Last Update : 22-November-2012, Thursday

 

અંતિમ સમયે ભૂલ સમજાતાં કસાબ બોલી ઊઠયો ઃ અલ્લાહ કસમ, ઐસી ગલતી દુબારા નહીં હોગી
'જલ્લાદ' કસાબને ફાંસી ઃ સમગ્ર દેશ અચરજમાં

રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવતાં ઓપરેશન એક્સ નામના ગુપ્ત મિશન અંતર્ગત સવારે ૭ઃ૩૬ કલાકે યરવડા જેલમાં ફાંસી અપાઈ

(પી.ટી.આઈ.) પૂણે, તા. ૨૧
નાગરિકો પર જલ્લાદ બનીને ત્રાટકેલા અજમલ કસાબનો હિસાબ અંતે આજે જલ્લાદે જ સર કર્યો ! વર્ષ ૨૦૦૮ની ૨૬મી નવેમ્બરે મુંબઈ પર હમલો કરીને ૧૬૬ નિર્દોષ નાગરિકોનો ભોગ લેનારા આતંકવાદીઓમાંથી જીવતા પકડાયેલા એક માત્ર આતંકવાદી અજમલ કસાબને અંતે ફાંસીએ ચડાવી દેવાયો છે. પુણેની યરવડા જેલ ખાતે કસાબની ફાંસીના 'ટોપ સિક્રેટ ઓપરેશન એક્સ'ને પાર પડાયું હતું. કસાબની દફનવિધિ પણ યરવડા જેલમાં જ કરી દેવાઇ હતી.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન આર. આર. પાટિલે જણાવ્યું હતું કે ૨૫ વર્ષીય અજમલ કસાબને સવારે ૭ઃ૩૬ કલાકે ફાંસી અપાઇ હતી અને પાકિસ્તાનને કસાબની ફાંસી અંગે માહિતગાર કરી દેવાયું છે. મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે કસાબને યરવડા જેલના સંકુલમાં જ દફનાવી દેવાયો હતો. પાકિસ્તાની આતંકવાદી કસાબની કોઇ અંતિમ ઇચ્છા નહોતી.
કસાબને તેનો પક્ષ રજૂ કરવાની તમામ અદાલતી તક અપાઇ હતી. સર્વોચ્ચ અદાલતે પણ તેની ફાંસીની સજા યથાવત રાખતા તેણે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી. પાંચમી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ તેની દયાની અરજી નકારી કાઢતાં કસાબ સામેના બચવાના તમામ દરવાજા બંધ થયા હતાં. ૨૬/૧૧ ના હુમલા બાદ ધરપકડ થઇ ત્યારથી કસાબને મુંબઇની આર્થર રોડ જેલમાં બનાવાયેલી ખાસ બુલેટપ્રુફ કોટડીમાં રખાયો હતો. અતિ ચુસ્ત સલામતીવાળી આ કોટડીમાંથી તેને ૧૮ અને ૧૯મી નવેમ્બરની રાત્રે યરવડા જેલમાં ખસેડાયો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ આ અતિગુપ્ત 'ઓપરેશન X (એક્સ)' અંગે જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રપતિએ પાંચમી નવેમ્બરે કસાબની દયાની અરજી રદ્ કર્યા બાદ મેં સાતમી તારીખે તેના પર હસ્તાક્ષર કર્યા હતાં અને આઠમીએ મહારાષ્ટ્ર સરકારને ફાંસીની સજાનું પગલું ભરવા કહેવાયું હતું. અને ત્યાર બાદ ૨૧મી નવેમ્બરના રોજે સવારે ૭ઃ૩૬ કલાકે તેને ફાંસી આપવાનો નિર્ણય લેવાયો હતો. તમામ પ્રક્રિયાઓ તેના પૂર્વનિર્ધારિત આયોજન મુજબ આજે પૂર્ણ થઇ છે. આખું મિશન તદ્ન ગુપ્ત રખાયું હતું.'
વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે કાયદાકીય જરૃરીયાત મુજબ કસાબની ફાંસીની માહિતી પાકિસ્તાન સરકાર અને કસાબના પરિવારને આપી દેવાઈ છે. જેલના અધિકારીઓના કહેવા મુજબ ફાંસીની થોડી ક્ષણો અગાઉ કસાબ ઘણો હતાશ જણાતો હતો પણ તેને શાંતિથી ઇબાદત કરી હતી. કસાબે ફાંસી અગાઉ તેના પરિવારને જાણ કરવાની વિનંતી કરી હતી અને જેલના સત્તાવાળાઓએ તેને માન્ય રાખી હતી.
૧૯મી નવેમ્બરે પૂણેની યરવડા જેલમાં લઇ જતાં અગાઉ કસાબે તેના ડેથ વોરંટ પર હસ્તાક્ષર પણ કર્યાં હતાં. દયાની અરજી નકારી કઢાઈ હોવાથી ૨૧મીએ ફાંસી અપાશે તેવી જાણ પણ કસાબને કરી દેવાઈ હતી. સમગ્ર ઓપરેશનની ગુપ્તતા જળવાય તે માટે મુંબઇ પોલીસ અને ૨૦૦૯થી કસાબનું રક્ષણ કરતાં ITBP ના ૨૦૦ કમાન્ડોને પણ કંઇ જાણ કરાઇ નહોતી.

કસાબની ફાંસી અંગે સોનિયા ગાંધીને જાણ નહોતી કરાઈ
નવી દિલ્હી, તા. ૨૧
ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ આજે જણાવ્યું હતું કે, કસાબની ફાંસી અંગે યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીને જાણકારી આપવામાં આવી નહોતી.

કસાબને રાખવા પાછળ પચાસ કરોડ રૃપિયાથી વધુ ખર્ચાયા
મુંબઈ, તા. ૨૧
થોડા સમય અગાઉ જાહેર માહિતી અનુસાર કસાબને જેલમાં ખાસ સુરક્ષા પૂરી પાડવા પાછળ મહારાષ્ટ્ર સરકારને ૫૦ કરોડથીયે વધુ ખર્ચ થયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈની આર્થર રોડ જેલ ખાતે કસાબની ખાસ સુરક્ષા ખર્ચ, કાનૂની અધિકારીઓનો ખર્ચ, ખાસ સરકારી વકીલનો ખર્ચ અને ન્યાયમૂર્તિ તેમજ વકીલોની સુરક્ષા પાછળનો ખર્ચ ગણતા આશરે ૪૩ કરોડ રૃપિયા વપરાયાં હતાં. ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ની સૂચના અનુસાર કસાબ માટે જેલમાં સ્પેશ્યલ સેલ તૈયાર કરવાનો ખર્ચ આઠ કરોડ રૃપિયા થયો હતો.
શિંદેએ જણાવ્યું હતું કે, કસાબને ફાંસી આપવાની સમગ્ર બાબત અત્યંત ગુપ્ત રખાઈ હતી અને એ અંગે માત્ર જૂજ લોકોને જાણકારી હતી. શિંદેએ કહ્યું હતું કે આ અંગે કોંગ્રેસની કેન્દ્રિય કમિટી સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી શિંદેએ જણાવ્યું હતું કે, અદાલતે કસાબને ફાંસી આપવાની તારીખ નક્કી કરી હતી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કસાબને ફાંસી આપવાની કામગીરી તાકીદે પાર પાડવા સૂચના આપી હતી.

બુધવારે હુમલો ઃ બુધવારે જ કસાબને ફાંસી
(પી.ટી.આઇ.) મુંબઈ, તા. ૨૧
આતંકવાદી અજમલ કસાબને આજે બુધવારે ફાંસી અપાતા બુધવારનો દિવસ કસાબના જીવનમાં મહત્ત્વનો પુરવાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, કસાબ લશ્કર-એ-તોયબાના અન્ય ૯ આતંકવાદીઓ સાથે બુધવારના દિવસે જ મુંબઈમાં પ્રવેશ્યો હતો અને આતંક મચાવ્યો હતો.
પૂણેની યરવડા જેલમાં કસાબને બુધવારે સવારે ૭-૩૦ વાગે ફાંસી અપાઈ, ૨૬મી નવેમ્બર ૨૦૦૮નો એ ગોઝારો દિવસ પણ બુધવાર જ હતો જ્યારે કસાબ અને તેના નવ આતંકવાદી સાથીદારો સાંજે કોલાબાની કોલીવાડા કોલોની ખાતે પ્રવેશ્યા હતા અને મુંબઈ ખાતે આતંકી હુમલાની હારમાળા સર્જી હતી. કસાબને એ જ રીતે મુંબઈ પોલીસે મરીન ડ્રાઇવ ખાતેથી ઝડપી લીધો હતો.

કસાબના મૃતદેહને યરવડા જેલમાં દફનાવાયો
મુંબઈ, તા. ૨૧
મુંબઈ હુમલાના ગુનેગાર આતંકવાદી મોહમ્મદ અજમલ આમિર કસાબને બુધવારે સવારે પુણેની યરવડા જેલમાં ફાંસી અપાયા બાદ યરવડા જેલમાં જ દફનાવવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર. આર. પાટિલ અને કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ પુણેની યરવડા જેલમાં સવારે ૭-૩૦ વાગે કસાબને ફાંસી અપાઈ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. કસાબને ફાંસી અપાયા બાદ જેલના ડોક્ટરોએ તેના શરીરની તપાસ કરીને મૃત જાહેર કર્યો હતો. બાદમાં કસાબને યરવડા જેલમાં જ એક કબર ખોદીને દફનાવવામાં આવ્યો હતો.

મુંબઈ હુમલાનો ગુનેગાર કસાબ કેદી નં. સી-૭૦૯૬
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૧
અજમલ કસાબના સમગ્ર જેલવાસ દરમિયાન સી-૭૦૯૬ નંબર તેની ઓળખ બની રહ્યો હતો. કસાબને ફાંસીને લગતા દસ્તાવેજોમાં પણ આ જ નંબર દર્શાવવામાં આવ્યો હતો.
પુણેની યરવડા જેલ ખાતે આજે ફાંસીએ લટકાવાયેલા કસાબની ઓળખ સી-૭૦૯૬ તરીકે જ કરવામાં આવતી હતી. રાષ્ટ્રપતિએ કસાબની દયાની અરજીને નકારી કાઢ્યા બાદ તેને ફાંસી આપવાને લગતા અધિકૃત દસ્તાવેજોમાં પણ સી-૭૦૯૬ નંબરનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આર્થર રોડ જેલના સત્તાવાળાઓએ કસાબને સી-૭૦૯૬ નંબર આપ્યો હતો અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ નંબરને લગતી ફાઇલો હાથ પર લેવાની સત્તા સુરક્ષા વ્યવસ્થામાંના માત્ર ટોચના અધિકારીઓને જ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કસાબને મુંબઈથી પૂણેની યરવડા જેલમાં ટ્રાંસફર કરાયો ત્યારે પણ સમગ્ર હિલચાલ દરમિયાન સંકેતોની આપ-લે કરવા કસાબનો ઉલ્લેખ આ નંબરથી જ કરવામાં આવતો હતો.

કસાબ સદાબહાર ગાયક મૂકેશના ગીતોનો ચાહક હતો
(પી.ટી.આઇ.) મુંબઈ, તા. ૨૧
અજમલ કસાબના વકીલ અમીન સોલકરે જણાવ્યું હતું કે, કસાબ દંતકથારૃપ ગાયક મૂકેશનો ચાહક હતો અને કાનૂની કાર્યવાહી દરમિયાન ઘણીવાર એમના ગીતો ગણગણતો હતો.
સોલકરે જણાવ્યું હતું કે, આર્થર રોડ જેલ ખાતે કસાબને કાનુની વાટાઘાટો વખતે હું મળતો ત્યારે ઘણી વખત તે મુકેશનું ગીત 'હમ છોડ ચલે હૈ મેહફિલ કો, યાદ આયે કભી તો મત રોના' ગણગણતો. સોલકરે કહ્યું હતું કે, કસાબ મોહમ્મદ રફીનું એક ગીત પણ અવારનવાર ગાતો હતો જે તેમને યાદ નથી આવતું.
સોલકરના જણાવ્યા મુજબ કસાબ શાંત મગજનો હતો અને તેમને તે ક્યારેય આક્રમક કે હિંસક જણાયો નહોતો. તેમણે કહ્યું હતું કે, અમારી મુલાકાતો દરમિયાન માત્ર એક વખત એવું બન્યું હતું કે ધર્મના મુદ્દે ચર્ચા કરતી વખતે તે નારાજ થઈને ચાલતો થઈ ગયો હતો અને પોલીસે તેને બેડીઓ પહેરાવી હતી. તેમણે કહ્યું હતું કે, કસાબ તેને જેલમાં વર્તમાનપત્રો વાંચવા મળે એ માટે વિનંતી કરી હતી.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન રહેમાન મલિકનું નિવેદન
કસાબનો મૃતદેહ લેવા માટે તેના કોઇ સ્વજને દાવો કર્યો નથી
(પી.ટી.આઇ.) ઇસ્લામાબાદ, તા. ૨૧
આતંકવાદી અજમલ કસાબને ફાસીના માચડે ચડાવી દેવાના નિર્ણય અંગેના પત્રને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હોવાના ભારતના દાવાને પાકિસ્તાને ફગાવી દીધો છે. તેણે કહ્યું છે કે ભારતની એ નોંધ તેને મળી ગઇ છે અને તેની રિસીપ્ટ પણ આપી દીધી છે. અજમલનો મૃતદેહ લેવા માટે તેના કોઇ સગાવાળાએ દાવો કર્યો નથી તેમ તેણે ઉમેર્યું છે.
કસાબને ફાસી અંગેના ભારતના પત્રને અમે સ્વીકાર્યો છેઃ ખાન
આજે સવારે કસાબને જેલમાં ફાસીએ ચડાવી દેવા અંગેનો પ્રતિસાદ આપતાં પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા મોઅઝ્ઝમ ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાન તમામ મોરચે આતંકવાદને વખોડવાની તેની સ્થિતિને વળગી રહ્યું છે. અમે આ અંગે સહકારની ભાવનાને દાખવીએ છીએ. તેને નાબૂદ કરવા માટે અમે તમામ દેશો સાથે સહકાર સાધી રહ્યા છીએ.
ભારતે કસાબને ફાસી આપવા અંગે આગોતરી જાણ કરી હતી પરંતુ પાકિસ્તાને તે અંગેના પત્રને સ્વીકાર્યો ન હતો. તે અંગે ખુલાસો કરતાં તેમણે કહ્યું હતું કે આ અહેવાલો પાયાવિહોણાં અને ખોટા છે. અમને એ નોંધ મળી છે અને અમે તેને સ્વીકારી પણ છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન રહેમાન મલિકે જણાવ્યું હતું કે કસાબનો મૃતદેહ પાછો લાવવા માટે તેના સ્વજનથી કોઇ વિનંતિ સાપડી નથી. જો તેના પરિવારનો સભ્ય તેને મેળવવા માટે અનુરોધ કરશે તો અમે તે મુદો ભારત સરકાર સાથે ઉઠાવીશું.
મલિકે પણ આતંકવાદ સામેના યુધ્ધને તેમનો દેશ વળગી રહેશે તવો પુનરોચ્ચાર કર્યો હતો. 'જ્યાં સુધી કસાબને ફાસીએ લટકાવવાનો સવાલ છે તો તમે જાણો છો કે અમે આતંકવાદની વિરૃધ્ધમાં છે. જો કોઇ આતંકવાદી છે અને તેણે અ પ્રકારનું કૃત્ય કર્યું હોય તો તેનો આ પ્રકારનો યોગ્ય અંત થવો જ જોઇએ.' તે તેમણે કહ્યું હતું.

કસાબને ફાંસી આપતા પૂર્વે યરવડા જેલ ફરતે કિલ્લેબંધી
(પીટીઆઇ) પૂણે, તા. ૨૧
પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કસાબને પૂણેની યરવડા જેલમાં ફાંસી આપવાની છે. તેવા સમાચાર ફેલાતા જ યરવડા જેલની આસપાસ લોકટોળા એકત્ર થવાનું ચાલુ થઇ ગયું હતું. જોકે જેલ ફરતે સઘન સુરક્ષા વ્યવસ્થા અગાઉથી જ ગોઠવી દેવાઇ હતી. જ્યારે જેલ સત્તાવાળાઓએ એક સુત્ર અપનાવ્યું હતું 'મોઢું બંધ કામ ચાલુ' પરિણામે ત્યાંથી પત્રકારોને કોઇ જ વિગત મળવી મુશ્કેલ હતી.
જેલ સત્તાવાળાઓએ સખત મૌન વચ્ચે કઠોર ફરજ અદા કરી
જોકે જેલ ફરતે એકત્ર થયેલા શિવસેનાના કાર્યકરોએ વંદે માતરમ્ અને અફઝલ ગુરૃને પણ આ પ્રકારની જ સજા સત્વરે આપવાના સુત્રો પોકાર્યા હતા. ઈન્સ્પેકટર જનરલ ઓફ પાઈઝન (મહારાષ્ટ્ર) મીરન બોરવણકરે પણ આ મુદ્દે કંઇ જ માહિતી આપવા ઈન્કાર કર્યો હતો. પણ ધીમે ધીમે એ બાબત સ્પષ્ટ થતી ગઇ હતી કે કસાબને ફાંસી અપાઇ ચૂકી છે અને હવે તેના મૃતદેહને યોગ્ય રીતે અવ્વલ મંઝીલ પહોંચાડવાના પગલાઓ વિચારવામાં આવી રહ્યા છે.
કસાબની અંતિમ ક્ષણો સંદર્ભે અલગ-અલગ સમાચાર પ્રસારીત થઇ રહ્યા હતા. એક અહેવાલ અનુસાર મૃત્યુ પૂર્વે કસાબનો ચહેરો ભાવહીન સપાટ હતો. તો બીજા અહેવાલ અનુસાર કસાબે એવી ઈબાત કર્યાનું કહેવાય છે કે આ ભૂલ માટે અલ્લાહ મને માફ કરે. હવે કદી આવી ભૂલ નહીં થાય. ફીટ ૭ઃ૩૦ કલાકે નાગપુરથી આવેલા ફાંસીગરે ફાંસીના પાટીયાનું લીવર ખેંચી લેતા પગ નીચેના પાટીયા ખસી જતા કસાબ ગળા ફરતા ગાળીયાના સહારે લટકી, થોડીવાર તરફડીને શાંત થઇ ગયો હતો. ડોકટરે તેને ચકાસીને મૃત્યુ પામેલો જાહેર કરતા ફાંસીની કમાનેથી ઉતારી લેવાયો હતો.

 

કસાબના અંતિમ શબ્દો અંગે અલગ-અલગ મત
યે મેરી ગલતી થી, અલ્લાહ કસમ ઐસી ગલતી દુબારા નહીં હોગી
અન્યને મૃત્યુની આગોશમાં સુવાડનારને સ્વયંનું મોત નજર સામે જણાય ત્યારે જ્ઞાાન જાગે છે
પૂણે, તા. ૨૧
ફાંસી આપતા પૂર્વે કસાબની વર્તણુંક સંદર્ભે અલગ અલગ અહેવાલો પ્રગટ થઇ રહ્યા છે. એક અહેવાલ અનુસાર તેણે કોઇ અંતિમ ઈચ્છા વ્યક્ત કરી ન હતી. તો અન્ય એક અહેવાલ અનુસાર કસાબે તેના મૃત્યુની તેની માતાને જાણ કરવા સત્તાવાળાઓને વિનંતી કરી હતી. જે અનુસાર તેની માતાને જાણ કરી દેવાઇ હતી. જોકે અંતિમ સમયે તેણે કબુલ્યું હતું કે આ મારી ભૂલ થઇ હવે આવી ભૂલ બીજી વાર નહીં થાય.
અન્ય એક અહેવાલ અનુસાર કસાબને ફાંસી અપાઇ ત્યારે તે ભાવશૂન્ય હતો. બીજા એક સમાચાર અનુસાર તેણે સવાલ કર્યો હતો કે 'મારા આ ગુનાને અલ્લાહ માફ કરશે?'' જ્યારે અન્ય એક અહેવાલ અનુસાર તેણે ઈબાદત કરી હતી કે અલ્લાહ કલમ ઐસી ગલતી દુબારા નહીં હોગી.
જોકે અન્યને ધણધણતી મશીનગને મૃત્યુની આગોશમાં સુવડાવી દેનારા ત્રાસવાદીને પણ જ્યારે તેનું મૃત્યુ નજર સામે દેખાય ત્યારે પરસેવો છુટી જતો હોય છે. તે ન્યાયે જ્યારે કસાબને યરવાડા જેલમાં ખસેડાયો ત્યારથી જ મૃત્યુ તેની નજર સામે નાચવા લાગ્યું હતું. તેને ખાત્રી થઇ ગઇ હતી કે આ યાત્રા આખરી અંજામ તરફ છે અને તેથી જ તેણે રટણ ચાલુ કરી દીધું હતું કે ઐસી ગલતી દુબારા નહીં હોગી.

 

ભાગી રહેલા કસાબને પોલીસ તુકારામે પકડેલો
મુંબઈ, તા. ૨૧
૨૦૦૮ની ૨૬મી નવેમ્બરના રોજ મુંબઈ પરના હુમલામાં જીવતા પકડાયેલા એક માત્ર આતંકવાદી અજમલ આમીર કસાબને આજે ફાંસી આપી દેવાઈ. આજનો દિવસ ભારતીય ન્યાય પ્રણાલી અને સમગ્ર દેશ માટે ઘણો મહત્ત્વનો છે. પરંતુ આ દિવસ લાવવા પાછળ સૌથી મોટી ભૂમિકા મુંબઈ પોલીસના એ.એસ.આઇ. તુકારામ ઓમ્બળેની હતી. તુકારામે જ હુમલા દરમિયાન જાનની ચિંતા કર્યા વગર કસબને પકડયો હતો. મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે ત્રણ પોલીસ અધિકારીઓની હત્યા બાદ બેફામ ગોળીબાર કરીને પોલીસ કારમાં ભાગેલા અજમલ કસાબ અને તેના સાથી ઈસ્માઈલને તુકારામે જ રોક્યા હતા. કોઈપણ સશસ્ત્ર વગર માત્ર હિંમતના સથવારે મેદાનમાં ઉતરેલા તુકારામે કસાબને પકડી રાખ્યો. કસાબની ધરપકડ થઈ તે પહેલા તેણે બેફામ ગોળીબાર કર્યો હતો. અંતે કસાબ તો પકડાઈ ગયો પણ ગોળીઓ વાગવાના કારણે તુકારામ શહિદ થઈ ગયા. તેમને મરણોત્તર અશોકચક્ર એનાયત થયું હતું.
પાકિસ્તાનથી મુંબઈ પર 'ત્રાટકેલા' ૧૦ આતંકવાદીઓએ ૨૬/૧૧ના હુમલામાં ૧૬૬ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા. તેમાં કેટલાક વિદેશી નાગરિકો પણ હતાં.
અજમલ કસાબ અને તેના સાથીઓનો હુમલો ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો.

 

સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી ન હતી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૧
મુંબઈ ઉપરના ત્રાસવાદી હુમલામાં એક માત્ર જીવતા પકડવામાં આવેલાં ત્રાસવાદી અજમલ કસાબને મુંબઈની આર્થર રોડ જેલમાંથી ખસેડી ફાંસી આપવા યરવડા જેલમાં લઈ જવામાં આવ્યો તેની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી ન હતી તેમ જ કસાબના સેલની બહાર પહેરો ભરતાં ૩૦૦ ઈન્ડોતિબેટિયન બોર્ડર પોલીસને પણ ખબર નહતી. કે તેઓ છેલ્લાં બે દિવસથી કસાબના ખાલી સેલની બહાર પહેરો ભરી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારે સંયુક્ત રીતે પાર પાડેલાં ઓપરેશનને એટલી હદે ગુપ્ત રખાયં ુ હતું કે કસાબની સેલ ફરતે ૨૪ કલાક પહેરો ભરતાં ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી.
ઈન્ડોતિબેટ બોર્ડર પોલીસે બે દિવસ ખાલી સેલનો પહેરો ભર્યો!
૧૯ નવેમ્બરે કસાબને ફાંસીને માંચડે લટકાવવા આર્થર રોડ જેલથી યરવડા જેલમાં લઈ જવામાં આવ્યો તે પૂર્વે તેની પાસે ડેથ વોરન્ટ ઉપર સહી કરાવવામાં આવી હતી. વરિષ્ઠ જેલ અધિકારીએ કસાબને તેના સેલમાં ડેથ વોરન્ટ વાંચી સંભળાવવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેની દયાની અરજી ફગાવી હોવાની માહિતી પણ આપવામાં આવી હતી.
ઈન્ડોતિબેટ બોર્ડર પોલીસને કસાબ સેલમાં નથી તેની ગંધ ન આવે તે માટે કસાબનું પૂતળું અંદર મૂકવામાં આવ્યું હોઈ શકે એવી અટકળો થઈ રહી છે. આજે સવારે જ્યારે ટી.વી. ચેનલો ઉપર કસાબની ફાંસીના સમાચાર ફેલાયા ત્યારે બોર્ડર પોલીસના જવાનો દંગ થઈ ગયા હતા.
મુંબઈ ઉપર હુમલો કરનારા 'દસ ત્રાસવાદીઓમાંના એક અજમલ કસાબને હુમલો કરવા બદલ કોઈ અફસોસ દેખાતો નહોવાનું જેલના સૂત્રોએ જણાવ્યું હતું.
આર્થર રોડની જેલમાંથી બોર્ડર પોલીસની જાણ બહાર કસાબને કઈ રીતે લઈ જવામાં આવ્યો તે વિશેકુતૂહલ ઊભું થયું છે.

 

ફાંસીગરની ભૂમિકા નિભાવનારા પોલીસને રૃા.૫,૦૦૦નું ઇનામ
(પીટીઆઇ) મુંબઈ,તા.૨૧
અજમલ આમિર કસાબને ફાંસી આપનારા પોલીસ અધિકારીને સરકાર દ્વારા રૃા.૫,૦૦૦નું ઇનામ આપવામાં આવ્યું છે. જોકે આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તેમને ફાંસી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, પરંતુ કોને ફાંસી આપવાની છે એ વિશે તેમને ફાંસીની થોડી મિનિટો પહેલાં જ જાણ કરવામાં આવી હતી.
મામલાની સંવેદનશીલતા તથા સુરક્ષા સામેના ખતરાને ધ્યાનમાં રાખીને ફાંસીગરનું નામ ગુપ્ત રખાયું
યરવડા જેલમાં આજે અજમલ કસાબને ફાંસીના માંચડે ચડાવનારા પોલીસ અધિકારીને સરકાર દ્વારા રૃા.૫,૦૦૦ ચૂકવવામાં આવ્યા છે. ગૃહ પ્રધાન આર. આર. પાટિલે મુંબઈમાં પત્રકારોને કહ્યું હતું કે 'અગાઉ ફાંસીગરોને રૃા.૧૦ ચૂકવવામાં આવતા હતા. અત્યારે રૃા.૫,૦૦૦ ચૂકવવામાં આવ્યા છે. અનેક લોકોએ આ કામ મફતમાં કરી આપવા માટે તત્પરતા દર્શાવી અરજી કરી હતી, પરંતુ સરકારનું માનવું હતું કે સત્તાવાર વ્યક્તિ દ્વારા જ આ કામ થવું જોઇએ.'
ગૃહ પ્રધાને જણાવ્યું કે 'આ સમગ્ર કાર્યને 'ઓપરેશન એક્સ' નામ આપવામાં આવ્યું હતું. દેહાંતદંડમાં કોઇ વિઘ્ન ન આવે એ માટે તથા સુરક્ષા સામે ખતરો ટાળવા આ સમગ્ર ઓપરેશન ગુપ્ત રાખવામાં આવ્યું હતું.'
મેરઠ સેન્ટ્રલ જેલના જલ્લાદ મમ્મુ સિંહે પણ કસાબને પોતાના હાથે દેહાંતદંડ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ગત મે મહિનામાં તેનું મૃત્યુ થઈ જતા તેની આ ઇચ્છા અધૂરી રહી ગઈ હતી.
મમ્મુ સિંહે કહ્યું હતું કે 'કસાબે અત્યંત ઘૃણાસ્પદ અપરાધ આચર્યો છે. આથી તેને વહેલામા વહેલી તકે દેહાંતદંડ ફટકારવો જોઇએ.'
ઉલ્લેખનીય છે કે મમ્મુ સિંહ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસીએ ચડાવનારા કલ્લુ સિંહના પુત્રો હતા.
કસાબની ફાંસી એક હાઇ પ્રોફાઇલ મામલો હોવાથી ફાંસીગરનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. સરકારે નક્કી કર્યું હતું કે તેને બિનજરૃરી રીતે લાઇમલાઇટમ લાઇટમાં આવવાની કોઇ આવશ્યક્તા નથી.
એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે 'અમે ફાંસીગરને માત્ર એટલું જ કહ્યું હતું કે તારે એક આતંકવાદીને ફાંસી આપવાની છે. તેને છેક છલ્લી મિનિટે જાણ કરવામાં આવી હતી કે આ આંતકવાદી અજમલ કસાબ છે.'
કસાબ પહેલા મહારાષ્ટ્રમાં ૧૯૯૫માં ફાંસી આપવામાં આવી હતી. ૧૯૪૭થી અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં ૧૭ અપરાધીઓને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા છે.
અલિબાગ સ્થિત સુધાકર જોશીને ૨૬મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ યરવડા જેલમાં ફાંસીના ફંદા પર લટકાવવામાં આવ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved