Last Update : 21-November-2012, Wednesday

 

તાપી જિલ્લાના ભીતબુદ્રક ગામના લોકો કહે છે

અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે

- તાપી જિલ્લાના ભીતબુદ્રક ગામના ૭૦૦ મકાનમાં ગામ સમસ્ત બનાવેલા ગોબર ગેસ પ્લાન્ટ ૩૫ પૈસાનો કિલો ગેસ પુરો પાડવામાં આવે છે.

 

 

તહેવારની ઉજવણીમાં રાંધણ ગેસના ભાવ વધારાએ ગ્રહણ લગાવી દીધું હતું, માત્ર શહેરમાં જ નહીં પણ ગ્રામિણ ક્ષેત્રે પણ ગેસના ભાવ વધારાની અસર જોવા મળી હતી, પરંતુ ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું ભીતબુદ્રક ગામના લોકોને ૨૦૦૭થી રાંઘણ ગેસ ૩૫ પૈસાનો કિલો મળે છે જ્યારે ગેસની બોટલની ખરીદી કરો તો ૫૧.૪૨ રૃપિયા કિલો ગેસ મળે છે. ગેસના ભાવ વધારાની સમસ્યાને દૂર કરવા માટે આ ગામના લોકોએ ગામ સમસ્ત ગોબર ગેસ પ્લાન્ટ બનાવ્યો છે આ ગેસ પ્લાન્ટ થકી દરેક ઘરમાં સવારે બે કલાકા અને સાંજે બે કલાક ગેસ પુરો પાડવામાં આવે છે જેનું માસિક ભાડું ૧૫૦ રૃપિયા છે. આમ દરેક વ્યક્તિને કિલો ગેસ ૩૫ પૈસા ચુકવવા પડે છે. ભીતબુદ્રક ગામમાં કુલ ૭૦૦ જેટલા મકાનો છે અને લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે તેથી ગાય અને ભેસનો ગોબર સરળતાથી મળી રહે છે, ગામના પશુઓનો તમામ ગોબર આ ગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે છે. ગેસમાંથી નિકળતો વધારાનો કચરાને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે જેનો ૨૦ કિલોના ૨૦૦ રૃપિયા ભાવ હોય છે.
ભીતબુદ્રક ગામના સરપંચ કમલાબેન ગામિત કહે છે કે આજે ગેસના બાટલાનો ભાવ ૭૦૦ રૃપિયા પહોચ્યો છે. સામાન્ય વ્યક્તિ માટે ગેસનો બાટલો ખરીદવો અઘરુ થઇ પડયું છે. પરંતુ અમારા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી દરેક મકાનમાં ૩૫ પૈસા કિલો ગેસ આપવામાં આવે છે. ગામમાં મોટો ગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેના થકી ગામના ઘરે ઘરે ગેસ પહોચાડાવામાં આવે છે. અત્યારે દરેક વ્યક્તિ માસિક ૧૫૦ રૃપિયા ભાડુ આપે છે જેની સામે સવારે બે કલાક અને સાંજે બે કલાક ગેસ આપવામાં આવે છે. આજે ગામનો ગરીબ વ્યક્તિ પણ રસોઇ ગેસ પર બનાવે છે.
આ અંગે ગામના રહેવાસી વિશ્વાસભાઇ નાઇ કહે છે કે ગેસની બોટલ ખરીદવા જઇએ તો ૨૫ રૃપિયા કિલો મળે છે જ્યારે અમને ઘરે બેઠા ૩૫ પૈસા કિલો ગેસ મળે છે. આ ઉપરાંત જે લોકો આ પ્લાન્ટમાં ગોબર નાખે છે તેમને તેનું વેતન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લાન્ટમાંથી નિકળતો વધારાના કચરાને ખેતીમાં ઉપયોગ કરી શકાય છે. ગામના તમામ સભ્યો આ ગોબર ગેસમાં એક તબળકુ છાણ નાખે છે આ ઉપરાંત વેસ્ટ કચરાને પણ આ પ્લાન્ટમાં નાખવામાં આવે છે જેના કારણે ગામમાં સ્વચ્છતાનું પ્રમાણ વધ્યું છે.
અત્યારે રાંધણગેસના બાટલામાં ૧૪ કિ.ગ્રા. જેટલો ગેસ મળે છે. જેની કિમત સામાન્ય અને ગરીબ વર્ગને હવે પોસાય તેમ નથી. પરંતુ ભીતબુદ્રકગામના ગરીબ વ્યક્તિઓ પણ ગેસ પર બે ટાઇમ ભોજન બનાવી શકે એટલી કિંમતમાં ગેસ પૂરો પાડવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved