Last Update : 21-November-2012, Wednesday

 

૧૧૭ વર્ષના કાથુડિયા દાદા યાદો વાગોળે છે
હરિપુરા સંમેલનમાં સુભાષચંદ્ર બોઝ પ૧ બળદ જોડેલા રથમાં પધારેલા

નર્મદા જિલ્લાના સૌથી વયોવૃધ્ધ મતદાર ૧૧૭ વર્ષના કાથુડિયા દાદાએ અંગ્રેજોના જુલમ, રાજાશાહીની રોનક અને સ્વતંત્રતાની મુક્તિ અનુભવી છે

ગાંધીનગર, મંગળવાર
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાનું નાનકડું રોઝઘાટ ગામ. આ ગામના એક ફળિયામાં ૧૧૭ વર્ષની વયોવૃધ્ધ કાયા સાથે વસી રહ્યા છે કાથુડિયા દાદા વસાવા. કાચા પરંતુ વિશાળ અને ઠીક ઠીક સુવિધા ધરાવતાં પાંચ મકાનોના સમુહ અને ઘરોના ઝૂમખામાં રહેતા આ કાથુડિયા દાદા નર્મદા જિલ્લાના સૌથી વયોવૃધ્ધ મતદાર છે. તેમને આજેપણ હરિપુરાનું એ સંમેલન યાદ છે, જેમાં પ૧ બળદગાડાંના રથમાં સુભાષ રાજા (સુભાષચંદ્ર બોઝ) પધારેલા હતા.
કાથુડિયા દાદા વસાવાએ અંગ્રેજોના જુલમ, રાજાશાહીની રોનક અને સ્વતંત્રતાની મુક્તિનો અનુભવ કર્યો છે. વડિલ વડલા જેવા આ દાદાના પરિવારમાં પાંચ પુત્રો અને બે પુત્રીઓ તેમજ તેમના વંશવેલાના એંશીથી વધુ સભ્યો છે. મહત્વની વાત એ છે કે કાથુડિયા દાદા નોંધાયેલા મતદાર છે અને મતદાર ફોટો ઓળખકાર્ડ પણ છે. મતદાન સાથે સંકળાયેલા સંસ્મરણો વાગોળતાં તેમની આંખોમાં ચમક આવી જાય છે. તે જણાવે છે કે 'ગાંધી બાપુના મરણ પછી જે ચૂંટણીઓ થઈ(સંભવતઃ ૧૯પરની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં) ત્યારથી હંમેશા મતદાન કર્યું છે. ' આજે તો મતદાન મથક ઘરની નજીક છે. પણ એક જમાનામાં ચાલતા જઈને ત્રણ કિલોમીટર દૂરના મતદાન મથકે મત આપવા જવું પડતું હતું. દાદાને હજુ આજે પણ રાજપીપળાના કાળા ઘોડાવાળા રાજાને શિકારમાં કરેલી મદદ, અંગ્રેજ સૈનિકોના ડર હેઠળ કરેલી વેઠ, જમીન-મહેસુલ ભરવા નેત્રંગ સુધી ૪૦ કિ.મી. ચાલતા જવાની મુશ્કેલી સહિતની અનેક યાદો તરોતાજા છે. જો કે તેમની મરાઠી-ગુજરાતી મિશ્રિત છાંટવાળી વસાવી બોલી દુભાષિયાની મદદથી જ સમજી શકાય છે.
આવી જ રીતે મોસ્કુટ ગામના વડવાળા ફળિયાના દેવનીબા વસાવા ૧૦૩ વર્ષની ઉંમર ધરાવે છે. દેવનીબાએ પણ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. દેડિયાપાડાના બાંડી શેરવાણ ગામના ખુપર ફળિયામાં વસતા ૧૦ર વર્ષની ઉંમરના પુનુબેન વસાવા મતદાનના દિવસે સૌથી પહેલા તૈયાર થઈ જાય છે. આમ, નર્મદા જિલ્લામાં ર૬ જેટલા મતદારો શતાયુ મતદારો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved