Last Update : 22-November-2012, Thursday

 

બેંકિંગ કાયદા સુધારા બિલ, પેન્શન- વીમા બિલ રજૂ કરવાનું સરકારે જાહેર કરતા
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ

સેન્સેક્ષ ૧૩૧ પોઇન્ટ વધીને ૧૮૪૬૦ ઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં પણ લેવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
સંસદનું શીયાળું સત્ર આવતીકાલ ગુરુવાર ૨૨, નવેમ્બરના શરૃ થતાં પૂર્વે જ સરકારે મહત્વના આર્થિક સુધારા- રીફોર્મ્સ પૈકી એક ઇન્સ્યોરન્સ અને પેન્શન ક્ષેત્રે ઉદારીકરણના બિલ તેમજ બેંકિંગ કાયદા સુધારા બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે એવું જાહેર કરતા અને સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવાના તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીના ઇરાદાને એનડીએ-ભાજપ દ્વારા સમર્થન નહીં મળતા મહત્વના આર્થિક સુધારાઓને મંજૂરીની અપેક્ષાએ મુંબઇ શેરબજારોમાં ફરી તેજીનો પવન ફૂંકાયો હતો. મહત્વના આર્થિક સુધારાઓને મંજૂરીઓ સાથે કોર્પોરેટ ઇન્ડિયાએ ફરી એક્વિઝીશનની કરેલી શરૃઆત અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગર્વનરે ડોલર સામે રૃપિયાના રક્ષણ સાથે જરૃરી જણાશે તો વધુ નાણા પ્રવાહિતા નિર્માણ કરાશે એવા કરેલા નિવેદનની પોઝિટીવ અસરે આજે બેંકિંગ, રીયાલ્ટી, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, એફએમસીજી, આઇટી શેરોમાં લેવાલી નીકળી હતી. એશીયાના અન્ય દેશોના બજારોમાં ટ્રેડીંગની શરૃઆત યુરો ઝોનમાં ગ્રીસને ઊગારવા દેશો વચ્ચે સંમતિ નહીં સધાતા અને મૂડી'ઝ દ્વારા ફ્રાંસના રેટીંગને ડાઉનગ્રેડની નેગેટીવ અસરે સાવચેતીએ થઇ હતી. મુંબઇ શેરબજારોમાં પણ સેન્સેક્ષ આગલા બંધ ૧૮૩૨૯.૩૨ સામે ૧૮૩૭૯.૯૦ મથાળે ખુલીને શરૃઆતમાં સિપ્લા, સન ફાર્મા, ઇન્ફોસીસ, ટાટા પાવર, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેંકની મજબૂતી સામે એનટીપીસી, ભેલ, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, મારૃતી સુઝુકી, બજાજ ઓટો, એચડીએફસી, ટાટા મોટર્સ, સ્ટેટ બેંકની નરમાઇએ ક્ષણિક ૧૯.૫૧ પોઇન્ટ ઘટીને નીચામાં ૧૮૩૦૯.૮૧ થયો હતો, પરંતુ આ ઘટાડો ક્ષણિક રહી અન્ય ફ્રન્ટલાઇન શેરોમાં ફંડોના વેલ્યુબાઇંગે શોર્ટ કવરીંગે સેન્સેક્ષ સુધારાની ચાલ પકડી છેલ્લે સુધી મજબૂતી જાળવી રાખીને એક સમયે ૧૪૯.૧૮ પોઇન્ટના સુધારે ઉપરમાં ૧૮૪૭૮.૫૦ સુધી પહોંચી જઇ અંતે ૧૩૧.૦૬ પોઇન્ટ વધીને ૧૮૪૬૦.૩૮ બંધ રહ્યો હતો.
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતા પૂર્વે નિફ્ટીએ ફરી ૫૬૦૦ની સપાટી કુદાવી ઃ ઉપરમાં ૫૬૨૦ બોલાયો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૫૭૧.૫૫ સામે ૫૫૮૨.૫૦ ખુલીને સિપ્લા, સન ફાર્મા, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેંક, અંબુજા સિમેન્ટમાં આકર્ષણે ૫૬૦૦ની સપાટી પાર કરી ૧૧.૨૫ વાગ્યા નજીક ૫૬૦૧ થયો હતો, પરંતુ આ મથાળે ભેલ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ સહિતના પાવર શેરોમાં વેચવાલી અને પીએનબી, કેઇર્ન ઇન્ડિયા, ટાટા મોટર્સ, ભારતી એરટેલની નરમાઇએ સુધારો ઓસરી ૫૫૮૧ સુધી આવી ગયો હતો. જે ફરી સિપ્લા, સન ફાર્મા સાથે બેંકિંગ શેરો આઇસીઆઇસીઆઇ, એક્ઝિસ બેંકમાં લેવાલી વધતા અને આઇટીસી, જિન્દાલ સ્ટીલ, ઇન્ફોસીસ, રેનબેક્સી લેબ, અંબુજા સિમેન્ટ, વિપ્રો, સેસાગોવાની મજબૂતીએ નિફ્ટી ફર ૫૬૦૦ની સપાટી કુદાવી એક સમયે ૪૮.૬૫ પોઇન્ટના સુધારે ઉપરમાં ૫૬૨૦.૨૦ સુધી પહોંચી જઇ અંતે ૪૩.૨૫ પોઇન્ટ વધીને ૫૬૧૪.૮૦ બંધ રહ્યો હતો.
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉન નેગેટીવ ઃ તેજી માટે નિફ્ટી સ્પોટ ૫૬૫૦ ઉપર બંધ જરૃરી ઃ ૫૫૬૦ સપોર્ટ
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ હજુ ડાઉન-નેગેટીવ બતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી, નિફટી સ્પોટ ૫૬૫૦ ઉપર બંધ થયા બાદ જ તેજીમાં રહેવાનું ધ્યાન બતાવાઇ રહ્યું છે. જ્યારે નિફઅટીમાં સપોર્ટ ૫૫૬૦ અને મજબૂત પ્રતિકારક સપાટી ૫૭૪૦ દર્શાવાઇ રહી છે.
નિફ્ટી ૫૬૦૦નો કોલ ૩૬.૪૦થી નીચામાં ૨૯.૬૦ થઇ ઉછળીને ૫૦ ઃ ૫૬૦૦નો પુટ ૫૪.૦૫થી ગબડી ૩૧ ઃ ૫૭૦૦નો કોલ ૮.૯૦થી વધીને ૧૧.૮૫
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૬૦૦નો કોલ ૬,૪૦,૪૩૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૮૦૫૯.૮૮ કરોડના ટર્નઓવરે ૫૪.૦૫ સામે ૫૨.૯૫ ખુલી ઉપરમાં ૬૦.૩૫ થઇ નીચામાં ૨૬.૫૦ સુધી ગબડી જઇ અંતે ૩૧ હતો. નિફ્ટી ૫૬૦૦નો કોલ ૫,૯૫,૫૫૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૬૮૦૬.૯૭ કરોડના ટર્નઓવરે ૩૬.૪૦ સામે ૩૮ ખુલી નીચામાં ૨૯.૬૦ થઇ પાછો ફરી ઉપરમાં ૫૩.૫૦ સુધી જઇ અંતે ૫૦ હતો. નિફ્ટી ૫૭૦૦નો કોલ ૪,૫૬,૩૨૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૦૨૯.૯૩ કરોડના ટર્નઓવરે ૮.૯૦ સામે ૯.૩૦ ખુલી નીચામાં ૬.૬૫ થઇ ઉપરમાં ૧૩.૨૦ સુધી જઇ અંતે ૧૧.૮૫ હતો. નિફ્ટી નવેમ્બર ફ્યુચર ૧,૮૬,૬૩૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૨૩૦.૭૭ કરોડના ટર્નઓવરે ૫૫૮૩.૮૫ સામે ૫૫૯૦.૧૦ ખુલી નીચામાં ૫૫૬૯.૭૦ થઇ ઉપરમાં ૫૬૨૮ સુધી જઇ અંતે ૫૬૨૦.૦૫ હતો.
બેંક નિફ્ટી ફ્યુચર ૧૧૩૫૧થી વધીને ૧૧૪૯૮ ઃ નિફ્ટી ૫૫૦૦નો પુટ ૧૭.૬૫થી ઘટીને ૮
બેંક નિફ્ટી નવેમ્બર ફ્યુચર ૬૮૮૬૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૯૬૭.૮૩ કરોડના ટર્નઓવરે ૧૧૩૫૧.૫૫ સામે ૧૧૩૬૦ ખુલી નીચામાં ૧૧૩૨૬.૧૦થી ઉપરમાં ૧૧૪૯૮ સુધી જઇ અંતે ૧૧૪૮૬.૯૦ હતો. નિફઅટી ૫૫૦૦નો પુટ ૧૭.૬૫ સામે ૧૫.૧૫ ખુલી ઉપરમાં ૨૦.૨૫ થઇ નીચામાં ૬.૯૫ સુધી ગબડી અંતે ૮ હતો. નિફઅટી ૫૮૦૦નો કોલ ૧.૮૦ સામે ૧.૧૦ ખુલી ઉપરમાં ૨.૬૫ થઇ અંતે ૨.૧૫ હતો.
સિપ્લા દક્ષિણ આફ્રિકામાં સિપ્લા મેડપ્રોને ૨૨ કરોડ ડોલરમાં હસ્તગત કરશે ઃ શેર રૃા. ૧૦ ઉછળીને રૃા. ૩૯૦
ફાર્મા શેરોમાં સિપ્લાએ દક્ષિણ આફ્રિકાની સિપ્લા મેડપ્રોમાં ૫૧ ટકા અંકુશીત હિસ્સો ખરીદવાની પ્રાથમિક વાટાઘાટ કરી રહ્યાનું જાહેર કરતા સિપ્લાનો શેર રૃા. ૯.૯૦ ઉછળીને રૃા. ૩૮૯.૭૦ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં જેએસઇ પર લિસ્ટેડ સિપ્લા મેડપ્રોને ૨૨ કરોડ ડોલરમાં હસ્તગત કરવામાં આવે એવો અંદાજ છે. સિપ્લા મેડપ્રો અત્યારે દક્ષિણ આફ્રિકા અને કેટલાક પડોશી દેશોમાં સિપ્લાના ઉત્પાદનોની ડીસ્ટ્રીબ્યુટર છે. સિપ્લાનો શેર રૃા. ૩૮૧.૬૫ ખુલી ઉપરમાં રૃા. ૩૯૨.૫૦ સુધી ગયો હતો.
ઓરોબિન્દો ફાર્મા, સન ફાર્મા, પિરામલ એન્ટર, સ્ટ્રાઇડ આર્કોલેબ, ઇપ્કા લેબ., રેનબેક્સી લેબ. ઊંચકાયા
અન્ય ફાર્મા શેરોમાં પણ ફંડો-ઇન્વેસ્ટરોના લેવાલીના આકર્ષણે ઓરોબિન્દો ફાર્મા રૃા. ૬.૮૫ વધીને રૃા. ૧૭૮.૬૫, સન ફાર્મા રૃા. ૧૬.૬૦ વધીને રૃા. ૬૯૯.૩૫, પિરામલ એન્ટરપ્રાઇસ રૃા. ૭.૯૫ વધીને રૃા. ૪૮૧.૨૦, સ્ટ્રાઇડ આર્કોલેબ રૃા. ૧૩.૧૦ વધીને રૃા. ૯૪૨.૧૫, ઇપ્કા લેબ. રૃા. ૫.૭૦ વધીને રૃા. ૪૨૧.૫૦, રેનબેક્સી લેબ. રૃા. ૫.૯૫ વધીને રૃા. ૫૧૭.૪૫, કેડિલા હેલ્થકેર રૃા. ૯.૨૦ વધીને રૃા. ૮૧૦, દિવી'ઝ લેબ. રૃા. ૧૨.૨૫ વધીને રૃા. ૧૧૭૩.૫૫, ગ્લેનમાર્ક ફાર્મા રૃા. ૧.૮૦ વધીને રૃા. ૪૩૧.૨૫, ગ્લેક્સો ફાર્મા રૃા. ૨ વધીને રૃા. ૧૯૯૬ રહ્યા હતા. બીએસઇ હેલ્થકેર ઇન્ડેક્ષ ૬૦.૮૧ પોઇન્ટ વધીને ૭૬૯૫.૯૮ રહ્યો હતો.
ડીબી રીયાલ્ટી હોસ્પિટાલિટી સાહસ ફંડ ઊભુ કરશે ઃ શેરમાં ૧૦ ટકા તેજીની સર્કિટ ઃ અનંતરાજ, એચડીઆઇએલ પણ ઊંચકાયા
રીયાલ્ટી ક્ષેત્રે પણ એકાએક ફરી શેરોમાં ડીબી રીયાલ્ટીના પ્રોત્સાહક સમાચારે તેજીનો કરંટ આવ્યો હતો. ડીબી રીયાલ્ટી દ્વારા તેના હૉસ્પિટાલિટી સાહસ ડીબી હોસ્પિટાલિટી દ્વારા દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીકના પ્લોટને વિકસાવવાનું અને આ માટે ફંડ મેળવવા એસપીવીમાં હોલ્ડિંગ વેચાણ સહિતના ફંડ ઉભુ કરવાના વિકલ્પો વિચારાઇ રહ્યાનું જણાવાતા ડીબી રીયાલ્ટી શેર ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં રૃા. ૧૦.૮૫ વધીને રૃા. ૧૨૫.૨૦, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૬.૭૦ વધીને રૃા. ૯૩.૫૫, એચડીઆઇએલ રૃા. ૪.૫૫ વધીને રૃા. ૧૦૪.૫૫, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃા. ૫.૪૦ વધીને રૃા. ૧૬૦.૪૫, ઇન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૧.૮૫ વધીને રૃા. ૬૩.૯૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃા. ૧૧.૪૫ વધીને રૃા. ૬૩૧, ઓબેરોય રીયાલ્ટી રૃા. ૪.૯૫ વધીને રૃા. ૨૮૧.૧૫ રહ્યા હતાં.
બેંકિંગ કાયદા સુધારા બિલ આજે સંસદમાં રજૂ થશે ઃ ખાનગી બેંક શેરોમાં આઇસીઆઇસીઆઇ, એચડીએફસી બેંક વધ્યા
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં બેંકિંગ ધારા સુધારા બિલ રજૂ કરવાનું સરકારે જાહેર કરતા બેંકોમાં મોટા શેરધારકોનો વોટીંગ અધિકારે વધીને ૨૬ ટકા થવાના અને નવા બેંકિંગ લાઇસન્સો માટેનો માર્ગ મોકળો થવાની અપેક્ષાએ ખાનગી બેંક શેરોમાં લેવાલી થઇ હતી. આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૧૯.૬૫ વધીને રૃા. ૧૦૪૩.૭૫, એચડીએફસી બેંક રૃા. ૧૦.૦૫ વધીને રૃા. ૬૬૨.૪૦, એક્સીસ બેંક રૃા. ૧૪.૮૦ વધીને રૃા. ૧૨૩૪.૨૫, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૬.૫૫ વધીને રૃા. ૬૨૭.૮૦, ફેડરલ બેંક રૃા. ૪.૭૦ વધીને રૃા. ૪૬૩.૩૦ રહ્યા હતા. યુનીયન બેંક રૃા. ૧૦.૫૦ વધીને રૃા. ૨૨૬.૭૦, કેનરા બેંક રૃા. ૧૩.૭૦ વધીને રૃા. ૪૨૮.૪૫ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૧૬૫.૨૯ પોઇન્ટ વધીને ૧૩૧૫૬.૩૯ રહ્યો હતો.
માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઇંગ ઃ ૨૩૬ શેરોમાં તેજીની સર્કિટ
ચાર દિવસથી સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં વ્યાપક ઓફલોડીંગ થયા બાદ આજે પસંદગીના સ્મોલ-મિડ કેપ શેરોમાં ઘટાડે ફરી વેલ્યુબાઇંગ શરૃ થતા માર્કેટ બ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૮૪ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૮૭ અને ઘટનારની ૧૩૬૨ રહી હતી. ૨૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૦૭ શ ેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
હનીવેલ ઓટોમેશન પેરન્ટ દ્વારા ઓફર ફોર સેલ નિર્ણયે ૨૦ ટકા નીચલી સર્કિટમાં રૃા. ૨૫૦૩
હનીવેલ ઓટોમેશનમાં આજે વિદેશી પેરન્ટ હનીવેલ એશીયા પેસેફિક ઇન્ક. દ્વારા પોતાનું હોલ્ડિંગ ન્યુનતમ ૨૫ ટકા પબ્લિક શેર હોલ્ડિંગના સેબી ધોરણો મુજબ ઘટાડવા માટે ઓફર ફોર સેલ થકી ઓછુ કરવાનું જાહેર કરાતા શેર ૨૦ ટકા નીચલી સર્કિટમાં રૃા. ૬૨૫.૮૫ તૂટીને રૃા. ૨૫૦૩.૫૫ રહ્યો હતો સેબી ધોરણો મુજબ ખાનગી ક્ષેત્રની કંપનીઓએ ૩, જૂન, ૨૦૧૩ સુધીમાં ન્યુનતમ પબ્લિક શેર હોલ્ડિંગ ૨૫ ટકા કરવું ફરજીયાત છે. જ્યારે જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે આ મુદત ૧૩, ઓગસ્ટ ૨૦૧૩ સુધી છે.
એરલાઇન્સ મુસાફરો વધીને ઓક્ટોબરમાં ૪૫.૫૫ લાખ નોંધાયા ઃ જેટ એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ ઉછળ્યા
એરલાઇન્સમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શીડયુઅલ્ડ સ્થાનિક એરલાઇન્સ દ્વારા કુલ સ્થાનિક પેસેન્જરોની સંખ્યા સપ્ટેમ્બર ૨૦૧૨ના ૪૦.૧૮ લાખની તુલનાએ ઓક્ટોબર ૨૦૧૨માં વધીને ૪૫.૫૫ લાખ નોંધાઇ હોવાનું જાહેર કરાતા એરલાઇન્સ શેરોમાં તેજીની ઉડાન જોવાઇ હતી. જેટ એર ઇન્ડિયા રૃા. ૩૮.૦૫ ઉછળીને રૃા. ૪૫૧.૫૦, સ્પાઇસ જેટ રૃા. ૨.૪૫ વધીને રૃા. ૩૭.૪૦ રહ્યા હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved