Last Update : 21-November-2012, Wednesday

 
 

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ ધોનીની ટીકા કરી
ટર્નિંગ પીચ બનાવવાનો ધોનીનો આગ્રહ ક્રિકેટ માટે નકારાત્મક

આઇસીસી પણ નારાજઃસ્પોર્ટિંગ પીચો બનાવવાની બીસીસીઆઇની નીતિ સામે ધોનીના વિરોધથી આશ્ચર્ય

 

નવી દિલ્હી,તા.૨૦
અમદાવાદ ટેસ્ટ બાદ ભારતીય કેપ્ટન ધોનીની ટર્નિંગ પીચ તૈયાર કરવા અંગેની આક્રમક અને ખુલ્લેઆમ હોમગ્રાઉન્ડનો ફાયદો ઉઠવવાની માંગણીને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કહ્યું છે કે, સ્પિનરો માટે ટર્નિંગ પીચ બનાવવા માટેનો ધોનીનો આગ્રહ ક્રિકેટ માટે અત્યંત જોખમી છે. તેની કોમેન્ટ નકારાત્મક છે.
એક તરફ ભારતીય ક્રિકેટ બોર્ડ દેશમાં વધું સ્પોર્ટિંગ પીચો બને તે માટે પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં આ અંગે મોહાલીમાં એક સર્ટિફિકેટ કોર્સ પણ રાખવામાં આવ્યો હતો. જુન-૨૦૧૨માં ગાંગુલીની અધ્યક્ષતામાં મળેલી ટેકનિકલ કમિટિની બેઠકમાં પણ ડોમેસ્ટિક ક્રિકેટ માટે પેસ અને બાઉન્સ માટેની પીચ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જો કે કેપ્ટન ધોનીએ અમદાવાદની ટેસ્ટ બાદ જાણે બોર્ડની પીચ અંગેની નીતિ સામે જ પ્રશ્નાર્થ સર્જ્યો હોવાની ચર્ચા મીડિયામાં ચાલી રહી છે.
અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ભારતીય કેપ્ટન ધોનીએ ગ્રાઉન્ડ સ્ટાફની ઝાટકણી કાઢતાં કહ્યું હતુ કે, ટર્ન કે બાઉન્સ વિનાની આવી પીચ તો હું ક્યારેય જોવા જ માંગતો નથી. મારે તો એવી પીચ જોઇએ કે જેના પર પહેલા જ દિવસથી બોલ ટર્ન થતો હોય પછી ભલેને મેચ ત્રણ કે સાડા ત્રણ દિવસમાં પુરી થઇ જાય. જો પીચમાંથી શરૃઆતમાં બેટિંગ કરવાનો અને ત્યાર બાદ બોલિંગ કરવાનો ફાયદો જ ના મળવાનો હોય તો ટોસ ઉછાળવાની જરૃર જ શું છે ? આવી પીચો હોય તો ટોસ ઉછાળ્યા વિના જ મેચો રમાડવી જોઇએ.
ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા ઇનોવેટિવ ફોરમમાં ભાગ લેવા આવેલા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કહ્યું કે, ધોનીની પીચ અંગેની આ પ્રકારની કોમેન્ટ ક્રિકેટ માટે અત્યંત નકારાત્મક છે. ભારતીય ક્યુરેટરોને પીચના ડોકટર કહેવાની તેની કોમેન્ટ તો મને સમજાઇ જ નહી.
સ્ટીવ વોએ ધોનીની કોમેન્ટ અંગે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તમારે આક્રમક બનવું જોઇએ અને વિશ્વમાં શ્રેષ્ઠતા સાબિત કરવા માટે તમારે તમામ પ્રકારની પરિસ્થિતીમાં સારો દેખાવ કરવો જોઇએ. દરેક વખતે પોતાની રમવાની સ્ટાઇલને અનુકૂળ આવે તેની પરિસ્થિતિની માંગણી કરતા ના રહેવું જોઇએ. મને તો ધોનીની આ પ્રકારની કોમેન્ટ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું. કોઇ પણ વિશ્વસ્તરની શ્રેષ્ઠ ટીમે દરેક પ્રકારની પરિસ્થિતીમાં રમવાનું શીખવું જોઇએ.
પોતાનું ઉદાહરણ આપતાં સ્ટીવ વોએ કહ્યું કે, મેં ૫૭ મેચોમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન્સી કરી છે પણ ક્યારેય પીચ ક્યુરેટર સાથે અમારે રમવામાટે કેવા પ્રકારની પીચ જોઇએ છીએ તે અંગે વાતચીત સુધ્ધા કરી નથી. જો કે સ્ટીવ વોએ ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટની શ્રેણી જીતવા માટે ભારતને ફેવરિટ ગણાવ્યું હતુ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૬૮ ટેસ્ટ રમી ચુકેલા વોએ ઊમેર્યું કે, ભારતીય ટીમ ઘણી જ મજબુત છે અને ભારતને તેની ધરતી પર હરાવવું અત્યંત મુશ્કેલ હોય છે.
ખાસ કરીને યુવા ખેલાડીઓએ દર્શાવેલી પ્રતિભાને કારણે ભારતીય ક્રિકેટનું ભાવિ ઉજ્જવળ લાગી રહ્યું છે. ચેતેશ્વરે બેવડી સદી ફટકારી, કોહલી અને ઓઝાનો દેખાવ પણ અત્યંત જોરદાર રહ્યો છે.
૪૭ વર્ષીય સ્ટીવ વોએ કહ્યું કે, તમારે આવી પરિસ્થિતીમાંથી જ બહાર આવવાનું હોય છે. કોઇ ખેલાડી રમતથી મહાન નથી. કોઇએ તો જવાબદારી ઊઠાવવી જ પડતી હોય છે. મને લાગે છે કે ભારત ટેસ્ટ શ્રેમી જીતશે. મને લાગે છે કે ભારત ૩-૦થી શ્રેણી જીતશે કારણ કે અંહીની પીચો તેમને અનુકૂળ બનશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved