Last Update : 22-November-2012, Thursday

 

અગાઉ ફાંસીની સજાનો અમલ ૨૦૦૪માં કરવામાં આવ્યો હતો

૧૯૪૭થી માંડીને આજદીન સુધીમાં બાવન અપરાધીને ફાંસી અપાઈ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૧
પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબને આજે ફાંસી આપવામાં આવતા દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ભાગ્યે જ ફટકારવામાં આવતી ફાંસીની સજાનો અમલ આપણા દેશમાં આ પહેલા ૨૦૦૪માં થયો હતો અને એ પહેલા ૧૯૯૫માં થયો હતો. આ પ્રમાણે એકવીસમી સદી શરૃ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં માત્ર બે જ જણાને ફાંસી આપવામાં આવી છે.
૨૦૦૪માં ઘનંજય ચેટરજી નામના અપરાધીને ફાંસી આપવામાં આવી હતી અને ૧૯૯૫માં ઔતો શંકરને દેહાંતદંડ ફટકારવામાં આવ્યો હતો. ૧૯૭૫થી ૧૯૯૧ સુધીમાં ૪૦ લોકોને ફાંસી આપવામાં આવી હતી. એ પહેલા કેટલા લોકોને ફાંસી આપવામાં આવી એ વિશે અનેક મત-મતાંતર પ્રવર્તી રહ્યા છે. સરકારના દાવા પ્રમાણે ૧૯૪૭થી અત્યાર સુધીમાં બાવન ગુનેગારોને ફાંસી આપવામાં આવી છે, પરંતુ ભારતીય કાયદાપંચનો ૧૯૬૭નો અહેવાલ એવો દાવો કરે છે કે ૧૯૫૩થી ૧૯૬૩ના દાયકામાં ભારતમાં ૧૬ રાજ્યોમાં ૧,૪૨૨ લોકોને દેહાંતદંડ ફટકારવામાં આવ્યો હતો. આ આકડો ખરેખર ખૂબજ મોટો છે. કાયદા પંચના દાવા પ્રમાણે આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં ૩,૦૦૦થી ૪,૩૦૦ દોષિતોને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા છે.
એમનેસ્ટી ઇન્ટરનેશનલ નામની સંસ્થાના આકડાઓ પ્રમાણે ૨૦૦૭માં ૧૦૦, ૨૦૦૬માં ૪૦, ૨૦૦૫માં ૭૭, ૨૦૦૨માં ૨૩ અને ૨૦૦૧માં ૩૩ લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જોકે તેમાંથી માત્ર એક જ અપરાધીને ફાંસી આપવામાં આવી છે.
૧૯૯૫ની ૨૭મી એપ્રિલે તામિલનાડુના સાલેમમાં ઔતો શંકર નામના અપરાધીને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મખુરજી પાસે હાલ ૨૨ દયા અરજી પેન્ડિંગ છે. તેમાંથી કેટલીક તો છેક ૧૯૯૨થી પડતર પડી છે. તેમાં વિરપ્પનના મદદનીશનો પણ સમાવેશ થાય છે.
૨૦૦૭ બાદ ફાંસીની સજા સંભળાવવાનું ખૂબજ ઓછું થઈ ગયું છે. કસબને દેહાંતદંડ અપાઈ ચૂક્યો છે ત્યારે હવે દેશ સંસદ પર હુમલો કરનારા આતંકવાદીઓને મદદરૃપ થનારા અફઝલ ગુરુને ક્યારે ફાંસી આપવામાં આવે તેની રાહ જોઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અફઝલ ગુરુને ૨૦મી ઓક્ટોબર ૨૦૦૬ના રોજ ફાંસી આપવાનું નક્કી થયું હતું, પરંતુ તેના પર સ્ટે મૂકવામાં આવતા આજ સુધી તેની ફાંસી ટળી રહી છે.
જૂન ૨૦૧૨ના રોજ જાહેર થયું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં ૩૫ અપરાધીઓની ફાંસી રદ કરી હતી. તેમાં ૧૬ વર્ષની છોકરી પર બળાત્કાર ગુજારનારા અપરાધીનો પણ સમાવેશ થતો હતો. આ હકીકત જાહેર થતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

 

ભારતના છેલ્લા જલ્લાદની છેલ્લી ઇચ્છા કસબને ફાંસી આપવાની હતી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૧
૧૭ વર્ષ પહેલા નિવૃત્ત થયેલા ભારતના છેલ્લા જલ્લાદની ઇચ્છા કસબને ફાંસી આપવાની હતી. જોકે તેની ઇચ્છા પૂરી થાય એ પહેલા ગત ઓગસ્ટ મહિનામાં ૭૭ વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું. મુંબઈના ડીઆઇજી સ્વાતિ સાઠેએ ૩૦મી ઓગસ્ટે કહ્યું હતું કે 'કસબને પોલીસ દ્વારા જ ફાંસી આપવામાં આવશે.' અને એવું જ થયું હતું. એક પોલીસ અધિકારી દ્વારા જ કસબને ફાંસી આપવામાં આવી હતી.
નિવૃત્ત જલ્લાદના અવસાન બાદ ડીઆઇજીએ પાકિસ્તાની ત્રાસવાદીને પોલીસના હાથે જ ફાંસી આપવાની સ્પષ્ટતા કરી હતી
૩૩ વર્ષમાં ૧૦૧ ગુનેગારોને ફાંસીના માંચડે લટકાવીને નિવૃત્ત થયેલા અર્જુન ભિકા જાદવ નામના જલ્લાદે ૨૦૧૦માં પોતાના ગામથી મુંબઈ આવીને ઇન્સ્પેક્ટર જનરલને પત્ર લખીને ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે કસબને ફાંસીના માંચડે લટકાવવા માગે છે. તેણે કહ્યું હતું કે 'હું ભલે ઘરડો દેખાઉ, પરંતુ મારામાં કસબને ફાંસી આપવાની શારીરિક અને માનસીક ક્ષમતા છે.'
ઉલ્લેખનીય છે કે ભારતમાં હજી એવા કેટલાક લોકો છે કે જે જરૃર પડયે જલ્લાદ તરીકે સેવા આપવા તત્પર છે, પરંતુ અર્જુન ભિકા જાદવ દેશના એકમાત્ર ફુલટાઇમ જલ્લાદ હતા.
ગત ઓગસ્ટમાં સોલાપુરના મોહોલ તાલુકામાં તેમનું અવસાન થઈ ગયું હતું. તેમની પુત્રવધુએ કહ્યું હતું કે 'તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે ડોક્ટરને સતત વિનંતી કરતા હતા કે મને જલ્દી સાજો કરી દો. મારે કસબને ફાંસીએ લટકાવવો છે.'
તેમણે પ્રથમ ફાંસી ૧૯૬૫માં અને આખરી ફાંસી ૧૯૯૫માં આપી હતી. તેમના પિતા પણ ફાંસી આપવાનું કામ કરતા હતા. ફાંસી આપવાના કામને ઘૃણાની દ્રષ્ટિથી જોવામાં આવે છે એ બાબતનું અર્જુન ભિકાને પારાવાર દુઃખ હતું. આથી જ તેઓ તેમના પુત્રોને ફાંસીના વ્યવસાયમાં જોતરવા માગતા નહોતા.
આતંકવાદી જૂથો તથા દેહાંતદંડ પામેલા ગુનેગારોના પરિવારજનો દ્વારા અર્જુન બિકા પર અનેક વખત હુમલા થયા હતા. આથી જ તેઓ પુણે છોડીને ગામડાંમાં રહેવા ચાલ્યા ગયા હતા. એક વખત તેમના પર થયેલા હુમલામાં તેમના બે પુત્રો તેમનાથી વિખૂટા પડી ગયા હતા, જેઓ આજ દિન સુધી મળ્યા નથી.
કસબને ફાંસી આપવાના મામલે સ્વાતી સાંઠેએ ગત ઓગસ્ટમાં કહ્યું હતું કે 'ગુનેગારોને જલ્લાદ દ્વારા ફાંસી આપવામાં આવે એ હવે ફિલ્મી વાત બની ગઈ છે. હકીકતમાં એવું રહ્યું નથી. હવાલદાર કે સિપાહી કક્ષાના પોલીસ કર્મચારીઓ આ કામ માટે તૈયાર જ હોય છે. જો મને કસબને ફાંસી આપવાનું કહેવામાં આવશે તો હું પણ આ કામ કરવામાં જરાય ખચકાટનો અનુભવ કરીશ નહીં.'
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન આર. આર. પાટિલે કહ્યું હતું કે 'કસબને ફાંસીના માંચડે લટકાવવાનું કામ કરવા માટે પોલીસ અધિકારીઓ અને વકીલો સહિત અનેક લોકોએ તત્પરતા દાખવી હતી અને અમને અરજી પણ મોકલી હતી. જોકે આ કામ હવે માત્ર એક સ્વીચ દબાવવા પૂરતુ જ રહી ગયું હોવાથી એક પોલીસ અધિકારી દ્વારા જ તેને અંજામ આપવામાં આવ્યો હતો.'

 

કસાબ ખૂબ જ ચાલાક અને ગજબની રમૂજવૃત્તિ ધરાવતો
(પીટીઆઈ) મુંબઈ,તા.૨૧
૨૬/૧૧ના મુંબઈ પરના આતંકવાદી હુમલા બદલ આજે ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવેલા જેહાદી ટેરરિસ્ટ અજમલ કસાબે કેસની સુનાવણી વખતે રમૂજથી અને અજબ ગ્રહણશક્તિથી પોલીસ તેમ જ કોર્ટના ઓફિસરોને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. કસાબ એટલો ઈન્ટેલિજન્ટ હતો કે મરાઠી ભાષામાં પણ બોલતા શીખી ગયો હતો.
ચોથા ધોરણ સુધી જ ભણેલો હોવા છતાં મરાઠી પણ થોડું થોડું શીખી ગયો હતો
આર્થર રોડ જેલની અંદર ઉભી કરવામાં આવેલી બોમ્બપ્રુફ સ્પેશ્યલ કોર્ટમાં ૨૬/૧૧ના હુમલાની ટ્રાયલ ચાલતી હતી એ વખતે કસાબ બોધો નથી પણ ચાલાક છે એનો તરત ખ્યાલ આવી ગયો હતો.
ત્રણ વર્ષ પહેલાં કોર્ટમાં જ્યારે તેને તબિયત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે નાહી, નાહી, માલા તાપ નાહી (નહી નહી મને તાવ નથી)
કસાબ ઉર્દૂ પ્રાથમિક શાળામાં ચોથા ધોરણ સુધી ભણીને પછી ઊઠી ગયો હતો. છતાં ગજબની ગ્રહણશક્તિ ધરાવતો આ આતંકવાદી કોર્ટની સુનાવણી ધ્યાનથી કાને ધરીને ભાંગ્યાતૂટયા અંગ્રેજી શબ્દો અને થોડું મરાઠી પણ શીખી ગયો હતો.
તુમ્હી નિઘૂન જા (તમે નીકળી જાય) શબ્દ કસાબ શીખી ગયો હતો. એક વાર લંચ રિસેસ પડી ત્યારે કસાબે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવ નિકમને કહ્યું હતું તુમ્હી નિઘૂન જા... આ સાથે જ બંને ખડખડાટ હસી પડયાં હતાં.
સ્પેશ્યલ કોર્ટના જજ હતા એમ.એલ. તાહિલિયાની કોર્ટની કારવાઈ ચાલુ થાય અને કસાબને કોર્ટરૃમમાં લાવવામાં આવે ત્યારે અદલપૂર્વક જજ સાહેબને 'ગુડ મોર્નિંગ' કહેતો. કોર્ટમાં કોઈ સાક્ષી ઈંગ્લિશમાં જુબાની આવે ત્યારે તાહિલિયાની પૂછતા તને સમજાયું? (હેવ યુ ફોલોવ્ડ?) ત્યારે કસાબ સમજપૂર્વક માથુ નમાવી હા પાડતો હતો.
ઉજ્જવલ નિકમે જ એકવાર કહ્યું હતું કે કસાબ ખૂબ ઈન્ટેલિજેન્ટ છે અને ગજબની ગ્રહણશક્તિ ધરાવે છે. પાકિસ્તાનમાં તેને મિલિટરી ટ્રેનિંગ અપાઈ હતી એ કારણથી પણ કદાચ ખૂબ સજાગ બની ગયો હોય એ બનવાજોગ છે. એનો મૂડ પણ ક્યારેક ફરી જતો.
એકવાર મટન બિરિયાની ખાવા માટે તેણે બૂમાબૂમ કરી મૂકેલી. બીજા એક પ્રસંગે રક્ષાબંધનના તહેવાર વખતે બધાના હાથે રાખડીઓ બાંધેલી જોઈ કસાબે પૂછ્યું આ શું છે. કોર્ટના સ્ટાફે કહ્યું કે રક્ષાબંધનનો તહેવાર છે. આ તહેવારમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. આ સાંભળી કસાબે તરત પૂછ્યું કે મને કોઈ છોકરી આવીને રાખડી બાંધી જશે?

કસબના પાપે ગાદી ગુમાવનારા આર.આર.પાટિલે જ તેની ફાંસીની જાહેરાત કરી
અભૂતપૂર્વ ગુપ્તતા જાળવવાનો વ્યૂહ કોંગ્રેસનો હોવાનો સમીક્ષકોનો મત
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૧
૨૬/૧૧ના મુંબઈ પરના હુમલા બાદ 'બડે બડે શહેરોમેં ઐસે છોટે છોટે હાદસે હોતે રહતે હ' એવું સાવજ મૂર્ખામીભર્યું નિવેદન કરી નાયબ મુખ્ય પ્રધાનની ગાદી ગુમાવનારા આર.આર.પાટિલે જ નવી સરકારમાં ગૃહ પ્રધાન બન્યા પછી આજે આતંકવાદી અજમલ આમિર કસબની ફાંસીની સત્તાવાર જાહેરાત કરી હતી.
મુંબઈની હિફાઝત કરવામાં જેનાં હાથ હેઠાં પડયાં હતા એવી એ વખતની વિલાસરાવ દેશખુખની સરકારે જ જવું પડયું હતું. દેશમુખ તો આતંકવાદી હુમલા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા તાજમહાલ હોટેલમાં ગયા ત્યારે ફિલ્મકાર રામગોપાલ વર્માને પણ જાણે સાઈટ સીઈંગમા જતા હોય એમ ભેગા લઈ ગયા હતા. આને લીધે એટલો ઊહાપોહ થયો હતો કે દેશમુખે પણ ગાદી છોડવી પડી હતી.
પરંતુ મહારાષ્ટ્રના રાજકારણની બલીહારી જુઓ કે જે આર.આર.પાટિલ ગૃહ પ્રધાન તરીકે આતંકવાદીઓ સામે લોકોનું રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ ગયા હતા અને જેમણે ગાદી છોડવી પડી હતી એ જ આર.આર.પાટિલ ફરી જયારે કોંગ્રેસ-એનસીપીની સત્તા આપી ત્યારે ગૃહ ખાતું સંભાળીને બેસી ગયા હતા.
પચીસ વર્ષના પાકિસ્તાની આતંકવાદી કસબને આજે સવારે સાડા સાતે પુણેની હાઈસિક્યોરિટી પ્રિઝન યરવડામાં ફાંસી આપનામાં આવી છે એવી સત્તાવાર જાહેરાત આબા ઊર્ફે પાટિલે કરી હતી. જો કે આમાં જાહેરાત કરવાથી એનસીપીના આ નબળા નેતા કરીકે જાણીતા ગૃહ પ્રધાનને કોઈ માઈલેજ મળે એવું રાજકીય સમીક્ષકો માનતા નથી. કારણ કે અભૂતપૂર્વ ગુપ્તતા વચ્ચે આ આખુંય ઓપરેશન 'એક્સ' (ફાંસીનો અમલ) પાર પાડવાની સ્ટ્રેટજી કોંગ્રેસની જ હતી એવું સહુનું માનવું છે. એ જોતા પૃથ્વીરાજ ચવ્હાણ જશ ખાટી શકે એમ છે. બાકી એનસીબીને કોઈ ફાયદો થાય એમ નથી.

 

દિવાળી બાદ બીજી દિવાળી
મહારાષ્ટ્રભરમાં કસબની ફાંસીની ખબરને ફટાકડાં ફોડી ધડાકાભેર વધાવાઈ
ન્યૂઝ ચેનલો ગાજતી રહી અને એસએમએસ ફરતા રહ્યા ઃ યરવડા જેલની બહાર જોરશોરથી ઊજવણી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૧
આજથી બરાબર ચાર વર્ષ પહેલાં ૨૬/૧૧ના મુંબઈ પરના આતંકવાદી હુમલા વખતે મોતનું તાંડવ ખેલી જીવતા ઝડપાયેલા નરરાક્ષસ અજમલ આમિર કલબને આજે ફાંસીને માંચડે ચડાવી દેવામાં આવતા જાણે આખા ભારતે રાહતનો શ્વાસ લીધોે હતો. જો કે ફટાફટ ફાંસીના આ ખેલ પાછળ કોંગ્રેસી રાજકારણની વાત છાની નહોતી રહી. ચારે તરફથી ભીંસમાં આવેલી કોંગ્રેસી આગેવાની હેઠળની સરકારે બરાબર લાગ જોઈને કસબને ફાંસીને માંચડે ચડાવી પોતે પણ થોડી રાહતનો શ્વાસ લીધો હોવાની પ્રતક્રિયા લોકો પાસેથી જાણવા મળી હતી.
દિવાળી પછી બીજી દિવાળીની જેમ ગામેગામ લોકોએ કસબના ફાંસીના સમાચાર મળતાની સાથે જ ફટાકડા ફોજીને ધૂમધડાકા સાથે ઊજવણી કરી હતી. મુંબઈ, પુણે, નાશિક અને ઔરંગાબાદ સહિત બધે જ નરસંહારક કસબના મોતની રીતસર ઊજવણી કરવામાં આવી હતી. કયાંક મીઠાઈઓ વહેંચાઈ હતી, ક્યાંક ફટાકડાના ધૂમધડાકા થયા હતા, કયાંક ગરીબોને દાન આપવામાં આવ્યું હતું તે કયાંક આ પાપીજીવથી ધરતી મુક્તિ થઈ એ માટે ધાર્મિક સ્થળે જઈને સર્વશક્તિમાન ઈશ્વરનો આભાર માનવામાં આવ્યો હતો.
પુણેની યરવડા જેલની બહાર આજ સવારથી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ફટાકડા ફોડયા હતા. પાકિસ્તાનનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. કેટલાય ઉત્સાહીઓએ તો મીઠાઈના પેકેટ ખુલ્લા મૂકી લોકોનાં મોં મીઠા કરાવ્યા હતા.
શિવસેનાના સમર્થકોએ જણાવ્યું હતું કે યુપીએ સરકારે કસબને ફાંસીએ ચડાવીને સેનાસુપ્રીમો બાળાસાહેબ ઠાકરેને સાચી અંજલી આપી છે.
ભારતીય જનતા પક્ષના સમર્થકોએ કસબની ફાંસીને આવકારી સાથેસાથે પૂછયું હતું કે સરકાર સંસદભવન પર હુમલો કરનારા અફઝલ ગુરૃને કયારે ફાંસીએ લટકાવશે?
સવારથીા ટીવી ઉપર જુદી જુદી ચેનલો પર કસબ છવાઈ ગયો હતો. બધી ચેનલો પર બ્રેકિંગ ન્યુઝની જ ભરમાર હતી. 'કસબને ફાંસી' ે એક જ વાક્ય અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠી સહિત દેશની તમામ ભાષાઓની ચેનલો પર ચમકવા માંડયા હતા. સવારથી એકબીજાને એક જ એસએમએસ કરવામાં આવતો હતો 'કસબને ફાંસી' શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના શનિવારે અવસાન અને રવિવારે અંતિમસંસ્કાર વખતે જેમ ન્યૂઝ ચેનલોની વ્યુઅરશીપ વધી ગઈ હતી એમ આજે બુધવારે સવારથી જ લોકો ટીવી સામે નજર ચોંટાડી બેસી ગયા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં તો બ્લેક બોર્ડ ઊપર ફાંસીના સમાચાર લખવામાં આવ્યાં હતાં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved