Last Update : 21-November-2012, Wednesday

 
દિલ્હીની વાત.
 

શિયાળુ સત્રમાં સરકારી ડીનર
નવી દિલ્હી, તા.૨૦
સંસદના સત્ર પહેલાં બોલાવાતી સર્વપક્ષીય બેઠક એક પરંપરાગત અને અર્થવિહિન બની રહી છે. આવી બેઠકોની કોઇ ઉપજ નથી હોતી. ચોમાસુ સત્ર જ્યારે કોલસા કૌભાંડમાં ધોવાઇ ગયું છે ત્યારે અધ્યક્ષ મીરાંકુમારે શિયાળુ સત્ર માટે બોલાવેલી સર્વપક્ષીય બેઠકનું વિશેષ મહત્વ છે. શિયાળુ સત્ર પર પણ રીટેલ ક્ષેત્રે એફડીઆઇના વિવાદના વાદળો ઘેરાયેલા છે. માત્ર અધ્યક્ષ નહીં પણ વડાપ્રધાન પણ ડીનર ડીપ્લોમસીનો ઉપયોગ કરી રહ્યા છે. વડાપ્રધાને ગયા અઠવાડિયે શનિવારે ભાજપના નેતાઓને ડિનર માટે આવકાર્યા હતા પરંતુ બાલઠાકરેના અવસાનના કારણે પ્રોગ્રામ રદ થયો હતો હવે તે મંગળવારે સાંજે યોજાયો હતો. વડાપ્રધાને યુપીએના સાથીપક્ષો સાથે તો ડીનર યોજી લીધું છે. આ પહેલાં તેમણે સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવ અને બહુજન સમાજવાદી પક્ષના માયાવતી સાથે પણ ડીનર યોજ્યુ હતું. બીજી તરફ સરકારને રાહત એ વાતની છે કે અવિશ્વાસની દરખાસ્ત માટેના મમતાના પ્રયાસોને બહુ ટેકો નથી મળતો. આ ઉપરાંત મોટાભાગના સાંસદો માને છે કે ચોમાસુ સત્રની જેમ શિયાળુ સત્ર પણ ધોવાઇ જવું અટકાવવું જોઇએ. જેડી(યુ) નેતા શરદ યાદવ કહે છે કે શિયાળુ સત્ર વેડફાવવું ના જોઇએ. તે મતદાન સિવાયની ચર્ચા માટે તૈયાર છે.
મમતા અટૂલાં પડયા છે
અવિશ્વાસની દરખાસ્ત અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી સાવ અટુલાં પડી ગયા છે. તેમના પક્ષના નેતાઓ જોકે તેમની સાથે છે. આ લોકો કહે છે કે, હાર-જીતનો કોઇ સવાલ નથી પણ પક્ષ સિદ્ધાંતોને વળગી રહે છે. પરંતુ પરિસ્થિતિ એવો સંકેત આપે છે કે મમતા લોસમાં છે. જો તે અવિશ્વાસની દરખાસ્ત માટે જોઇતા ૫૦ સાંસદોનો ટેકો નહીં મેળવી શકે તો તેમની કફોડી હાલત થશે. અને જો અંતે પણ અવિશ્વાસની દરખાસ્ત સંસદમાં ઊડી જશે તો પણ તેમને મોટો ઝાટકો વાગશે. માત્ર આટલું જ નહીં પણ જો આ દરખાસ્ત ઉડી જશે તો યુપીએ સરકાર કહેશે કે અમારી નીતિઓ સારી છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved