Last Update : 21-November-2012, Wednesday

 

એસ. હજારા સિંઘ વિના ઓ પી નય્યરને ચાલતું નહોતું...

સિનેમેજિક - અજિત પોપટ
 

 

વાત ૧૯૬૭ની છે. ફિલ્મ 'હમ સાયા'ના એેક ગીતનું રેકોર્ડિંગ હતું. મોબાઇલ ફોન તો ઠીક, સાદા ફોન પણ ઘણાને ત્યાં નહોતા. રેકોર્ડિંગની આગલી સાંજે સંદેશવાહક સાદિકે ચર્ચગેટ પર આવેલા ઓ પી નય્યરના ઘેર જઇને સંદેશો આપ્યો કે સાહેબ, મંે આપનો સંદેશો તો આપ્યો પરંતુ હજારા બીમાર છે. એટલે આવતી કાલે કદાચ રેકોર્ડિંગમાં નહીં આવી શકે. ઓ પી નય્યરે તરત અંધેરીમાં રહેતા એક તબીબ દોસ્ત ડૉક્ટર કપૂરને ફોન કરીને દોડાવ્યા કે જાઓ, મારો એક ખાસ સાજિંદો બીમાર છે. એને સારવારની તાકીદે જરૃર છે....બે કલાક પછી ઓ પીએ ડૉક્ટર કપૂરને ફોન કરીને સમાચાર જાણી લીધા કે હવે સ્થિતિ કેવી છે ? એટલેથી નહીં અટકતાં બીજી સવારે ઓપીની કાર હજારાને લેવા આવી. હજારા રેકોર્ડિંગ રૃમ પર ગયા. ઓપી નય્યરે કહ્યંુ, તારી તબિયત સાથ આપે તો વગાડ. નહીંતર શાંતિથી બેસ. તુમ હાજિર હો વો હી હમારે લિયે કાફી હૈ...
વાત એસ. હજારા સિંઘની છે. આજની પેઢીને આ નામ કદાચ અજાણ્યું લાગશે. પરંતુ એક સમય હતો જ્યારે ઓપી નય્યરના મેાટા ભાગના રેકોર્ડિંગમાં હજારા સિંઘ અનિવાર્ય ગણાતા. સંગીતકાર (લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીવાળા) પ્યારેલાલના પિતા રામપ્રસાદ શર્મા હજારા સિંઘને કરાચીથી મુંબઇ લાવેલા. હાર્મોનિયમ બનાવતા અને વેચતા એક કારીગરની દુકાનમાં હાર્મોનિયમ ટયુનર તરીકે કારકિર્દી શરૃ કરનારા હજારા સિંઘે પાછળથી પોતાને માટે જાતે ડબલ ગિટાર બનાવી અને કલાકો સુધી રિયાઝ કરીને એના પર ગજબનો કાબુ મેળવ્યો. રામપ્રસાદજી એમને ઓપી નય્યરને મળવા લઇ ગયા. ઓપી પણ હજારાની જેમ આપજીવી. આપબળે ઉપર આવેલા સંગીતકાર. હજારાનું કૌવત પારખીને પોતાની સાથે રાખી લીધા. એ કોઇ ગીતનું રેકોર્ડિંગ વગાડે કે ન વગાડે એનો પુરસ્કાર (પગાર નહીં) ચાલુ રહે. જરાય અતિશયોક્તિ વિના એમ કહી શકાય કે હજારા સિંઘે ફક્ત અને ફક્ત ઓપી નય્યર માટેજ કામ કર્યું. બીજાઓ માટે બહુ ઓછું બલ્કે નહીં જેવું કામ કર્યું. ઓપીના સંગીતથી સજેલી હાવરાબ્રિજ, નયા દૌર, સીઆઇડી, કશ્મીર કી કલી, તુમ સા નહીં દેખા, સીઆઇડી ૯૦૯, હમસાયા...વગેરે એમની કેટલીક યાદગાર ફિલ્મો.
આજે તો એમનો પૌત્ર બન્ટી નેગી જાણીતો ફિલ્મ એડિટર છે. પરંતુ હજારા સિંઘના પુત્ર ઠાકુર સિંઘે પિતાને પગલે ચાલીને સેક્સોફોન વગાડતાં શીખી લઇને ફિલ્મ સંગીતમાં કેટલુંક કામ કર્યું. હજારા સિંઘ હતા ત્યારે એક માસ્ટર હજારા સિંઘ પણ હતા એટલે આ હજારાએ પોતાનું નામ એસ (એસ ફોર સરદાર ) હજારા સિંઘ કરી નાખ્યું. એક તરફ ડબલ ગિટાર અને બીજી તરફ હવાઇન ગિટાર પર એમણે એવો ગજબનો કસબ હાંસલ કરેલો કે ૧૯૬૦ના દાયકામાં એચએમવીએ હવાઇન ગિટાર પર હજારા સિંઘે વગાડેલાં ફિલ્મગીતોની ખાસ રેકર્ડો બહાર પાડી હતી. કેટલીક વાર તો એા પી નય્યર અકળાઇ જાય એટલી હદે હજારા સિંઘ સ્ટેજ પ્રોગ્રામમાં વ્યસ્ત રહેતા. હવાઇન ગિટાર પર હિન્દી ફિલ્મોનાં ગીતો વગાડવાના સ્ટેજ પ્રોગ્રામમાં હજારા લગભગ આખી દુનિયા ફર્યા. રેકોર્ડિંગમાં ઓપી એમની હાજરી એટલા માટે અનિવાર્ય ગણતા કે હજારા અદ્ભુત કાનસેન હોવા ઉપરાંત એમની વાદ્યવૃન્દની સૂઝ અનેરી હતી. જો કે એ સદાય રામપ્રસાદજીના વખાણ કરતા. રામપ્રસાદજીની યાદશક્તિ ખરા અર્થમાં અજોડ હતી. એ કશેક જતાં-આવતાં હોય અને રસ્તામાં કોઇ ગીતની રેકર્ડ સાંભળે તો ઘેર જઇને પોતે સાંભળેલા ગીતનું નોટેશન લખી લે એવી એમની ફોટોજેનિક મેમરી હતી. એમની અને હજારાની જોડી રામ લખન જેવી જોડી હતી એમ સિને મ્યુઝિશિયન એસોસિયેશનના સિનિયર સભ્યો કહે છે.
જો કે કિશોર દેસાઇ અને બરજોર લોર્ડ જેવા સિનિયર કલાકારો કહે છે કે એ દિવસોમાં દરેકને કંઇક કરી બતાવવાની હોંશ હતી. સંગીતકારો પણ પોતાનો અહમ્ વચ્ચે લાવ્યા વિના સાથીદારોને પૂછતા કૈસા લગ રહા હૈ...કુછ ઔર કરના ચાહિયે ક્યા ? બીજંુ તો ઠીક, સંગીતકારોમાં ઇર્ષા-અદેખાઇ કે 'કાતિલ' સ્પર્ધા નહોતી. એક દાખલો મનોહારી દાદાએ આ લેખકને આપેલો. એકવાર એસ ડી બર્મનનું રેકોર્ડિંગ હતું. ઓચિંતા એ તરફથી અણ્ણા (સી રામચંદ્ર) નીકળ્યા. તે દિવસે અણ્ણા ફ્રી હશે. એ એસ ડી બર્મનના રેકોર્ડિંગમાં આવી ગયા અને મનોહારી દાદાને કહ્યું, આજે હું એરેંજિંગ કરું છું. તું ફક્ત તારા સેક્સોફોન અને બ્રાસ ફ્લુટ પર કોન્સન્ટ્રેટ કર...અને સી રામચંદ્રે તે દિવસે પ્રેમથી એરેંજિંગ કર્યું. ફિલ્મ 'અદાલત'નાં બે યાદગાર ગીતો સાંભળીને નૌશાદ મિયાં મદન મોહનના ઘેર અભિનંદન આપવા ગયા હતા એ કિસ્સો તો જગજાહેર છે. એવા ખેલદિલી ભરેલા એ દિવસોમાં હજારા સિંઘ જેવા જન્મજાત (બોર્ન) કલાકારની હાજરી પોતાનાં રેકોર્ડિંગમાં ઓપી નય્યર જેવા સંગીતકાર અનિવાર્ય ગણે એમાં કોઇ નવાઇ ખરી ?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved