યરવડા સુધીની કસાબની આખરી સફરમાં બે તબીબી અધિકારી, એક મુસ્લિમ ધર્મગુરુ સહિત કુલ ૧૭ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ બની હતી. આ ટીમના દરેક સભ્યને અલગ અલગ કારણ બતાવીને એકત્રિત કરવામાં આવી હતી અને પછી દરેકના મોબાઈલ જપ્ત કરી લેવાયા હતા. ટીમ લીડરની પાસે જ મોબાઈલ હતો અને તેઓ સીધા કેન્દ્રિય ગૃહ મંત્રાલય પાસેથી સૂચના મેળવતા હતા.
* મૃત્યુના આગલે દિવસે થયેલા આખરી મેડિકલ ચેકઅપ મુજબ, કસાબનું વજન ૬૦ કિલો હતું માટે જેલ મેન્યુઅલ મુજબ તેના માટે ફાંસીખાડાની ઊંડાઈ ૭ ફૂટ (૨.૨ મીટર) રાખવામાં આવી હતી અને કસાબના વજન કરતાં અઢી ગણું વજન ઊંચકી શકે તેવી મજબૂત રસ્સીનો ફાંસીફંદા માટે ઉપયોગ થયો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved