Last Update : 21-November-2012, Wednesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૧૮-૧૧-૨૦૧૨ રવિવારથી તા.૨૪-૧૧-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

લાભપાંચમથી દેવઉઠી એકાદશીનું સપ્તાહ, નોકરી-ધંધાના કામકામજમાં તેમજ વ્યવહારિક, કૌટુંબિક, સામાજિક કામમાં વ્યસ્તતાનું રહેશે. ધંધો-આવક થાય. પરંતુ સીઝનલ બિમારીથી સંભાળવું પડે તેમજ વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે. શેરોની લે-વેચમાં, મુહરતના સોદામાં જોખમી નિર્ણય કે સાહસ કરવું નહીં. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં સંભાળવું. તા. ૧૮ નવેમ્બર રવિ- લાભપાંચમનો દિવસ. કામમાં વ્યસ્તતા અનુભળો. તા. ૧૯ સોમ- નોકરી, ધંધાના કામમાં સાનુકુળતા જણાય. તા. ૨૦ મંગળ- ધર્મકાર્ય થાય, વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. તા. ૨૧ બુધ- આપના રોજીંદા કામમાં પ્રગતિ આવક થાય. તા. ૨૨ ગુરૂ- યાત્રા, પ્રવાસ, મુલાકાત, જુના સંબંધો તાજાં થાય. તા. ૨૩ શુક્ર- હૃદય, મનની પ્રસન્નતા રહે. તા. ૨૪ શનિ- દેવઉઠી એકાદશી. આનંદ-ઉત્સાહ રહે.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

લાભપાંચમથી દેવઉઠી અગિયારસ સુધીનું સપ્તાહ નોકરી-ધંધાના જુના-નવા સંબંધોમાં સાનુકુળતાવાળું પસાર થાય. ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં ખર્ચ થાય પરંતુ આનંદ રહે. એસીડીટી, મસા તેમજ કમરની તકલીફ હોય તેમને અસ્વસ્થતા-બેચેની જણાય. નોકરીમાં ઉપરી અધિકારી, સહકાર્યકર વર્ગથી સાનુકુળતા રહે. ધંધામાં જુના કામનો ઉકેલ અને નવા ધંધા માટેના પ્રયત્નોમાં યશ-સફળતા મળે. સાસરીપક્ષના તેમજ પત્નીના સ્વભાવ-નિર્ણયમાં આપને તકલીફ અનુભવાય કે આકસ્મિક કોઈ બિમારી પીડા આવી જાય. તા. ૧૮ નવેમ્બર રવિ- લાભપાંચમ, લાભ, ફાયદો થાય. તા. ૧૯ સોમ- નોકરી, ધંધાના સંબંધો તાજાં થાય. તા. ૨૦ મંગળ- નવા-જુના કામમાં સાનુકુળતા જણાય. તા. ૨૧ બુધ- બજારોની વધઘટ ઘ્યાન આપવું પડે. તા. ૨૨ ગુરૂ- નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. તા. ૨૩ શુક્ર- અગત્યના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૨૪ શનિ- દેવઉઠી એકાદશીએ ધર્મકાર્ય થાય.

 

મિથુન (ક.છ.ધ.)

 

લાભ-પાંચમથી દેવઉઠી એકાદશી સુધીના સમય દરમ્યાન એક દિવસ સાનુકુળ તો એક દિવસ ચંિતા ખર્ચ-વ્યસ્તતાનો રહે. તેમાં પણ મુહરતના સોદામાં, કામકાજમાં આપે સાવધાની જાગૃતિ રાખવી. તે સિવાય યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત તેમજ ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં, પ્રવાસમાં, મુલાકાતમાં કામ સાનુકુળતાથી કરી શકો. આકસ્મિક આવક થાય. નિકટના સ્વજન, સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય તેથી આનંદ અનુભવો. તા. ૧૮ નવેમ્બર રવિ- લાભપાંચમ નોકરી-ધંધાના, સગાં સંબંધી, મિત્રવર્ગના કામમાં જાગૃતિ રાખવી. સાવધાનીપૂર્વક કામમાં ભાગ લેવો. તા. ૧૯ સોમ- તન, મન, ધનથી વાહનથી સંભાળવું. તા. ૨૦ મંગળ- બપોર પછી હળવાશ, રાહત જણાય. તા. ૨૧ બુધ- નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૨૨ ગુરૂ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૨૩ શુક્ર- નોકરી ધંધાનું કામ થાય. તા. ૨૪ શનિ- દેવઉઠી એકાદશી. આનંદમાં દિવસ પસાર થાય.

 

કર્ક (ડ.હ.)

 

લાભપાંચમથી દેવઉઠી એકાદશી સુધીનો સમય શારીરિક, માનસિક, આર્થિક તકલીફમાં આશા જીવંત રાખીને ભક્તિપૂજામાં સમય પસાર કરવો હિતાવહ રહેશે. નિરાશાના નકારાત્મક વિચારો છોડીને હકારાત્મક વિચારો સાથેની આપની મહેનત સાર્થક થાય. મોટી આપત્તિ, મુશ્કેલીમાંથી બહાર નિકળવાનો માર્ગ મોકળો થતો જાય. તમારા સગાં-સંબંધી, મિત્રવર્ગના, નોકરી ધંધાના સંબંધો, વ્યવહાર સાચવવામાં તકલીફ પડે. પરંતુ છેલ્લી ઘડીએ તમારો વ્યવહાર સચવાઈ જાય અને ચંિતામાંથી મુક્ત થઈ શકો. તા. ૧૮ નવેમ્બર રવિ- સોમ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. તા. ૨૦ મંગળ- જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા વ્યથા રહે. તા. ૨૧ બુધ- નોકરી ધંધાના કામમાં તેમજ આરોગ્યમાં સંભાળવું પડે. તા. ૨૨ ગુરૂ- આકસ્મિક ચંિતા, ઉપાધિ, ખર્ચથી મુંઝવણ, મુશ્કેલી રહે. તા. ૨૩ શુક્ર- તન, મન, ધનથી, વાહનથી સંભાળવું પડે. તા. ૨૪ શનિ- દેવઉઠી એકાદશીએ ધર્મકાર્યથી હળવાશ આનંદ રહે.

 

સંિહ (મ.ટ.)

 

લાભપાંચમથી દેવઉઠી એકાદશી સુધીનું આ સપ્તાહ નોકરી ધંધાના તેમજ સગાં સંબંધી, મિત્રવર્ગથી વ્યવહારમાં ખર્ચ, ચંિતા, વ્યસ્તતા રહે. આપના પત્ની સંતાનના કામમાં સાનુકુળતા રહે. તેમના નામે ધંધો હોય તો તેમાં ફાયદો-લાભ થાય, આવક થાય. સાસરી પક્ષથી સાનુકુળતા રહે. નિકટના સ્વજન-સ્નેહીને મળવાનું થાય. યાત્રા, પ્રવાસ, ધર્મકાર્યથી હૃદય, મન પ્રસન્ન રહે. પરંતુ શરદી-કફ-ખાંસીથી અસ્વર થતા બેચેની રહે. કામકાજ કરો પરંતુ બહાર જવાનું હોય તો કંટાળો આવે. ઇચ્છા થાય નહીં. તેમ છતાં બહાર જવું પડે. કામ ઉકેલવું પડે. તા. ૧૮ નવે. રવિ- લાભપાંચમ, કામકાજમાં સાનુકુળતા. તા. ૧૯ સોમ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૨૦ મંગળ- નોકરી ધંધાના કામમાં સાનુકુળતા જણાય. તા. ૨૧ બુધ- આનંદ ઉત્સાહ રહે. તા. ૨૨ ગુરૂ- સાંજ પછી અસ્વસ્થતા બેચેની જણાય. તા. ૨૩ શુક્ર- તન, મન, ધનથી, વાહનથી સંભાળવું. તા. ૨૪ શનિ- દેવઉઠી એકાદેશી. ધર્મકાર્ય શાંતિથી, ધીરજથી કરવું.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

લાભપાંચમથી દેવઉઠી એકાદશી સુધીનું સપ્તાહ નોકરી-ધંધાના કામમાં, યાત્રા પ્રવાસમાં, ધર્મકાર્યમાં સાનુકુળતાવાળું રહે. ધંધામાં આવક થાય. જુના-નવા સંબંધો સચવાઈ રહે. પુત્ર-પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. સામાજિક વ્યવહારિક, કૌટુંબિક સંબંધોમાં નિકટના સ્વજન-સ્નેહીને મળવાનું થાય. મકાન, જમીન, સોના-ચાંદી, તાંબાના વેપાર ંધંધામાં સાનુકુળતા રહે. પરંતુ લોભ-લાલચમાં ફસામણી થાય નહીં તેની તકેદારી રાખવી. સંતાનના વિવાહ-લગ્ન, ભણતર, અંગેની કામગીરીમાં સાનુકુળતા. તા. ૧૮ નવે. રવિ- લાભપાંચમ. પુત્ર પૌત્રાદિક, સગાં સંબંધી, મિત્રવર્ગથી આનંદ રહે. તા. ૧૯ સોમ- નોકરી ધંધાનું કામ થાય. તા. ૨૦ મંગળ- વધારાના કામમાં સાનુકુળતા-આવક થાય. તા. ૨૧ બુધ- નોકરી ધંધાના કામમાં સાનુકુળતા આવક થાય. તા. ૨૨ ગુરૂ- નિકટના સગાં સંબંધી મિત્રવર્ગથી ખર્ચ ચંિતા રહે. તા. ૨૩ શુક્ર- પત્ની, સંતાન, પરિવારના કામની વ્યસ્તતા અનુભવે. તા. ૨૪ શનિ- દેવઉઠી એકાદશીએ ધર્મકાર્ય થાય.

 

તુલા (ર.ત.)

 

લાભપાંચમથી દેવઉઠી એકાદશી સુધીના સપ્તાહ દરમ્યાન નોકરી ધંધાના કામકાજમાં પ્રગતિ જણાય. નવો ધંધો મળે, આવક થાય. ધંધાકીય સંબંધોમાં વધારો થાય. શારીરિક માનસિક સ્વસ્થતામાં રાહત થવાથી રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. ધર્મકાર્ય શુભકાર્ય નિમિત્તે ખર્ચ થાય. સંતાનના કામકાજમાં ઘ્યાન આપી શકો. પરદેશમાં રહેતા સગાં-સંબંધી મિત્રવર્ગને વ્યવહારિક, સામાજિક, કૌટુંબિક કામ અંગે ભારત આવવાનું આયોજન ગોઠવાય. તા. ૧૮ નવે. રવિ- લાભપાંચમ નોકરી, ધંધાના તેમજ સગાં-સંબંધી, મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા અનુભવો. તા. ૧૯ સોમ- શાંતિથી કામકાજ કરવું. તા. ૨૦ મંગળ- બપોર પછી કામકાજમાં સાનુકુળતા જણાય. તા. ૨૧ બુધ- નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહો. તા. ૨૨ ગુરૂ- વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. તા. ૨૩ શુક્ર- કામકાજમાં વધારો થાય. તા. ૨૪ શનિ- ધર્મકાર્ય, શુભકાર્યથી આનંદ ઉત્સાહ જણાય.

 

વૃશ્ચિક (ન.ય.)

 

લાભપાંચમથી દેવઉઠી એકાદશી સુધીના સમય દરમ્યાન કામની વ્યસ્તતામાં હળવાશ રાહત થતી જણાય. સગાં સંબંધી મિત્રવર્ગના કામમાં સાનુકુળતા રહે. પરંતુ શરદી-ખાંસી ગળાની ગરદનની તેમજ કમરની દર્દપીડામાં બેકાળજી રાખવી નહીં. દર્દની ઉપેક્ષા કરવામાં તકલીફ પરેશાની વધી જાય. નોકરી ધંધાના કામમાં આવક થાય. જુના સંબંધો સંસ્મરણો તાજાં થાય. નવા કામ માટેની ચર્ચા વિચારણા થાય, કોઈને આકસ્મિક મળવાનું થાય. તા. ૧૮ નવે. રવિ- લાભપાંચમ, ધર્મકાર્ય શુભકાર્ય થાય. આનંદ જણાય. તા. ૧૯ સોમ- નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. તા. ૨૦ મંગળ- સગાં, સંબંધી, મિત્રવર્ગના કારણે ચંિતા, કામમાં રૂકાવટ. તા. ૨૧ બુધ- નોકરી ધંધાના, ઘર પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૨ ગુરૂ- શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. તા. ૨૩ શુક્ર- સંતાનના નોકરી ધંધાના કામની વ્યવસ્તતા રહે. તા. ૨૪ શનિ-દેવઉઠી એકાદશી. ધર્મકાર્ય થાય. બહાર જવાનું થાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

લાભપાંચમી એકાદશીના સપ્તાહ દરમ્યાન નોકરી-ધંધાના કામકાજ અંગે ચંિતા રહે. નવા-જુના સંબંધો મુલાકાતમાં, ચર્ચા, વિચારણામાં આપે વાણીની મિઠાશ અને વર્તનમાં નમ્રતા રાખવી. જેથી તમારું કામ ઉકેલવામાં, ધંધામાં સાનુકુળતા રહે. સરકારી કામકાજમાં, વ્યવહારમાં, સંબંધમાં ગાફેલ રહેવું નહીં. સાવધાની રાખવી હિતાવહ રહેશે. દૂધ, મિઠાઈ, સોના-ચાંદી, તાંબા, ચા, પત્થર, તેથી ચીજ વસ્તુના વેપાર ધંધામાં મુહરતના કામ જોખમ લીધા વગર કરવા. તા. ૧૮ નવે. રવિ- લાભપાંચમ, કામકાજમાં સાનુકુળતા. તા. ૧૯ સોમ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૨૦ મંગળ- યાત્રા-પ્રવાસમાં તબિયત સંભાળવી. તા. ૨૧ બુધ- નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૨ ગુરૂ- નોકર, ચાકર, કારીગર વર્ગની ચંિતા રહે. તા. ૨૩ શુક્ર- ઘર પરિવારના કામ અંગે ચંિતા બેચેની રહે. તા. ૨૪ શનિ- દેવઉઠી એકાદશી. ધર્મકાર્ય શુભકાર્યથી ખર્ચ થાય. આનંદ રહે.

 

મકર (ખ.જ.)

 

લાભપાંચમથી દેવઉઠી એકાદશીના સમય દરમ્યાન નોકરી ધંધાના, ઘર પરિવારના સગાં સંબંધીના, મિત્રવર્ગના કામમાં સાનુકુળતા રહે. એક પછી એક કામ ઉકેલાતા રાહત હળવાશ અનુભવો. નોકરી ધંધામાં રૂકાવટવાળા કામમાં પ્રગતિની શરૂઆત થાય, આવક થાય. નિકટના સ્વજન સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થતાં આનંદ અનુભવો. ધર્મકાર્ય, શુભકાર્ય થાય. પુત્ર-પૌત્રાદિકનું કામ થાય. વ્યવહારિક સામાજિક તેમજ નોકરી ધંધાના સંબંધોમાં વધારાનો ખર્ચ થાય. પરંતુ આનંદ ઉત્સાહ જણાય. તા. ૧૮ નવે. રવિ- લાભપાંચમ હૃદય મન પ્રસન્નતા અનુભવે. તા. ૧૯ સોમ- નોકરી ધંધાના કામમાં સાનુકુળતા રહે. તા. ૨૦ મંગળ- કામમાં વ્યસ્તતા છતાં કામ ઉકેલાવાથી આનંદ જણાય. તા. ૨૧ બુધ- નોકરી ધંધાના જુના નવા સંબંધથી ફાયદો લાભ થાય. તા. ૨૨ ગુરૂ-આકસ્મિક કોઈ કામ થાય. આનંદ ઉત્સાહ જણાય. તા. ૨૩ શુક્ર-નોકરી ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. તા. ૨૪ શનિ- દેવઉઠી એકાદશી. ધર્મકાર્ય શુભકાર્ય થાય.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

લાભપાંચમથી દેવઉઠી એકાદશીના સમય દરમિયાન નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. આપના વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. સરકારી રાજકીય કામમાં, કરારી કામમાં રૂકાવટ વિલંબ પછી તમારી મુલાકાત ચર્ચા વિચારણામાં પ્રગતિ જણાય. નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારમાં ખર્ચ વધે. તે સિવાય સગાં સંબંધી મિત્રવર્ગના વ્યવહારમાં, કામકાજમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવાય, વ્યવહારિક, સામાજિક, ધાર્મિક કામમાં આપે સંભાળવું પડે. તા. ૧૮ નવે. રવિ- લાભપાંચમ સગાં-સંબંધી મિત્રવર્ગથી ખર્ચ થાય. તા. ૧૯ સોમ- નોકરી ધંધાના કામ અંગે ચંિતા રહે. તા. ૨૦ મંગળ-શારીરિક, માનસિક, શ્રમ થાક અનુભવાય. તા. ૨૧ બુધ- માનસિક, શારીરિક ચંિતા રહે. તા. ૨૨ ગુરૂ-નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૨૩ શુક્ર- કામકાજમાં પ્રગતિ, સાનુકુળ રહે. તા. ૨૪ શનિ-દેવઉઠી એકાદશી આનંદ ઉત્સાહ જણાય.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

લાભપાંચમથી દેવઉઠી એકાદશી દરમ્યાન આપ હળવાશ, રાહત અનુભવતા જાવ. તમારી શારીરિક માનસિક અસ્વસ્થતા ચંિતા દૂર થતી જાય. રોજંિદા કામકાજમાં નવા વર્ષના નવા કામકાજમાં સ્વસ્થતા પૂર્વક ઘ્યાન આપતા જાવ. નોકરી ધંધામાં આવક થાય વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સરકારી રાજકીય તેમજ નોકરી ધંધાના જુના નવા સંબંધો તાજાં થાય, વ્યવહારિક, સામાજિક, કૌટુંબિક કામમાં ખર્ચ થાય પરંતુ આપનું કામ અટકી પડે નહીં. આકસ્મિક કોઈને મળવાનું થાય, આનંદ રહે. તા. ૧૮ નવે. રવિ- લાભપાંચમ, કામકાજમાં સાનુકુળતા આનંદ રહે. તા. ૧૯ સોમ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૨૦ મંગળ- નોકરી ધંધાના કામમાં ચંિતા જણાય. તા. ૨૧ બુધ- શાંતિથી ધીરજથી કામકાજ કરવું. તા. ૨૨ ગુરૂ- માનસિક પારિતાપ, કામકાજમાં રૂકાવટ જણાય. તા. ૨૩ શુક્ર- શરદી, ખાંસી, ગરદનની તકલીફથી સંભાળવું. તા. ૨૪ શનિ- દેવઉઠી એકાદશી. ધર્મકાર્ય થાય, શુભકાર્ય થાય. મિલન મુલાકાતથી આનંદ ઉત્સાહ રહે.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved