Last Update : 21-November-2012, Wednesday

 

'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો

- અમુક રસાયણો અને શર્કરાનું પ્રમાણ મૂડ બગાડતા હોવાથી ખોરાકમાં ફેરફાર કરવો જરૃરી થઇ પડે છે.

વધુ ટ્રાફિક હોય એ સમયે એક તો હોર્નનો ઘોંઘાટ અને એમાં પણ કોઈ જો આડું ચાલ્યું તો રસ્તાની વચ્ચોવચ રચાતું કુરુક્ષેત્ર કંઈ નવી વાત નથી. બીઆરટીએસમાં હલવા જેટલી પણ જગ્યા ન હોય અને એમાં ચાલીસ મિનિટ મુસાફરી કર્યા પછી જો ઘરે 'છૂટાછેડા' કે 'બાલિકા વધૂ' ચાલતી હોય તો પિત્તો જવાનો જ છે. ઓફિસમાં ફુલ એર કંડિશનમાં બેઠેલો સાહેબ બપોરે બે વાગ્યે ફોન કરી મહેસાણા જઈ પાછું આવવાનો આદેશ કરે તો તેની ટાઇ ગળામાં વધુ ટાઇટ કરવાનું મન થઈ જાય તો એ સ્વાભાવિક ગણાય. જોકે ક્યારેક આવા કોઈ પણ કારણ ન હોય તેમ છતાં નાની-નાની વાતોમાં તમને ગુસ્સો આવતો હોય અને કોઈ વાત પ્રત્યે જુસ્સો જ ન હોય તો એ આશ્ચર્યજનક ન સમજતા. ઘણા લોકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. જ્યારે પણ મૂડ ખરાબ રહેતો હોય ત્યારે ખાવા-પીવાની શૈલી પર ફેરવિચારણા કરવાની સલાહ વિશેષજ્ઞાો આપે છે.
આપણા શરીરમાં અકળામણ કે કંટાળો આવવા માટે મગજમાં અમુક પ્રકારના રસાયણનું પ્રમાણ અને ગ્લુકોઝના પાચનમાં સમસ્યા કારણભૂત ગણવામાં આવે છે. મગજમાં સંદેશ મોકલનારા રસાયણ પર કેવો ખોરાક લઈએ છીએ એની અસર થતી હોય છે. આ કારણે જ તામસી આહારના ગુણધર્મોમાં ગુસ્સો કે અકળામણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અમુક પ્રકારના ખોરાક લેવાથી ગ્લુકોઝના પાચનમાં મુશ્કેલી થાય અને લોહીમાં શર્કરાનું બેલેન્સ નથી રહેતું. આ કારણે જ આળસ કે કંટાળો આવવાની સમસ્યા થતી હોય છે. ડોક્ટરો ડાયેટમાં અમુક ફેરબદલ કરી આ મુશ્કેલીના ઉપાયનું સૂચન કરતા હોય છે.
જો સવારે જ આપણા શરીરને અનુરૃપ બ્રેક-ફાસ્ટ મળ્યો હોય તો આખા દિવસમાં વિનાકારણે મૂડ નથી બગડતો. ઘઉંની બ્રેડ અથવા સિરિયલ્સનો ઉપયોગ વધુ કરો. દાળિયા પણ ઘણા ઉપયોગી છે. કાર્બોહાઇડ્રેટ વધારે હોય એવો નાસ્તો કરો. તમામ અનાજનું મિશ્રણ કરીને બજારમાં મળતી હોલ ગ્રેઇન ચીજવસ્તુઓના ઉપયોગથી શરીરના લોહીમાં શર્કરાનું પ્રમાણ એકસરખું રહે છે.
શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જતું હોય તો મૂડમાં ફેરફાર થતા હોય છે. નિયમિત સમયાંતરે પાણી પીવાનું ચાલુ જ રાખવું જોઈએ કારણ કે શરીરમાં થાક લાગવા પાછળ પાણીના ઘટેલા પ્રમાણને સૌથી વધુ જવાબદાર ગણવામાં આવે છે. એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે ચા, કોફી કે કોલ્ડડ્રિન્ક્સ પ્રવાહી છે. એનો ઉપયોગ પાણીના સ્થાને ન કરી શકાય. અનાનસ, સફરજન કે નારંગી જેવા ફળમાં પાણીનું પ્રમાણ ઘણું હોય છે અને એ ખાવાથી મદદ મળે છે.
લીલા શાકભાજીમાં ડિપ્રેશનનો સામનો કરી શકે એવા રસાયણ હોય છે. આ રસાયણોની શરીરમાં ઉણપ ન સર્જાય એ માટે લીલા શાકભાજીનો જમવામાં નિયમિત ઉપયોગ કરો. ડાર્ક ચોકલેટને મૂડ સુધારવા માટેની એક ખૂબ સારી દવા સ્વરૃપે પણ જોવામાં આવે છે. જોકે એનું વ્યસન થઈ જાય એવા પણ સંજોગો ક્યારેક ઊભા થતા હોય છે. ડાર્ક ચોકલેટમાં કેફિન અને થિઓબ્રોમાઇન જેવા રસાયણ હોય છે જે મૂડ સુધારવા ઉપયોગી છે. મૂડ ખૂબ ખરાબ થઈ ગયો હોય તો બટેટા ખાવા ઉપયોગી છે. ઓવનમાં બેક કરાયેલા અથવા છૂંદવામાં આવેલા બાફેલા બટેટાની ચીજવસ્તુ ખાવી મદદરૃપ થાય છે. આ ઉપરાંત શરીરને હલકુ રાખવા માટે ખીચડી અને દહી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે અને આ પ્રકારના ખોરાકથી શરીરને કોઇ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને સરળતાથી પાચન થઇ જાય છે જેથી પ્રવાસ કરતા હોવ ત્યારે આ ખોરાક બેસ્ટ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved