Last Update : 21-November-2012, Wednesday

 

સંઘની સત્તાને પડકાર
ભાજપમાં ગડકરી સામે વિરોધનો વંટોળ

જેઠમલાણી પછી યશવંતસિંહાએ પણ રાજીનામાની માગણી કરી ઃ ભાજપ નીતિન ગડકરીની પડખે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૦
ભાજપના પ્રમુખ નીતિન ગડકરી પરના ભ્રષ્ટાચારના આરોપોને પગલે તેમની સામે મંડાયેલા મોરચામાં આજે પક્ષના જ વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાનો ઉમેરો થયો છે. તેમણે ગડકરી તાત્કાલીક રાજીનામું આપે તેવી માગણી કરી છે. પરંતુ સિંહાના નિવેદનથી ભાજપમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ભાજપે આ નિવેદનને અયોગ્ય ગણાવીને તેને પાછું ખેંચવાની સિંહાને અપીલ કરી છે. ગડકરીને આરએસએસનું સમર્થન છે ત્યારે સિંહાનું નિવેદન સંઘ સામે પડકાર ફેંકવા સમાન ગણવામાં આવે છે. જોકે ભાજપે બળવો ડામવા ગડકરી તરફી વલણ જ રજૂ કર્યું છે.
યશવંતસિંહાએ જણાવ્યું હતું કે ''ભાજપના પ્રમુખ દોષિત છે કે નહીં તે મુદ્દો નથી. જાહેર જીવનમાં પડેલા તમામ લોકોએ શંકાસ્પદ સંજોગોથી દૂર રહેવું જોઈએ.'' ગડકરીના પૂર્તિ શુગર એન્ડ પાવર ગુ્રપ પરના આર્થિક ગોટાળાના આક્ષેપોના પગલે ગડકરીનું રાજીનામું માગીને રાજ્યસભામાં ભાજપના સાંસદ રામ જેઠમલાણી અને તેમના પુત્ર મહેશે શરૃ કરેલા 'ઘર્ષણ'ને સિંહાની માગણીએ 'દારૃગોળો' પૂરો પાડયો છે. અગાઉ શત્રુઘ્નસિંહા અને જગદિશ શેટ્ટીગર પણ ગડકરીનું રાજીનામું માગી ચૂક્યા છે.
ઓડિટર એસ ગુરૃમૂર્તિએ ગડકરીને ક્લિન ચીટ આપતા ભાજપે પણ પોતાના પ્રમુખને ટેકો આપી દીધો હતો. ગુરૃમૂર્તિએ પુર્તિ જુથની બેલેન્સ શીટ અને હિસાબોની તપાસ બાદ આ નિર્ણય લીધો હતો. પરંતુ ગડકરી પરના આક્ષેપોનું ભૂત ભાજપ સરકારને સંસદમાં ઘેરવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે જ ધુણતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપના સંસદીય પક્ષની બેઠકમાં ગડકરી સાથે ૯૦ મિનિટ ગાળ્યા બાદ સિંહાએ જણાવ્યું હતું કે તેઓ ઘણા દુઃખ અને શોકની લાગણી તેમજ તમામ મંચો તરફથી મળેલી નિરાશા બાદ ગડકરીના રાજીનામાની માગણી કરી રહ્યા છે. તેમને આ મુદ્દો યોગ્ય હોવાનો વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં રાજ્યસભા ચૂંટણીમાં અંશુમાન મિશ્રાને ટેકો આપવા સામે તેમણે વિરોધ રજૂ કર્યો હતો અને તેમની સલાહને પક્ષે માની હતી. આવું જ ગડકરીના મુદ્દે પણ થશે તેવી તેમને આશા છે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, ''છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળેલી ઘટનાઓથી હું ઘણો દુઃખી છું.'' તેમણે ગુરૃમૂર્તિએ ગડકરીને આપેલી ક્લિન ચીટ પર પણ આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે ઉમેર્યું હતું કે, ''હું મારા માટે કંઈ માગતો નથી. મારા જીવનમાં મારે હવે કંઈ સાબિત કરવાનું નથી... દેશ ભ્રષ્ટાચારના વર્તમાન વાતાવરણમાંથી બહાર આવે તે આપણે સુનિશ્ચિત કરવું જોઈએ. ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં આવતી નૈનિકતા અને પ્રમાણિકતા પણ સવાલો ઉઠવા જોઈએ નહીં.''
દરમિયાન ભાજપે પક્ષમાં ઉભા થઈ રહેલા બળવાને તાત્કાલિક ડામવાના પ્રયત્નરૃપે ગડકરીને ટેકો આપીને સિંહાના મંતવ્યોને અયોગ્ય ગણાવ્યા છે. સિંહા તેમના નિવેદન પાછા ખેંચે તેવું પણ ભાજપ ઈચ્છે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved