Last Update : 21-November-2012, Wednesday

 

એનડીએ એફડીઆઇ પર મતદાન માટે દબાણ કરશે
અવિશ્વાસ પ્રસ્તાવ ઃ એનડીએમાં ગડમથલ મમતા ડાબેરીઓ સાથે હાથ મિલાવવા તૈયાર

સપા, જયલલિતા અને ડીએમકે એફડીઆઇનો વિરોધ કરશે પણ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે દ્વિધામાં

નવી દિલ્હી, તા. ૨૦
મંગળવાર સાંજે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને મળેલ એનડીએની બેઠકમાં સંસદમાં એફડીઆઇ મુદ્દેે ચર્ચા અને વોટિંગ કરવા માટે સંમતિ સાધવામાં આવી હતી પરંતુ આ બેઠકમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આ બેઠકનાં અંતે ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે એનડીએ માને છે કે યુપીએ-૨ સરકારને ચાલુ રહેવાનો કોઇ અધિકાર નથી. અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે એનડીએના તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પક્ષ પ્રમુખ નિતિન ગડકરી, લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને લાલકૃષ્ણ અડવાણી સહિતનાં અન્ય નેતાઓ હાજર રહ્યા હતાં. એનડીએની બેઠકનાં અંતે જારી કરવામાં કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એનડીએ મતદાનની જોગવાઇ હેઠળ ઠરાવ રજૂ કરશે. જેમાં રીટેલમાં એફડીઆઇને મંજુરી આપવાના નિર્ણયને પરત લેવા સરકારને જણાવવામાં આવશે.
આ દરમિયાન સીપીઆઇ-એમ દ્વારા તૃણમુલનાં અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યાનાં એક દિવસ પછી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે જો ડાબેરીઓ દ્વારા પણ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે તો તે સમર્થન આપશે.
બેનરજીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ મુદ્દેે જરૃર પડશે તો હું રાજ્યમાં આવેલા સીપીઆઇ-એેમના હેડ કર્વાટર જઇને પક્ષના સચિવ બિમન બોસ સાથે ચર્ચા કરીશ. સમાજવાદી પાર્ટીએ પણ આજે જણાવ્યું હતું કે તે મલ્ટી બ્રાન્ડ રીટેલમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવાના નિર્ણયનો વિરોધ કરશે. સપાના રાષ્ટ્રીય મહાસચિવ રવિપ્રકાશ વર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે રીટેલમાં એફડીઆઇ મુદ્દે પક્ષે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે કોઇ પણ સંજોગોમાં ઉત્તરપ્રદેશમાં રીટેઇલમાં એફડીઆઇનો અમલ કરશે નહીં.
એઆઇએડીએમકેના વડા અને તામિલનાડુના મુખ્યપ્રધાન જે. જયલલિતાએ સ્પષ્ટતા કરી હતી કે સંસદમાં મલ્ટી બ્રાન્ડ રીટેલમાં એફડીઆઇ અંગે મતદાન થશે તો તેમનો પક્ષ આ નિર્ણયના વિરુદ્ધમાં મતદાન કરશે. એઆઇડીએમકેનાં સાંસદો સાથે ચર્ચા કર્યા પછી જયલલિતાએ આ જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનો પક્ષ મધ્યસ્થ ચૂંટણી માટે તૈયાર છે. જો કે યુપીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા અંગે તેમણે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. તેમણે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં અત્યાર સુધી કોઇ પક્ષે અમારો સંપર્ક કર્યો નથી.
મલ્ટી બ્રાન્ડ રીટેલમાં એફડીઆઇ અંગે પોતાનું મૌન તોડતા ડીએમકે સુપ્રીમો એમ. કરૃણાનિધિએ આજે જણાવ્યું હતું કે તેમનો પક્ષ આ સેક્ટરમાં વિદેશી રોકાણને પરવાનગી આપવાનાં કેન્દ્રનાં નિર્ણયને સમર્થન નહીં આપે. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી તામિલનાડુનાં નાના અને મધ્યમ કદનાં રીટેલ વેપારીઓ પ્રભાવિત થશે. ે આ તમામ ઘટનાક્રમની વચ્ચે કોંગ્રેસે આજે જણાવ્યું હતું કે તે સંસદમાં કોઇ પડકારનો સામનો કરવા તૈયાર છે. લોકસભાના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુનાર શિંદેએ આજે જણાવ્યું હતું કે અમે ડરતા નથી. અમારી પાસે પૂરતી સંખ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સંસદના શિયાળુ સત્રમાં સરકાર સામે કોઇ ખતરો નથી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે દેશ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ સાથે મળીને કાર્ય કરવાની જરૃર છે.

સપા-બસપાને સાથે લાવવાની વિપક્ષની યોજના
નવી દિલ્હી, તા. ૨૦
મુશ્કેલ સમયમાં યુપીએની મુશ્કેલીઓ દૂર કરનારી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પર હવે સરકારની જ નહીં પરંતુ વિપક્ષોની પણ નજર છે. વિપક્ષોને આશા નથી કે સપા, બસપા સરકારની વિરુદ્ધ લાવવામાં આવનારા અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન કરશે. તેથી ભાજપ અને માકપાએ બંને પક્ષોને રિટેલમાં એફડીઆઇના મુદ્દે સરકારને ઘેરવાની રણનિતિમાં સામેલ કરવાની રણનીતિ પર કાર્ય કરવાનું શરૃ કરી દીધુ છે. વિપક્ષ સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને બદલે એફડીઆઇ પર વોટિંગને આગળ રાખવા માંગે છે. રિટેલમાં એફડીઆઇનાં પ્રશ્ન પર સપા અને બસપાએ અત્યાર સુધી પત્તા ખોલ્યા નથી. બંને પક્ષોએ સંસદની અંદર આ મુદ્દેે યુપીએ સરકારની સાથે કે તેની વિરુદ્ધ જવાનાં પ્રશ્ન પર મૌન જાળવી રાખ્યુ છે. બંને પક્ષો રીટેલમાં એફડીઆઇની વિરુદ્ધ વાત કરે છે પરંતુ યુપીએ સરકારને ખતરામાં નાખવા અંગેની વાત પણ કરી રહ્યા નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved