Last Update : 21-November-2012, Wednesday

 

ફેસબુક પર ટીકા કરનારી છોકરીઓની ધરપકડ બદલ મુંબઇ પોલીસની ઝાટકણી

બંધનો વિરોધ કરવાથી કોઇ ધાર્મિક લાગણી ન દુભાતી હોવાનો તથા અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છીનવાતું હોવાનો કાયદાકીય નિષ્ણાતોનો મત

મુંબઈ,તા.૨૦
સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર બાળ ઠાકરે વિશે વિવાદસ્પદ ટીપ્પણી કરનારી છોકરી તથા તે કમેન્ટને લાઇક કરનારી છોકરીની સોમવારે ધરપકડ કરવામાં પાલઘરની પોલીસે કરેલી ઉતાવળ બદલ દેશભરના કાયદાકીય નિષ્ણાતોએ પોલીસની ઝાટકણી કાઢી હતી. બેમાંથી એક છોકરીએ તો તરત જ માફી માગી લીધી હતી. તેમ છતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ છોકરીઓના કાકાની હોસ્પિટલમાં તોડફોડ કરનારા તોફાની તત્ત્વમાંથી એકેયની ધરપકડ ન કરવામાં આવતા ભારે આશ્ચર્ય થયું હતું.
સુપ્રીમ કોર્ટના વકીલ સી. એમ. સુંદરમે એક અહેવાલમાં જણાવ્યું હતું કે 'અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના આપણા અધિકાર પર સૌથી વધુ ખતરો તોડાઈ રહ્યો છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય એ આપણો મૂળભૂત અધિકાર છે અને લોકશાહીનો આધારસ્તભં છે. આપણે કયા વિચાર ધરાવીએ છીએ એ આપણું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય નથી, પણ કઇ વિચારધારા સામે ઘૃણા ધરાવીએ છીએ એ રજૂ કરવામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની જરૃર પડે છે.'
ફોજદારી મામલાઓના વકીલ અમિત દેસાઈએ કહ્યું હતું કે 'છોકરીઓની ધરપકડ કરવામાં આવી તે એક ખૂબજ હાસ્યાસ્પદ છે. પોલીસ દ્વારા ભરવામાં આવેલું આ એક ઉતાવળિયું પગલું છે.' ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા અનુસાર પૂરતા કારણો ન હોય ત્યાં સુધી પોલીસ કોઇની ધરપકડ કરી શકે નહીં. આવા કૃત્યને ગુનાહિત માનસ દ્વારા આચરવામાં આવતું કૃત્ય ગણાવીને સર્વોચ્ચ અદાલતે પોલીસને ચેતવણી આપી છે. દિલ્હીના વકીલ સોરાભ કિરપાલે કહ્યું હતું કે 'પોલીસ રાજ્ય સરકારની પાંખ છે. તેઓ કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોની ધરપકડ કરતા હોય છે, પરંતુ આ મામલામાં પોલીસે પોતે જ કોઇના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારનો ભંગ કર્યો છે.'
સાઇબર નિષ્ણાત એસ. નપ્પીનાઈએ જણાવ્યું હતું કે 'બાળ ઠાકરે વિરુદ્ધ ફેસબુક પર પોસ્ટ મૂકનારી છોકરી સામે લગાવવામાં આવેલી આઇટી(ઇન્ફોર્મેશન ટેકનોલોજી) એક્ટની કલમ ૬૬એ એટલી વિશાળ અને એટલી અનિશ્ચિત છે કે તેનો કોઇપણ રીતે ઉપયોગ કરી શકાય છે.'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved