Last Update : 22-November-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૧૧-૨૦૧૨, ગુરૃવાર
કારતક સુદ નોમ-હવામાનમાં ફેરફારી ?
રંગ અવધૂત જયંતી (નારેશ્વર)
રાષ્ટ્રીય માગશર માસ શરૃ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૪૬ મિ. (સૂ) ૭ ક. ૪૩ મિ. (મું) ૭ ક. ૩૯ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૭ ક. ૧૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વાભાદ્રપદ રાત્રે ૧ ક. ૩૮ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ-વૃષભ, શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ.
હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સાંજના ૭ ક. ૧૭ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯
દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ.મા./૧/
માસ-તિથિ-વાર ઃ કારતક સુદ નોમને ગુરૃવાર.
- અક્ષય-કુષ્માંડ નોમ. કુષ્માંડ દાન.
- રંગ અવધૂત જયંતી (નારેશ્વર)
રવિયોગ અહોરાત્ર.
- રાષ્ટ્રીય માગશર માસ શરૃ.
- હરિ નવમી.
- અગ્નિ, ચોરોનો ભય !
- હીમ, ઠંડી પડે, કોઈ સ્થળે વરસાદ થાય ? માવઠું થાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૭ રોજ અમરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ રોજીંદા કામ ઉપરાંત વધારાનું કામકાજ કરી શકો. પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર વિવાહ લગ્ન અંગેનું કામ વિચારવું પડે.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં, રાજકીય, સરકારી, ખાતાકીય કામમાં માનસિક પરિતાપ રહે. વિવાદ-ઉશ્કેરાટ કરવો નહીં.

 

મિથુન ઃ આપના વેપાર ધંધામાં, શેરોના કામકાજમાં, નોકરીના સંબંધ-વ્યવહારમાં ધ્યાન આપી શકો. ધર્મકાર્ય થાય.

 

કર્ક ઃ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. બહારનું ખાવાપીવામાં, વાહન ચલાવવામાં વિશેષ કાળજી, સાવચેતી રાખવી.

 

સિંહ ઃ આપના કામમાં હળવાશ-રાહત, છતાં જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ આપને ચિંતા-બેચેની જણાય.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. બહાર જવાનું થાય. પરંતુ સગા સંબંધી-મિત્રવર્ગથી શાંતિ-રાહત જણાય નહીં.

 

તુલા ઃ આપના કામમાં ધ્યાન આપી શકો તે ઉપરાંત અન્યને મદદરૃપ થઈ શકો. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

 

વૃશ્ચિક ઃ શરદી-કફ-સીઝનલ બિમારીથી, ધૂળ કે અન્ય ચીજવસ્તુ એલર્જીથી સંભાળવું. નોકરી-ધંધામાં ચિંતા રહે.

 

ધન ઃ નોકર-ચાકર, કારીગર વર્ગ, સહકાર્યકર, ઉપરી અધિકારી, ભાગીદાર વગેરેના કારણે નોકરી-ધંધાનું કામ વિલંબમાં પડે.

 

મકર ઃ સરકારી, રાજકીય, ખાતાકીય, કાનૂની કે પોલીસ કાર્યવાહીમાં, મિત્રવર્ગના વ્યવહાર સંબંધ, નિકટતામાં તમે ચિંતા-મુશ્કેલી અનુભવો.

 

કુંભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ રાહત અનુભવતા જાવ. પરંતુ સગા સંબંધીવર્ગને વડીલવર્ગને ચિંતા રહે.

 

મીન ઃ વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય. પરંતુ ધર્મકાર્ય, શુભકાર્ય, મીલન-મુલાકાતથી આપને આનંદ, હળવાશ, રાહત રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૨-૧૧-૨૦૧૨, ગુરૃવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહેશે. વર્ષના પ્રારંભીક તબક્કામાં ચિંતા, રૃકાવટ, સંઘર્ષ અનુભવાય. આપના હૃદય-મનને શાંતિ, આનંદ ઉત્સાહ જણાય નહીં. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારો સમય-સંજોગો સાનુકૂળ થવાની શરૃઆત થાય. તમારા જીવનનો એક નવો તબક્કો શરૃ થાય. વિશેષમાં -- જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારા યશ-પદ-ધનમાં, પ્રગતિમાં સુખસંપત્તિમાં વધારો થાય.- નોકરી ધંધાના રૃકાવટવાળા પ્રશ્નો ઉકેલાતા જાય. સંજોગો, પરિસ્થિતિ બદલાય, કારકિર્દીનો નવો તબક્કો શરૃ થાય.- આ વર્ષ પુત્ર પૌત્રાદિકની પ્રગતિ, સફળતાનું રહે. ધર્મકાર્ય, શુભકાર્ય થાય.- સ્ત્રી વર્ગને પિતૃપક્ષની ચિંતા રહે. જશ ઓછો મળે પરંતુ વર્ષ ઉત્તરાર્ધમાં આનંદ રહે.-વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી વિદ્યાભ્યાસમાં વધારે ધ્યાન આપવું પડે. મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

- ગમે તેટલી ઊંઘ કરવાથી નિદ્રા (ની જરૃરિયાત)ને જીતી શકાય નહિ, ભોગ ભોગવવાથી વાસનાને જીતી શકાય નહિ, બળતણ નાખ્યાથી અગ્નિને જીતી શકાય નહિ અને ગમે તેટલું પીવાથી મદિરાના વ્યસનને જીતાય નહિ.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન રાતના બે વાગે બાઇક ઉપર જઇ રહ્યો હતો. એને અટકાવીને પોલિસ લલ્લુએ પૂછ્યું, ''એય, કોણ છે?''
''એક ભારતીય છું, બોલો શું હતું?'' છગન બોલ્યો.
''અચ્છા, ભારતીય ઈન્ડીઅન છો?'' પોલિસ લલ્લુએ પૂછ્યું, ''તો ઈન્ડીયાનું રાષ્ટ્રગીત બોલો તો!''
''નથી આવડતું,'' છગને કહ્યું.
''તો તો બરોબર,'' લલ્લુ પોલિસ બોલ્યો, ''સાચા ઈન્ડીઅન, મને પણ નથી આવડતું!''

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોમાં અતિથિનો સત્કાર કરો અવનવી વાનગીઓથી

દિવાળીના રમકડા

 


દિવાળીમાં બનાવેલા નાસ્તો-ચોરાફળી, ફાફડા, મઠિયા, સેવ, ચેવડો, ગાંઠિયા વગેરે કડક વસ્તુઓ થોડી થોડી લેવી, એક ચમચો ગરમ મસાલો, બે ચમચા કાજુના ટૂકડા, બે ચમચી ધોળી દ્રાક્ષ, એક ચમચો ગરમ મસાલો, બે ચમચા કાજુના ટુકડા, બે ચમચી ધોળી દ્રાક્ષ, એક ચમચો અખરોટના ટુકડા, બે ચમચા ખાંડ, બે લીંબુ, એક ચમચો લાલ મરચું, એક ચમચો કાચી વરિયાળી, એક ચમચો શેકેલા તલ, ૫૦૦ ગ્રામ મેંદો, મીઠું તેલ.

 


રીત ઃ બધા ફરસાણનો મિક્સીમાં ભૂકો કરવો. તેમાં ખાંડ, લીંબુ, ગરમ મસાલો, સૂકોમેવો, મરચું, વરિયાળી, તલ બઘું નાખી હલાવી સરસ પૂરણ તૈયાર કરવું. કોરું લાગે તો તેલ થોડું નાખવું. મેંદાને ચાળી તેમાં મીઠું તથા મુઠ્ઠી પડતું મોણ તથા લીંબુ નાખી કણક બાંધવી. થોડીવાર પછી એકદમ મસળી તેના નાના નાના લૂવા પાડવા. પછી તેની પુરીઓ વાળી તેમાં તૈયાર કરેલ પૂરણ ભરી તેના ધુઘરા, કચોરી, ઘડિયાળ (ચાર આંકડામાં ઇલાયચીના દાણા તથા કાંટાની જગ્યાએ લવંિગ) દાડમ, બેડા, સફરજન વગેરે ઘણી જાતના રમકડા બને છે. તે બનાવવા જાત-સૂઝથી ડેકોરેશન કરી તળી લેવો. દરેક ઉપર બ્રશથી જુદા-જુદા કલર કરી શકાય છે. આ રમકડા કોરો મસાલો હોવાથી લાંબો સમય સારા રહી શકે છે.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved