Last Update : 22-November-2012, Thursday

 

ગુજરાતમાં સૌપ્રથમવાર ગાંધીનગરના
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત

એલ્યુમિનિયમની પ્લેટમાં નંબરો ઉપસાવેલા હોવા ઉપરાંત હોલમાર્ક લગાવેલો હશે ઃ વાહનમાં સ્નેપ લોકથી ફિટ કરાશે

ગાંધીનગર, તા. ૨૧
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર ગાંધીનગરની આરટીઓ દ્વારા સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ પ્રમાણે હાઇસિક્યોરીટી રજીસ્ટેશન નંબર પ્લેટની સિસ્ટમ ફરજિયાત કરી દેવામાં આવી છે.જેમાં નવા વાહનોના રજીસ્ટ્રેશનની સાથે જ વાહનના નંબરની પ્લેટ ફરજિયાત આરટીઓમાં બનાવવાની રહેશે.૧૮૦ ડિગ્રી તાપમાનમાં એલ્યુમિનિયમની ખાસ પ્લેટને ગરમ કરીને નંબર રેડીયમ સાથે ઉપસાવવામાં આવે છે. એટલુ જ નહી, આ પ્લેટમાં લેઝર માર્કિંગ નંબર ઉપરાંત હોલમાર્ક પણ લગાવવામાં આવે છે. તો સ્ક્રુના બદલે આ પ્લેટ સ્નેપ લોકથી વાહનમાં ફિટ કરી દેવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ગાંધીનગરની આરટીઓને કરોડો રૃપિયાના ખર્ચે મોડેલ આરટીઓ બનાવવામાં આવ્યા ઉપરાંત આ આરટીઓમાં અન્ય સિસ્ટમનો પણ પ્રારંભ કરીને પેપરલેશ આરટીઓ બનાવી દીધી છે. ત્યારે હવે નવાવર્ષથી ગુજરાતમાં સૌપ્રથમવાર ગાંધીનગર આરટીઓમાં હાઇસિક્યોરિટી રજીસ્ટેશન નંબર પ્લેટ ફરજિયાત કરી દેવામાં આવી છે. એટલે હવે નવા વાહન શો-રૃમમાંથી ખરીદ્યા બાદ આરટીઓમાં વાહનનો નંબર ઉપરાંત ત્યાંજ વાહનની હાઇસિક્યોરીટી નંબર પ્લેટ પણ બનાવી દેવામાં આવશે. એટલુ જ નહી. ક્યારેય ખુલી ન શકે તે રીતે આ નંબર પ્લેટને વાહનમાં આગળ અને પાછળની બાજુ સ્નેપ લોકથી ફિટ કરી દેવામાં આવશે. આ નંબર પ્લેટ સંપુર્ણ એલ્યુમિનિયમ છે. જેના પર ૧૮૦ ડિગ્રી તાપમાને નંબર ઉપસાવવામાં આવે છે.
આ નંબર રેડિયમ રીફ્લેક્ટીવ બેકગ્રાઉન્ડવાળો હોવાને કારણે રાત્રે પણ સ્પષ્ટપણે નંબર જોઇ શકાય તેમ છે. આ ઉપરાંત નંબર પ્લેટમાં એક યુનિક લેઝર માર્કિંગ નંબર રાખવામાં આવશે. જેનાથી વાહન અને તેના માલિકનો પણ પત્તો લાગી શકશે. આ સાથે પ્લેટમાં સેન્ટ્રલ વોટર વ્હિકલ રુલ્સ એક હોલમાર્ક પણ મુકવામાં આવ્યો છે. આ નંબર પ્લેટ ફક્ત ત્રણ મિનિટમાં બની જાય છે.
આમ, ગાંધીનગર આરટીઓમાં દરરોજ ૨૦૦ જેટલી નંબરપ્લેટ બનાવવામાં આવે છે. જેના માટે આરટીઓએ તેના નિયમ પ્રમાણે બાઇકના ૧૨૦ રૃપિયા તેમજ રીક્ષાના ૧૫૦ રૃપિયા જ્યારે કારના ૩૨૦ રૃપિયા કિંમત રાખવામાં આવી છે.ગાંધીનગર આરટીઓમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવાવાનું ફરજિયાત કરી દેવામાં આવતા હવે ગાંધીનગર શહેર અને જિલ્લાના દરેક નંબર પ્લેટ બનાવતા વેપારીઓનો ધંધો બંધ થઇ જશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved