Last Update : 21-November-2012, Wednesday

 

ચાલુ સિઝનમાં ઇનામી રકમ જીતવામાં ફેડરર રુ.૪૭ કરોડ સાથે બીજા ક્રમે
યોકોવિચ રૃપિયા ૭૦ કરોડની ઇનામી રકમ સાથે નંબર વન

એઝારેન્કો રૃ. ૪૪ કરોડ સાથે મહિલાઓમાં ટોચ પર
અડધી સીઝન ના રમવા છતાં નડાલ આશરે
રૃ.૨૮ કરોડની ઇનામી રકમ જીત્યો છે

લંડન,તા.૨૦
સર્બિયાના ટેનિસ સ્ટાર યોકોવિચે એટીપી રેન્કિંગમાં સતત બીજા વર્ષે નંબર વન તરીકે સિઝનનો અંત આણ્યો હતો. આ ઉપરાંત તેણે વર્ષ ૨૦૧૨માં સૌથી વધુ ઇનામી રકમ જીતવામાં પણ ટોચનું ક્રમ મેળવ્યું હતુ. યોકોવિચે આ સિઝનમાં આશરે કુલ મળીને રૃપિયા ૭૦ કરોડ ૪૨ લાખ જેટલી ઇનામી રકમ જીતી હતી. ટેનિસના કોર્ટમાં તેનો કટ્ટર હરિફ અને સ્વિસ લેજન્ડર ફેડરર ઇનામી રકમના મામલે યોકોવિચ કરતાં આશરે ૨૩ કરોડ રૃપિયા પાછળ રહ્યો હતો.
વર્લ્ડ રેન્કિગમાં બીજો ક્રમાંક ધરાવતો ફેડરર ચાલુ સિઝનમાં જ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે આ સિઝનમા કુલ અંદાજે ૪૭ કરોડ ૨૧ લાખ રૃપિયા ઇનામી રકમ તરીકે જીત્યા હતા. ઇનામી રકમનું રેન્કિગ પણ મોટાભાગે ઓફિસિઅલ રેન્કિંગને અનુસરતું જોવા મળ્યું હતુ. યોકોવિચ આ સિઝનમાં કુલ ૭૫ મેચ જીતી અને ૧૨ હારી ચુક્યો છે. તેણે છ ટાઇટલ જીત્યા હતા. ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારા યોકોવિચે ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં ફાઇનલ સુધીની સફર ખેડી હતી. જ્યારે વિમ્બલ્ડનમાં તે સેમિ ફાઇનલમાં હાર્યો હતો.
રેકોર્ડ ૧૭ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકેલો ફેડરર ચાલુ સિઝનમાં ૭૧ મેચ જીત્યો અને ૧૨ હાર્યો હતો. જ્યારે તેણે છ ટાઇટલ જીત્યા હતા. ગ્રાન્ડ સ્લેમમાં તે વિમ્બલ્ડન જીતી શક્યો હતો. ઇનામી રકમ જીતવાના મામલે ત્રીજો ક્રમ બ્રિટનના એન્ડી મરેને આપવામાં આવ્યો હતો. યુએસ ઓપન જીતીને બ્રિટીશ ટેનિસમાં ઇતિહાસ રચનારા મરેએ આશરે ૩૧ કરોડ અને ૩૯ લાખ રૃપિયા ઇનામી રાશિ તરીકે જીત્યા હતા. જ્યારે ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ ઇજાના કારણે આશરે અડધી સિઝન ટેનિસ કોર્ટથી દૂર હોવા છતાં નડાલે રેન્કિંગમાં અને સૌથી વધુ ઇનામી રકમ જીતવામાં ચોથો ક્રમ મેળવ્યો હતો.
નડાલ આ સિઝનમાં આશરે રૃપિયા ૨૭ કરોડ ૪૮ લાખ ઇનામી રકમ તરીકે જીત્યો હતો. નડાલ ચાલુ સિઝનમાં ૪૨ મેચ જીત્યો અને ૬ હાર્યો હતો. તેણે ચાર ટાઇટલ જીત્યા હતા. તે ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બન્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રનર્સ અપ રહ્યો હતો. વિમ્બલ્ડનમાં બીજા રાઉન્ડમાં જ બહાર ફેંકાયો હતો.
ભારતનો ડબલ્સ સ્પેશિયાલીસ્ટ ખેલાડી લિએન્ડર પેસ સૌથી વધુ ઇનામી રકમ જીતવાની યાદીમાં ૩૩માં ક્રમે છે. તે આ સિઝનમાં આશરે ૪ કરોડ ૧૯ લાખ રૃપિયા ઇનામી રકમ તરીકે જીત્યો હતો. ટેનિસ સ્ટાર મહિલા ખેલાડીઓમાં વર્લ્ડ નંબર વન બેલારૃસિય ખેલાડી વિક્ટોરિયા એઝારેન્કાએ સૌથી વધુ ઇનામી રકમ જીતવામાં પણ ટોચનો ક્રમ મેળવ્યો હતો. તેણે આશરે ૪૩ કરોડ ૫૮ લાખ રૃપિયા જીત્યા હતા. જો તે પુરૃષોના રેન્કિગ સાથે સરખાવાય તો તેને ત્રીજો ક્રમ મળી શકે. જ્યારે અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેનાએ બ્રિટનના એન્ડી મરે કરતાં વધુ પ્રમાણમાં ઇનામિ રાશિ મેળવી હતી. સેરેના કુલ અંદાજે રૃપિયા ૩૮ કરોડ અને ૭૫ લાખ ઇનામી રકમ તરીકે જીતી હતી. તેણે આ સિઝનમાં કેરિયર ગોલ્ડન સ્લેમ પુરૃ કર્યું હતુ અને તે આવી સિધ્ધિ મેળવનારી સ્ટેફી ગ્રાફ પછીની માત્ર બીજી જ ખેલાડી બની હતી.
શારાપોવા આશરે રૃપિયા ૩૫ કરોડ ૮૯ લાખની ઇનામી રકમ જીતી હતી અને તે આ યાદીમાં ત્રીજા ક્રમે રહી હતી.

 

ટેનિસમાં સૌથી વધુ ઈનામી રકમ જીત્યા (૨૦૧૨)
મેન્સ

ક્રમ

ખેલાડી

દેશ

રકમ (રૃા.)

૧.

યોકોવિચ

સર્બિયા

૭૦.૪૨ કરોડ

૨.

ફેડરર

સ્વિત્ઝર્લેન્ડ

૪૭.૨૨ કરોડ

૩.

મરે

ઈંગ્લેન્ડ

૩૧.૩૯ કરોડ

૪.

નડાલ

સ્પેન

૨૭.૪૮ કરોડ

૫.

ફેરર

સ્પેન

૨૪.૨૫ કરોડ

૬.

ડેલપોટ્રો

આર્જેન્ટીના

૧૬.૬૭ કરોડ

૭.

બર્ડિચ

ચેકરિપબ્લીક

૧૬.૩૬ કરોડ

૮.

સોંગા

ફ્રાન્સ

૧૩.૦૭ કરોડ

૯.

ટિપ્સારેવિચ

સર્બિયા

૧૧.૩૫ કરોડ

૧૦.

ગેસ્કયુટ

ફ્રાંસ

૮.૫૯ કરોડ

 


વિમેન્સ

ક્રમ

ખેલાડી

દેશ

રકમ (રૃા.)

૧.

એઝારેન્કા

બેલારૃસ

૪૩.૫૮ કરોડ

૨.

સેરેના

અમેરિકા

૩૮.૭૫ કરોડ

૩.

શારાપોવા

રશિયા

૩૫.૮૯ કરોડ

૪.

રડવાન્સ્કા

પોલેન્ડ

૨૨.૫૬ કરોડ

૫.

એરાની

ઈટાલી

૧૭.૧૧ કરોડ

૬.

કિવટોવા

ચેકરિપબ્લીક

૧૫.૦૩ કરોડ

૭.

વોઝનીઆકી

ડેનમાર્ડ

૧૩.૨૫ કરોડ

૮.

લી ના

ચીન

૧૨.૫૪ કરોડ

૯.

કેર્બેર

જર્મની

૧૦.૮૫ કરોડ

૧૦.

સ્ટોસુર

ઓસ્ટ્રેલિયા

૧૦.૬૫ કરોડ


Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved