Last Update : 21-November-2012, Wednesday

 

વન મિનિટ પ્લીઝ...

 

રાષ્ટ્રીય
* ભારતના બીજા રાજ્યોની તો ખબર નથી પણ મધ્યપ્રદેશમાં હવે છોકરીઓની છેડતી કરવી કદાચ મોંઘી પડી શકે છે! મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જાહેર કર્યું છે કે મહિલાઓની છેડતી કરનારને ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને ચારિત્ર્ય પ્રમાણપત્ર જેવા મહત્વના દસ્તાવેજો મળશે નહીં. મહિલા સન્માન સમારોહમાં સિંહે છેડતીના બનાવો પર લગામ કસવા તેમની સરકારની કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.
* ભારતનાં રાજકારણીઓને વર્તમાન સાથે ભૂતકાળથી પણ ડરવાની જરૃર છે... કહેવાય છે ને કે ભૂતકાળ કોઇને છોડતો નથી. આ કહેવચ તમિલનાડુના મુખ્યપ્રધાન અને એઆઇએડીએમકેના વડાં જયલલિતાના સંદર્ભે સાચી પડી શકે છે. અત્યારે ૨૦૧૨ ચાલે છે પણ ૨૦૦૧ની વિધાનસભા ચૂંટણીમાં ચાર નામાંકન પત્રો ભરવા બદલ સર્વોચ્ચ અદાલતે જયલલિતાની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે એક વધારે નામાંકન ભરવા છતાં જયલલિતા સામે પગલાં ન ભરવા બદલ ચૂંટણી પંચના રીટર્નિંગ અધિાકરીનો પણ ઉધડો લીધો હતો.
* અનાજ ખેતરથી ગ્રાહકોના કોઠારમાં પહોંચે ત્યાં સુધીમાં થતાં અનાજના બગાડને રોકવા માટે સરકાર એક રાષ્ટ્રીય અનાજ સંશોધન કેન્દ્ર ઊભું કરશે. આ નવા સોપાનની જવાબદારી ''નિફટેમ''ને સોંપવામાં આવી છે. સરકારના આ પગલાથી ખેડૂતો, મિલો, વેપારીઓ અને પ્રજાને પણ ફાયદો થશે. આ કેન્દ્રમાં અનાજના સંગ્રહની પણ ખાસ વ્યવસ્થા ગોઠવાશે. ઉલ્લેખનીય છે કે યોગ્ય સાચવણી અથવા ગોદામના અભાવે દર વર્ષે કુલ ઉત્પાદનના ૧૮થી ૨૦ ટકા જેટલું અનાજ સડી જતાં નકામું થઇ જાય છે.
* હવે ઓનલાઇન સ્ટેમ્પ પેપર ખરીદવા માટે લાંબી લાઇનોમાં ઊભું રહેવું નહીં પડે કારણ કે હવે તે ઓનલાઇન પણ ખરીદી શકાશે. દિલ્હી વડી અદાલતે આજે ઈલેકટ્રોનિક કોર્ટ ફી પ્રણાલી રજૂ કરી છે જે અંતર્ગત કોર્ટ ફી ઓનલાઇન ભરી શકાશે. કોર્ટ ફીના સ્ટેમ્પ આખો દિવસ મળી શકશે અને તેનાથી કેસ દાખલ કરવાની પ્રક્રિયા પણ સરળ બની જશે.
* પુણેની એક ઘટનાએ ભારતના 'વિઝન ૨૦૨૦'ની સફળતા સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. પુણેમાં ૨૦ વર્ષીય જયા પવારને સાસૂન જનરલ હોસ્પિટલમાં સ્ટ્રેચરના અભાવે ઓટોરીક્ષામાં જ બાળકને જન્મ આપવો પડયો હોવાનું જાણવા મળ્યું છે. સદ્નસીબે માતા અને બાળક હવે સલામત છે. મહત્વની ભૂમિકા પોલીસે બજાવી હતી. પોલીસે કરેલી મદદના કારણે જ જયા અને તેનું બાળક બચી શક્યા. જયાને ફુટપાથ પર પ્રસુતિની પીડાથી કણસતી જોઇને એક પોલીસ કોન્સ્ટેબલે તેને તાત્કાલિક દવાખાને ખસેડી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચ્યા પછી પણ તાત્કાલિક સ્ટ્રેચર ન મળતા અંતે જયાએ રીક્ષામાં જ બાળકને જન્મ આપવો પડયો હતો.

આંતરરાષ્ટ્રીય
* પાકિસ્તાનની એક ૧૪ વર્ષીય ખ્રિસ્તી છોકરી રિમશા મસીહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો કેસ આજે અહીંની એક અદાલતે રદ્દ કરી દીધો છે. એક મૌલવી દ્વારા આ છોકરી પર ઇશ્વરનિંદાનો આરોપ મૂકવામાં આવ્યા પછી તેને ત્રણ સપ્તાહ સુધી અટકાયતમાં રાખવામાં આવી હતી. ઇસ્લામાબાદ હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ ઇકબાલ હામીદ ઉર રહેમાને પોલીસને ફરિયાદ રદ કરવાના નિર્દેશ આપ્યા છે.
* બ્રિટનનાં 'ઇકોનોમિસ્ટ' સાપ્તાહિક દ્વારા ફ્રાન્સ અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી ફ્રાન્સ રોષે ભરાયો છે. આ સાપ્તાહિકે જણાવ્યું હતું કે યુરોપનાં હૃદયમાં ફ્રાન્સ ટાઇમ બોમ્બ સમાન છે. આ સાપ્તાહિકના મુખ્ય આર્ટિકલમાં ચિંતા વ્યક્ત કરતા જણાવવામાં આવ્યુ છે કે ફ્રાન્સનાં પ્રમુખ ફ્રેનકોઇસ હોલેન્ડેના આર્થિક સુધારાઓ મહત્વકાંક્ષી નથી. આ સુધારાઓ યુરો ચલણને જોખમમાં મૂકી શકે તેમ છે.
* એક સમયે સેક્સ વિડિયો જારી કરનાર પોરિસ હિલ્ટનનો શો રૃમ પવિત્ર શહેર મક્કામાં શરૃ કરવામાં આવતા મુસ્લિમો દ્વારા આ શો રૃમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર લોકોએ આ શો રૃમ વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે. લોકોએ જણાવ્યું હતું કે આ પેરિસ હિલ્ટનનો શો રૃમ મક્કામાં શરૃ થવાથી ઇસ્લામનાં પવિત્ર શહેરનું અપમાન થયું છે. પેરિસ હિલ્ટનનાં સમગ્ર વિશ્વમાં ૪૨ શો રૃમ છે. આ શો રૃમમાં હેંડબેગ, પરફયુમ, ઘડિયાળો અને ફુટવેરની વસ્તુઓ વેચવામાં આવે છે. મક્કામાં શરૃ કરવામાં આવેલુ શો રૃમ સાઉદી અરેબિયાનું પાંચમુ શો રૃમ છે.
* રશિયન સુંદરીએ પોતાના દેશને ભિખારી કહેતા વિવાદ ઉભો થયો છે.મિસ અર્થ કોમ્પીટીશનમાં ભાગ લઇ રહેલ રશિયન સુંદરી નતાલિયા પેરેવેર્ઝરાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને કઇ બાબતોને કારણે પોતાના દેશ માટે ગર્વ છે? આ પ્રશ્નનાં જવાબમાં તેણે જણાવ્યું હતું કે મારો દેશ રશિયા પ્રકાશિત, હૂફાંળુ છે તથા શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ઠંડો પવન ચાલતો હોય ત્યારે ઉંઘવાની મજા આવે તેવો છે. મારો દેશ એક દયાળુ ગાય છે જેની મોટી આંખો છે. ત્યારબાદ અચાનક ભ્રષ્ટાચારથી નારાજ થઇ તેણે જણાવ્યું હતું કે કેટલાક લોકોને કારણે મારો દેશ ભિખારી જેવો થઇ ગયો છે.
* અફઘાનિસ્તાનમાંથી નાટો વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે ત્યારે પોતાના શત્રુઓ સામે લડવા તે માનવીના પ્રિય મિત્ર કૂતરાઓને તાલીમ આપી રહ્યા છે. કાબુલનાં પ્રેસીડેન્શીયલ પેલેસથી થોડાક જ દૂર આવેલા માઇન ડિટેકશન એન્ડ ડોગ્સ સેન્ટર(એમડીસી)માં કૂતરાઓને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. સુરંગો શોધવા માટે અહીં કૂતરાઓને ૧૮ માસની તાલીમ આપવામાં આવી રહી છે. તાલિબાનોએ અત્યાર સુધી સુંરગનો ઉપયોગ કરી ઘણી જગ્યાએ વિસ્ફોટ કર્યા છે અને ઘણા લોકોને મારી નાખ્યા છે. આ સેન્ટરમાં ૨૦૦ કૂતરાઓ તાલીમ મેળવી રહ્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved