Last Update : 21-November-2012, Wednesday

 

કૂકની ઇનિંગ ખરેખર યાદગાર અને દર્શનીય રહી
ભારતે ઘરઆંગણે તેની ક્ષમતા દર્શાવતા પ્રથમ ટેસ્ટ જીતી લીધી

ઈંગ્લેન્ડે હવે પાનેસરને રમાડવો જોઇએ

ગાંગુલીની કોલમ

 


ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં જીત બાદ ખુશ હશે. ભારત માટે આ ટેસ્ટ એકદમ પરફેક્ટ રહી. ખાસ કરીને ભારતે ઘરઆંગણે તેની ક્ષમતા દર્શાવી. આવી સ્થિતીમાં ટોસ જીતવામાં આવે ત્યારે પ્રથમ બેટિંગ કરતાં જે ફાયદો મળે તે ફરી વખત આ મેચમાં જોવા મળ્યું.
અમે ટેસ્ટમાં જ્યારે ત્રીજા દિવસે ટીના સમયે કોમેન્ટ્રી બોક્સમાં બેઠા હતા ત્યારે મોટાભાગના તો ચોથા દિવસે ઘરે જવાનું આયોજન કરવા માંડયા હતા. કૂકની ઇનિંગ જોરદાર રહી અને મેચ પાંચમા દિવસે ખેંચાઇ. તે ભારતીય પરિસ્થિતીમાં સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન બની ગયો હતો. તે માત્ર ૨૭ વર્ષનો છે અને ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા દિગ્ગજોની હરોળમાં સ્થાન મેળવવાથી તે હવે એક જ સદી દૂર છે. તે ઈંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુક્યો છે અને તેનામાં ઈંગ્લેન્ડના ઓલ ટાઇમ ગ્રેટ ખેલાડી બનવાની ક્ષમતા છે.
મને સૌથી વધુ આશ્ચર્ય પીટરસનની બેટિંગ જોઇને થયું. તે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે અને લેફ્ટ-આર્મ સ્પિનર સામેની માનસિક લડાઇમાં તે હારી ગયો હોવાનું અનુભવાયું. ઈંગ્લેન્ડની આ શ્રેણીમાં સફળતા માટે પીટરસન સારો દેખાવ કરે તે જરૃરી છે. અમદાવાદની પીચ પર લડત આપ્યા બાદ તેઓ મુંબઇમાં વધુ સારી તૈયારી સાથે રમવાઉતરશે. જો હવે તેઓ ત્યાં ટોસ જીતીને સારો સ્કોર કરે તો તેની શ્રેણી પર ઘણી મોટી અસર પડશે. તેઓ બેલની ગેરહાજરીમાં ત્યાં રમશે. જો કે ટ્રોટ, પીટરસન જેવા મીડલ ઓર્ડરનો દેખાવ મહત્વનો રહેશે.
તેઓએ પાનેસરને ના રમાડવાની ભુલને મુંબઇમાં સુધારી લેવી પડશે. ફિન ઈંગ્લેન્ડની બોલિંગ લાઇનઅપમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તેની ફિટનેસ પર બધાની નજર રહેશે. ભારતીય ટીમ સેહવાગના ફોર્મથી ખુશ હશે. તેણે બેટિંગ દરમિયાન ઘણી ધીરજ દર્શાવી હતી અને હવે તેણે ફોર્મ મેળવી લીધું છે એટલે ઈંગ્લેન્ડના બોલરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઓઝા પાસે વૈવિધ્ય છે અને હું તેને રમતો જોવા માટે ઉત્સુક છું. મારા માટે પ્રથમ ટેસ્ટમાં જો કોઇ ખેલાડીએ ધ્યાન ખેંચ્યું હોય તો તે પૂજારા છે.ન્યુઝીલેન્ડ સામેની ઇનિંગ બાદ તેણે તેની રમતમાં સુધારો કર્યો અને તે અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે જોવા મળ્યું. તેેની સ્ટાઇલ જૂના જમાના ખેલાડીઓ જેવી છે અને તે જે પ્રકારે ક્રિઝમાંથી બહાર આવે છે તેમજ જે રીતે સ્પિનરોને એવા શોટ ફટકારે કે બોલ જમીનને સ્પર્શેલો જ રહે ત્યારે તે જોવું રસપ્રદ હોય છે. આધુનિક સમયમાં તો બોલને ફિલ્ડરની ઉપરથી મારવાનો ટ્રેન્ડ ચાલે છે, જ્યારે પૂજારાના આ પ્રકારના ગ્રાઉન્ડ શોટ જોવા એ અલગ જ આનંદ આપે છે. ( ૩૬૦ કોર્પોરેટ રિલેશન્સ)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved