Last Update : 21-November-2012, Wednesday

 

ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ લડી લેવાના મૂડમાં
ઇઝરાયેલનો હુમલો તેની સૈન્ય ટુકડી પર હમાસના મિસાઇલમારાનો જવાબ

૧૦મી નવે.થી શરૃ થયેલા હમાસના આતંકે અનેક નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો છે

ગાઝા, તા. ૨૦
મુંબઇમાં ૨૦૦૮ની ૨૬મી નવેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલામાં રબ્બિ ગેવરિયલ હોત્ઝબર્ગ અને તેની પત્ની રિવકા પણ અન્ય ૧૬૪ નિર્દોષ નાગરિકો સાથે મોતને ભેટયા હતાં. આ ઘટનાના ચાર વર્ષ બાદ ગર્ભવતી, ત્રણ સંતાનોની માતા અને દિલ્હી સ્થિત છબાડ રબ્બીના પત્ની મિરા સ્કાર્ફનું ઇઝરાયેલમાં હમાસના આતંકવાદી હુમલામાં મૃત્યુ થયું હતું. આતંકવાદ અંતે તો આતંકવાદ છે. તે કોઇ પણ સ્વરૃપે હોય પણ હંમેશ દૈત્ય જ છે અને તેનું કોઇ વાજબી કારણ નથી. દુનિયાના અનેક દેશો આજે આતંકવાદની નિંદા કરે છે.
ભારત ખાતેના ઇઝરાયેલી દૂત એલોન અશયિઝે ઇઝરાયેલ પર ૧૦મી નવેમ્બરથી ચાલી રહેલા હમાસના આતંકવાદી હુમલા અંગે કેટલીક વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગાઝામાંથી છૂટતા હમાસના મિસાઇલ અને રોકેટથી ઇઝરાયેલના લોકો ભયભીત છે. ઓસામા બિન લાદેનની વિચારધારાને ટેકો આપતું આતંકવાદી સંગઠન હમાસ વધુમાં વધુ નાગરિકોની હત્યા કરવાની ફિરાકમાં છે.
હમાસના હુમલાના કારણે ઇઝરાયેલમાં શાળા-કોલેજો બંધ કરી દેવાયા છે અને સાયરન વાગે એટલે ૧૫ સેકન્ડમાં લોકોને સ્વબચાવ માટે 'બોમ્બ શેલ્ટર'માં જવું પડે છે. હમાસની રોકેટ રેન્જમાં આવતા વિસ્તારોના લોકોનું જીવન અજંપાથી ભરાયું છે. આવી સ્થિતિ વર્ષોથી ચાલી રહી છે અને કોઇ પણ દેશ પોતાના નાગરિકો માટે આવું વાતાવરણ પસંદ કરે નહીં... આ જ કારણે ઇઝરાયેલ હમાસને 'ઇંટનો જવાબ પથ્થર' થી આપવા કટિબદ્ધ બનીને હુમલા કરી રહ્યું છે. તાજેતરમાં જ ઇઝરાયેલની સરહદમાં પેટ્રોલિંગ કરી રહેલી સૈન્યની જીપ પર ગાઝાથી ટેંક વિરોધી મિસાઇલ છોડીને હમાસે આતંકવાદી હુમલાની નવી 'શ્રૃંખલા' શરૃ કરી છે. આ હુમલાની થોડી જ ક્ષણો બાદ હમાસે દક્ષિણ ઇઝરાયેલમાં નાગરિકોને નિશાન બનાવતો રોકેટમારો ચલાવ્યો હતો.
એલોને જણાવ્યું હતું કે ઇઝરાયેલને ૨૦૦૫ થી ગાઝા સાથે કોઇ જોડાણ નથી અને સાથે ઈજીપ્ત સાથેની ગાઝાની સરહદ પર પણ ઇઝરાયેલનું કોઇ નિયંત્રણ નથી. ગાઝા પેલેસ્ટાઇનના શાસનનું 'મોડલ' બની રહેશે તેવી આશા સાથે ઇઝરાયેલે ગાઝા પટ્ટી પરથી સૈન્ય સંકેલી લીધું હતું. પરંતુ સ્થિતિ તદ્ન જુદી જ ઉભી થઇ. હમાસે હિંસક રીતે ગાઝા પર નિયંત્રણ મેળવી લીધું અને પેલેસ્ટાઇનના સત્તાવાળાઓને રીતસરના ઉખાડી ફેંકયા.
પેલેસ્ટાઇની ઓથોરિટીના પ્રમુખ મોહમદ અબ્બાસ હમાસની સરહદમાં પગ મુકવાનું સાહસ કરી શકયા નથી. ગાઝાના હિતોનું રક્ષણ કરવાના બદલે હમાસ ગાઝાનો દક્ષિણ ઇઝરાયેલના શહેરો પર હુમલા કરવાના 'લોન્ચિંગ પેડ' તરીકે ઉપયોગ કરે છે... અંતે હવે ઇઝરાયેલને આત્મરક્ષણના પોતાના અધિકારનો ઉપયોગ કરવા મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે. ઇઝરાયેલે ૧૪મી નવેમ્બરથી આતંકવાદ વિરોધી અભિયાન શરૃ કર્યું છે. હમાસનો સફાયો કરવા ઇઝરાયેલી સૈન્ય હવાઈ હુમલા કરી રહ્યું છે અને સાથે સરહદે સૈન્યનો ખડકલો કરીને જમીન માર્ગે હમાસનો દાંત ખાટા કરવાની પણ ઇઝરાયેલની સજ્જતા છે.
ઇઝરાયેલી સંરક્ષણ દળોએ હમાસની સશસ્ત્ર પાંખના વડા અહમદ જબારી પર હુમલો કર્યો હતો. ગાઝા પટ્ટી પરથી થતાં તમામ હુમલા માટે જબારી જ જવાબદાર છે. આ ઉપરાંત જબારી ૨૦૦૬માં ઇઝરાયેલી સંરક્ષણ દળના જગન ગિલાડ સહિતના અપહરણમાં પણ સંડોવણી ધરાવે છે. આ તમામ તંગદિલી વચ્ચે ઇઝરાયેલનું સ્પષ્ટ પણે માનવું છે કે તે પોતાના તેમજ પેલેસ્ટાઇનના નિર્દોષ નાગરિકોને હાની પહોંચે તેવું ઇચ્છતું નથી.
જેના કારણે ઇઝરાયેલ હમાસ પરના તેના હુમલામાં આક્રમકતાની સાથે નાગરિકોની સલામતીનું પણ ધ્યાન રાખી રહ્યું છે. બીજી બાજુ આતંકવાદી મથકોથી દૂર રહેવાની વિનંતી કરતા પેફિલેટ પણ ઇઝરાયેલે ગાઝા પટ્ટીના રહિશોને હજારોની સંખ્યામાં વહેંચ્યા હતા. હમાસ તેના બચાવ માટે પેલેસ્ટાઇની પ્રજાનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે અને મોટે ભાગે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંથી જ રોકેટ અને મિસાઇલ છોડે છે.
ગયા સપ્તાહે મિરા સ્કાર્ફની હત્યા પણ લશ્કર-એ-તોઇબા જેવી જ વિચારધારા ધરાવતા આ ઉગ્રવાદી જૂથનું કારસ્તાન હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved