Last Update : 21-November-2012, Wednesday

 

પૂજારાની સફળતા


સ્થાનિક ક્રિકેટમાં સૌરાષ્ટ્ર તરફથી રમીને ભારતીય ટીમમાં સ્થાન પામેલા ચેતેશ્વર પૂજારાએ ઇંગ્લેન્ડ સામે બેવડી સદી કરી પોતાની પ્રતિભા પુરવાર કરી આપી છે. અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં પૂજારાની બેવડી સદીએ તેમને અઢળક પ્રશંસા અને નવાં વિશેષણ કમાવી આપ્યાં છે. તેમાં સૌથી પ્રચલિત બનેલું ઉપનામ છેઃ ‘ન્યૂ રાહુલ દ્રવિડ’ અથવા ‘ન્યૂ વૉલ’. સચિન તેંડુલકરનો સૂરજ મઘ્યાહ્ને હતો ત્યારે પણ રાહુલ દ્રવિડ પોતાના ઉત્તમ કૌશલ્ય થકી આગવો ચાહકવર્ગ ઊભો કરી શક્યા હતા. તેંડુલકરના ઝળહળાટની સામે દ્રવિડની સ્થિર છતાં અચળ જ્યોતની નોંધ કદાચ લેવાવી જોઇએ એના કરતાં થોડી ઓછી લેવાઇ, એવો પણ એક કચવાટ ક્રિકેટપ્રેમીઓને રહ્યો છે. પરંતુ રાહુલ દ્રવિડ તેમના સક્રિય કાળમાં કદી એ જાતના વિવાદોમાં પડ્યા નહીં. નિવૃત્તી પછી પણ તેમણે કશી હો હા વિના ઘરગૃહસ્થી સંભાળીને પોતાની સરળ છાપને આગળ વધારી છે. પરંતુ ભારતની ટીમમાં તેમના જવાથી જે ખોટ પડી હતી તે પૂજારા પૂરી કરશે, એવી આશા હવે ઘણા ક્રિકેટપ્રેમીઓને બંધાઇ છે.
પહેલા જ દિવસે, ૮ રન થયા હતા ત્યારે પૂજારાનો એક કેચ છૂટ્યો હતો. ત્યાર પછી બે સદી પાર કરતાં સુધી પૂજારાએ બીજી તક આપી નહીં અને અત્યંત જવાબદારીપૂર્વક- જરાય ઉતાવળ વિના ભારત વતી રનનો ઢગલો ખડકવાનું કામ હાથ ધર્યું. તેમના આ કૌશલ્ય અને તેમની ધીરજની પણ ખાસ નોંધ લેવાઇ છે. ટ્‌વેન્ટી-૨૦ અને વન ડે મેચની બોલબાલા થયા પછી ટેસ્ટક્રિકેટ માટે જરૂરી આવડત વિસરાતી કળા બની રહી છે. પહેલાં બન્ને સ્વરૂપોમાંથી અઢળક કમાણી થતી હોવાથી, ટેસ્ટ ક્રિકેટ માટે જરૂરી સાતત્યપૂર્ણ એકાગ્રતા, ધીરજ અને ટેક્‌નિક હવે લુપ્ત થઇ રહ્યાં છે. ત્યારે રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પૂજારા જેવા ખેલાડીઓ રમતના- બેટંિગના શાસ્ત્રીય સ્વરૂપનું નિદર્શન આપીને, ક્રિકેટચાહકોને જલસો કરાવે છે.
કિશોરાવસ્થાથી- અન્ડર ૧૪ ટુર્નામેન્ટ સ્તરેથી પૂજારાએ ઉત્તમ બેટંિગના નમૂના પૂરા પાડ્યા છે. પહેલી ત્રેવડી સદી તેમણે ફક્ત ૧૨ વર્ષની ઉંમરે કરી હતી. ત્યાર પછી અન્ડર-૨૨માં પણ તેમની ત્રેવડી સદીનો સિલસિલો ચાલુ રહ્યો. ૨૦ વર્ષની વયે સીકે નાયડુ ટ્રોફીની મેચમાં સૌરાષ્ટ્ર વતી રમતાં તેમણે એક જ સપ્તાહમાં બે ત્રેવડી સદી ફટકારી હતી. એ રીતે જોતાં, ૨૪ વર્ષે ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રિય ટેસ્ટ મેચમાં તેમણે મારેલી બેવડી સદી આગળની પરંપરાનું અનુસંધાન લાગે. પરંતુ ક્રિકેટની રમતમાં ફક્ત આવડત પૂરતી હોતી નથી. પ્રદેશવાદ અને રાજકારણથી ખદબદતા બીસીસીઆઇની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવું લોટરી લાગવા જેવું બની રહે છે- હવેના સમયમાં ક્રિકેટની સાથે અઢળક નાણાં અને ગ્લેમર સંકળાયેલાં છે ત્યારે તો ખાસ. કારણ કે મોટા ભાગનાં બાળકોને ક્રિકેટર બનીને કાચી વયે સ્ટારડમ, નાણાં અને પ્રસિદ્ધિ કમાઇ લેવાં છે.
માટે ટીમ ઇન્ડિયા સુધી પહોંચવાની હરીફાઇ કેવી તીવ્ર હશે એ સમજી શકાય એવું છે. યોગ્ય ઉંમરે રાષ્ટ્રિય ટીમમાં પહોંચવા ન મળ્યું હોય એવા ઘણા લોકોન સ્થાનિક સ્તરે ક્રિકેટ રમીને અને તક મળી હોત તો તેમણે કેવી કમાલ દેખાડી હોત તેની કલ્પનાઓ કરીને જીવન વીતાવવું પડે છે. એક વાર સમાવેશ થયા પછી પણ, બહાર લાઇન એટલી બધી હોય છે કે થોડી નિષ્ફળતાથી ખેલાડી ફેંકાઇ જાય.
પૂજારા જેવા પ્રતિભાશાળી ખેલાડીઓનો ટીમમાં સમાવેશ થાય અને તેમને તત્કાળ સફળતા મળે- ચોતરફ વાહવાહી થાય ત્યારે ત્રીજો અને કદાચ સૌથી મોટો પડકાર તેમની સામે આવીને ઊભો રહે છેઃ સફળતા જીરવવાનો પડકાર. બધાં ક્ષેત્રમાં, પણ ક્રિકેટમાં સવિશેષ ‘લોકપ્રિયતા કસોટી’ ખેલાડીની તાવણી કરે છે. ક્રિકેટની રમતમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને પ્રસાર માઘ્યમો એટલા છાપરે ચડાવે છે કે ખુદ ખેલાડી પણ પોતાના વિશે ‘હોઉં તો હોઉં પણ ખરો’ના ભ્રમમાં સરી પડે છે. સફળતાનો નશો માથે ચડે ત્યાર પછી જેના થકી સફળતા મળી છે એ ક્રિકેટ ધીમે ધીમે બાજુ પર ધકેલાય છે અને બીજી સફળતાજનિત પ્રવૃત્તિઓ કેન્દ્રસ્થાને આવતી જાય છે. ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ આ બાબતમાં ગાફેલ રહેવાને કારણે જેટલી ઝડપથી ચમક્યા હતા, એના કરતાં વધારે ઝડપથી ભૂલાઇ ગયા છે. ચેતેશ્વર પૂજારા જેવી યુવાન પ્રતિભાઓએ કેટલાક ભૂલાઇ-ભૂંસાઇ ગયેલા પ્રતિભાશાળી ખેલાડીઓને, સફળતા મળ્યા પછી શું ન કરવું એના રોલ મોડેલ તરીકે રાખવા જોઇએ.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved