Last Update : 22-November-2012, Thursday

 

કસાબ અમારો હીરો હતો ઃ લશ્કર-એ-તોઈબા

કસાબને ફાંસીના પગલે તોઈબા ભારતમાં હુમલા કરે તેવી ભીતિ

ઈસ્લામાબાદ, તા. ૨૧
મુંબઇ હુમલાના આરોપી અજમલ કસાબને આજે સવારે ફાંસી આપી દેવાતા ભારતમાં ખુશીનું વાતાવરણ છે. ત્યારે ૨૦૦૮ની ૨૬મી નવેમ્બરના રોજ મુંબઇમાં મોતનું તાંડવ કરનારા ઉગ્રવાદી કસાબને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાએ 'હીરો' ગણાવ્યો છે. બીજી બાજુ ભારત પર વધુ હુમલા કરવાની ચેતવણી પણ એલઈટીએ આપી છે. દરમિયાન પાકિસ્તાની તાલિબાને કસાબને ફાંસી અપવા અંગે આઘાત વ્યક્ત કર્યો છે.
આતંકવાદી કસાબને ફાંસી અપાતા પાકિસ્તાની તાલિબાને આઘાત વ્યક્ત કર્યો
લશ્કર-એ-તોઈબાના કમાન્ડરે જણાવ્યું હતું કે કસાબ 'નાયક' હતો અને ભારત પર હુમલા કરવાની પ્રેરણા તેનામાંથી અન્ય આતંકવાદીઓને પણ મળતી રહેશે. કસાબને ફાંસી આપતા અગાઉ તેની સંભવિત અસરો અંગે સલામતી સંસ્થાઓએ ઘણી ચકાસણી કરી હતી. સલામતી સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના આતંકવાદી તત્વો કસાબની ફાંસીનો જવાબ આપવા હુમલો કરી શકે છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારતીય દૂતાવાસને નિશાન બનાવવા લશ્કર-એ-તોઈબા, હકાની નેટવર્ક, તાલિબાન અને ગુલ્બુદ્દિનનું હિઝબ-એ-ઈસ્લામી પાસે પૂરતી ક્ષમતા છે. ઈસ્લામાબાદ ખાતેના ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર એલઈટી, તેહરિક-એ-તાલિબાન પાકિસ્તાન અને અન્ય આતંકવાદી જૂથો ત્રાટકી શકે છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર બહારની ભારતીય સરહદમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના હુમલાનું જોખમ છે. આ તમામ પરિસ્થિતિને જોતાં દુનિયાભરમાં આવેલા ભારતીય મથકોની સલામતી પર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
દરમિયાન કસાબને ફાંસી અપાતા પાકિસ્તાની તાલિબાને આઘાતની લાગણી વ્યક્ત કરી છે. તાલિબાન પ્રવકતા એહસાનુલ્લા એહસાને જણાવ્યું હતું કે એક મુસ્લિમને ભારતમાં ફાંસી અપાઇ એ સમાચાર ઘણા દુઃખદ છે. કસાબને ફાંસીથી અમે ઘણું ગુમાવ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved