Last Update : 21-November-2012, Wednesday

 

હમો રાજા અને થ્રી-ડી ઇમેજો!

- મન્નુ શેખચલ્લી


ગુજરાતમાં એક હમો રાજા છે, જે માને છે કે ‘હમો જ રાજા છીએ’ ગુજરાતમાં એક તમો પ્રજા છે જે બિચારી માત્ર અને માત્ર પ્રજા છે. અને ગુજરાતમાં ત્રીજી જમાત નમો દરબારીની છે જેનું કામ હમો રાજાને ‘નમો નમો’ કરવાનું છે.
(આ નમો દરબારીઓનું નવું કામ ભક્તિભાવથી ‘નમો ચેનલ’ જોવાનું છે)
લો આવી ગયા હમો રાજા..
* * *
‘‘અલ્યા નમો દરબારી?... ઓ નમો દરબારી!’’
‘‘જી રાજાજી.’’
‘‘હમો શું બોલ્યા?’’
‘‘તમો બોલ્યો કે નમો દરબારી’’
‘‘તો તમો?’’
(દરબારી નમે છે હમો રાજા ખુશ થાય છે. પછી રંગમાં આવીને કહે છે)
‘‘જોયું નમો દરબારી? અમારું થ્રી-ડી કેવું રહ્યું?’’
‘‘સાચુ કહુ? ટુ-જી અને થ્રી-જી પછી આવું બઘું ફ્‌લોપ જ જાય છે.’’
‘‘એટલે?’’ (ડોળા કાઢીને) હમો થ્રીડીમાં ફ્‌લોપ ગયા?’’
‘‘રાજાજી, થ્રી-ડીમાં એવું છે, કે કાં તો જાનવરો ચાલે છે કાં તો સની લિઓન!’’
‘‘હેં? આ સની લિઓન કોણ છે?’’
‘‘શી ખબર, પણ છોડોને હશે એ કોઇની બે કોડીની ગર્લફ્રેન્ડ!
‘‘કેમ, બે કોડીની?’’
‘‘કારણ કે લાખ-કરોડનો આંકડો પાડો તો ફરી કોન્ટ્રોવર્સી થશે’’
(ચોંકીને) ‘‘શું કહ્યું?’’
‘‘કંઇ નહિ, કંઇ નહિ, બસ હવે તો ઉમેદવારોનાં નામ ફાઇનલ થઇ જાય એટલે ભયો ભયો.’’
‘‘હં.... (રંગમાં આવીને) આ વખતે હમોની ચાલ જોજે’ હમોએ ત્રણ ત્રણ ઉમેદવારનાં નામ રાખ્યાં છે, જેમાંથી બે ડમી હશે! પણ છેલ્લી ઘડી સુધી કોઇને ખબર નહિ પડે કે ડમી કોણ અને અસલી કોણ!’’
‘‘એ તો ક્યારની ખબર પડી ગઇ છે!!’’
‘‘શું વાત કરે છે?’’
‘‘હા! અસલી હમો રાજા અને બાકી બધા ડમી! એમાં નવું શુ છે?’’
‘‘હાહાહાહા... તને મસ્કા મારતાં સારું આવડે છે.’’
‘‘જી, આપની જ ટ્રેનીંગ છે.’’
‘‘ઠીક છે. પણ એક વાતનો સાચો જવાબ આપજે. વિધાનસભાની ચૂંટણી પછી પિક્ચર શું હશે?’’
‘‘પિક્ચર?... સાચું કહું? પિક્ચર ઝાંખુ હશે, ઘુ્રજતું હશે અને એકદમ આભાસી હશે.’’
(ગુસ્સામાં) ‘‘એટલે?’’
‘‘સીધી વાત છે. ભાજપના ધારાસભ્યોની જગાએ હકીકતમાં તો તમારી થ્રી-ડી ઇમેજો જ હશે ને!’’
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved