Last Update : 21-November-2012, Wednesday

 

મેડીક્લેમ અને અકસ્માતનું ઘ્યાન રાખો
અનિશ્ચિત જીંદગીમાં સંકટ ઉકેલતા ઇન્સ્યોરન્સ કવર

 

- વીમાની જાણ નોમીનીને પણ હોવી જરૂરી ઃ આવતીકાલનો વિચાર જરૂરી

 

૨૦૬૯ના વર્ષારંભ બાદ હવે દેવ દિવાળીની ઉજવણી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તુલસી વિવાહના કાર્યક્રમોની તૈયારીઓ ચાલે છે ત્યારે અહીં કેટલીક મહત્વની વીમા પોલીસીઓ અંગેની સમજ આપી છે. આપણે કદાચ ભૂતકાળનું ના વિચારીએ પરંતુ અનિશ્ચિત સ્થિતિઓ વચ્ચે ઘેરાયેલી જીંદગીમાં ભવિષ્ય માટેનું પ્લાનીંગ અને અચાનક આવતી મુસિબતોનું પ્લાનીંગ કરવું ખૂબ જરૂરી છે. દિવાળીના તહેવારોમાં કદાચ આ બાબતે વિચારવાનો સમય તમને ના મળ્યો હોય પરંતુ હવે દેવ દિવાળી આવી રહી છે, વિચારવાનો પુરતો સમય આપની પાસે છે.
અકસ્માત કે અન્ય કારણોસર અચાનક આવતું મોત તે સમયે સૌ માટે આઘાતજનક હોય છે પરંતુ જો ‘મૃત્યુ’ અંગે પણ જેણે પ્લાનીંગ ના કર્યું હોય તેના કુટુંબને આજીવન આઘાત સહન કરવાનો આવે છે. થોડી બચત, થોડું પ્રિમીયમ અને પ્રિમીયમ ભરવામાં નિયમિતતા વ્યક્તિની પોતાની પાછળની જીંદગી અને કુટુંબની જીંદગી નંદનવન સમાન બનાવી શકે છે.
ઘણાં કિસ્સાઓમાં એવું થયું છે કે વર્ષોથી ઉતારેલા મેડીક્લેમનું પ્રિમીયમ બિમારીના વર્ષે જ ના ભરાયું હોય!! મેડીકલ ટ્રીટમેન્ટ મોંઘી છે અને ગમે તે ક્ષણે તેની જરૂર પડી શકે એમ હોય છે. આ સંજોગોમાં તેનું પ્રિમીયમ નિયમિત ભરવાનું નવા વર્ષમાં નક્કી થવું જોઈએ. આ ઉપરાંત જેણે હેલ્થ ઇન્સ્યોરન્સ ના ઉતરાવ્યો હોય તેમણે ફરજીયાત રીતે આ ઇન્સ્યોરન્સ ઉતરાવી ચંિતામુક્ત થવું જોઈએ. હેલ્થ ઇન્સ્યોરન્સ ઉતારતા પહેલાં તે કંપનીની બજારમાં ઈમેજ અને તેની ચૂકવણીની ક્ષમતા વગેરે પર પણ ઘ્યાન આપવાની જરૂર છે. ઘણી પ્રાઈવેટ ઇન્સ્યોરન્સ કંપની હેલ્થ વીમો ઉતારવામાં ઉસ્તાદ હોય છે પરંતુ બિમારી વખતે ચૂકવણીની વાત આવે ત્યારે વિવિધ કારણો આગળ ધરીને હાથ ઉંચા કરી દે છે. આવા સંજોગો મુસિબત ઉભી કરે છે એટલે જ નામાંકિત અને જાણીતી ઇન્સ્યોરન્સ કંપનીઓમાં હેલ્થ ઇન્સ્યોરન્સ માટેનો આગ્રહ રાખવો.
મેડીક્લેમ અને તેના પ્રીમીયમ માટે કુટુંબના સભ્યોની જાણમાં પણ તે હોવું જરૂરી છે. હોમ મેનેજમેન્ટ સાથે સંકળાયેલાઓ ઇન્સ્યોરન્સની અલગ ફાઈલ હોવી જોઈએ એમ સૂચવે છે અને નોમીનીના ઘ્યાન પર તેને લાવવું જોઈએ એમ પણ સૂચવે છે.
આજકાલ અકસ્માતોનું જોર વઘ્યું છે. અચાનક આવતું મોત સમગ્ર કુટુંબને પાયમાલ કરી નાખે છે અને તેમનું જીવન અસ્ત-વ્યસ્ત બનાવી દે છે. આ સ્થિતિમાં પર્સનલ એક્સીડન્ટ કવર ખૂબ જરૂરી બની જાય છે. પૈસા વગર જીવન જીવવું અશક્ય છે. એટલે જ વડાપ્રધાન મનમોહનસંિહ કહે છે કે પૈસા ઝાડ પર નથી ઉગતા કે ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ બાંગારૂ લક્ષ્મણે કહ્યું હતું કે પૈસો ભલે ભગવાન નથી પણ તે ભગવાનથી કમ પણ નથી.
માણસ ઘરની બહાર જાય છે ત્યારે તે હેમખેમ પાછો ફરે તે તેનું નસીબ છે પરંતુ ક્યારેક યમરાજા તેને રસ્તા પરથી ઉંચકી લે છે. કમાતી વ્યક્તિ જ્યારે અકસ્માતે મોતને ભેટે છે ત્યારે તેના કુટુંબ પર આર્થિક કોપ આવે છે. આ સંજોગો પર્સનલ એક્સિડન્ટ કવર માટે પ્રેરે છે. આપણે ત્યાં ટૂંકમાં તેને અકસ્માતનો વીમો કહે છે. વ્યક્તિની વાર્ષિક આવકની દશ ગણી રકમનો આ વીમો ઉતરી શકે છે એમ નિષ્ણાતો કહે છે.
લાઈફ ઇન્સ્યોરન્સ તો ઉત્તમ છે. આ ઇન્સ્યોરન્સના ટર્મ પ્લાન દરમ્યાન તમારું મૃત્યુ થાય તો નોમીનીને ઇન્સ્યોરન્સની રકમ મળે છે. આ વીમામાં મની બેક પ્લાન પણ આવે છે. ૧૦ થી ૧૫ લાખની રકમના આવા વીમા કુટુંબને રાહત અપાવનારા નીકળે છે. લાંબા વર્ષો સુધી ચાલતા આવા વીમા પુત્ર કે પુત્રીના લગ્ન સમયે પાકે છે ત્યારે વીમો મેળવનારને તે મોટી રાહત સમાન બની રહે છે.
તમારું પોતાનું ઘર હોય તો ઘરનો વીમો ખૂબ જરૂરી છે. ૠતુચક્ર બદલાઈ રહ્યું છે, કુદરતી હોનારતો કોમન બનતી ગઈ છે તેમજ આગ જેવી દુર્ઘટનાઓ સામે રક્ષણ આપતા વીમા માટે વિચારવું જોઈએ.
જેમ ઘરના વીમા પર ઘ્યાન આપવું જોઈએ એમ કાર ઇન્સ્યોરન્સ પણ મહત્વનો છે. મઘ્યમવર્ગમાં કાર કોમન બનતી જાય છે. કારને નુકશાન, અકસ્માતમાં ચૂકવવાનું વળતર, પ્રવાસીઓનો વીમો વગેરેનો તેમાં સમાવેશ થાય છે.
આજે પણ ઇન્સ્યોરન્સ બાબતે આપણે ત્યાં હોતી હૈ - ચલતી હૈ અને પડશે એમ દેવાશે જેવી નોન-પ્લાનીંગ વાળી વિચારસરણી ચાલતી હોય છે. પરંતુ અનિશ્ચિતતા વચ્ચે અટવાતી જીંદગી માટે ઇન્સ્યોરન્સ પ્લાનીંગ ખૂબ જરૂરી છે.
૨૦૬૯ના વર્ષમાં ઇન્સ્યોરન્સની અલગ વિગતો, તેના પ્રીમીયમની પહોંચ, પ્રીમીયમ ભરવાની તારીખ વગેરેની વિગતોની એક ફાઈલ બનાવી પોલીસીના નોમીનીને બતાવીને તૈયાર કરવાની જરૂર છે... તેની સાથે કોના મારફતે વીમો ઉતરાવ્યો છે તેનો ફોન નંબર પણ લખવો જેથી તેમની મદદ લઈ શકાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved