Last Update : 21-November-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૧-૧૧-૨૦૧૨, બુધવાર
કારતક સુદ આઠમ-પંચક
દુર્ગાષ્ટમી-ગોપાષ્ટમી
ઉપદ્વવ-આંદોલન-અશાંતિના એંધાણ !

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૪૬ મિ. (સૂ) ૭ ક. ૪૨ મિ. (મું) ૭ ક. ૩૮ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શતભિષા રાત્રે ૧૨ ક. ૨૦ મિ. સુધી
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કુંભ.
વિક્રમ સંવત ૨૦૬૯ ક્રોધી સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯
દક્ષિણાયન હેમંત ૠતુ રા.દિ.કા./૩૦
માસ-તિથિવાર ઃ કારતક સુદ આઠમને બુધવાર.
- દુર્ગાષ્ટમી-ગોપાષ્ટમી-સતયુગાદી.
આજે પંચક છે.
સાયન સૂર્ય ધનમાં રાત્રે ૨૭ ક. ૨૧ મિ. થી.
- તિલ, તેલ, કપાસ મોંઘા થાય ? અનાજ, રૂના ભાવ વધે ?
- કેટલાંક સ્થળે ઉપદ્રવ-આંદોલનના કારણે શાંતિ જણાય નહીં ?
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૬ રોજ
પારસી શહેનશાહી ૧૩૮૨ તીર માસનો ૬ રોજ ખોરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. પરંતુ શાંતિથી, ધીમેથી કામકાજ કરવું. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું, વધારાનું કામ થાય નહીં.

 

વૃષભ ઃ મકાન-જમીન-મીલ્કતના કામમાં, વ્યવહારિક સામાજીક કૌટુંબીક કામમાં આપને ચંિતા-ઉચાટ રહે. નોકરી-ધંધામાં વ્યગ્રતા રહે.

 

મિથુન ઃ આજનો દિવસ નોકરી-ધંધાની મુલાકાતમાં સંભાળવો પડે. ઉતાવળીયા નિર્ણયમાં હરિફવર્ગથી નુકસાન થાય.

 

કર્ક ઃ પોતાની ગણત્રી, ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. નોકરી-ધંધાના પ્રશ્ને, નાણાંકીય વ્યવહાર કે આરોગ્યના પ્રશ્ને ચંિતા રહે.

 

સંિહ ઃ પત્ની-સંતાન પરિવારના કામમાં, પોતાના અંગત કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાના કામ ઉકેલાય, હળવાશ રહે.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય, ધંધો-આવક થાય.

 

તુલા ઃ પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહ-લગ્ન કે સામાજીક, વ્યવહારિક કામમાં ઘ્યાન આપવું પડે. નોકરી-ધંધાનું કામ થઈ શકે.

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં આપને ચંિતા-ખર્ચ-વ્યવસ્તતા જણાય. આડોશપાડોશને મદદરૂપ થવું પડે.

 

ધન ઃ આજે આપે સરકારી, રાજકીય, કાનૂની, ખાતાકીય તેમજ જવાબદારીવાળા કામમાં જાગ્રતિ સાવધાની રાખવી. પૈસા સાચવવા.

 

મકર ઃ યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાત નોકરી ધંધાના કામ અંગે કે વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક કામ અંગે વ્યસ્તતા છતાં આનંદ રહે.

 

કુંભ ઃ શરદી-ખાંસી-મસ્તકમાં દર્દપીડા તેમજ નોકરી-ધંધાના કામની માનસિક વ્યગ્રતા, ઉચાટ, વિવાદથી કંઈ ગમે નહીં.

 

મીન ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાતુ જાય. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. જુના સંબંધો તાજા થાય, આનંદ રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૧-૧૧-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ નોકરી-ધંધાના કામમાં, રૂકાવટ, ચંિતા પછી લાભદાયી રહે. તમારી આવક, સુખસંપત્તિમાં વધારો થાય. પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ લગ્ન, નોકરી ધંધાના કામની પ્રગતિ, સફળતાથી આપ હળવાશ, રાહત અનુભવો. વિશેષમાં -વર્ષારંભે વ્યવહારીક, સામાજીક, કૌટુંબિક કામમાં આપને તકલીફ, ચંિતા અનુભવાય. સંયુક્ત પરિવારમાં, સંયુક્ત મીલ્કત, ધંધાના પ્રશ્નના ઉકેલ માટે આપે ધીરજ, શાંતિ રાખવી પડે. - વર્ષના મઘ્યભાગ પછી ધર્મકાર્ય, શુભકાર્ય થાય. પરદેશના કામમાં સાનુકૂળતા રહે. ભાગ્યોદય, સ્થળાંતર, ફેરફારી, નવા આયોજન અંગેની તક પ્રાપ્ત થાય. પુત્ર પૌત્રાદિકની ચંિતા ઉકેલાય. - સ્ત્રી વર્ગને વર્ષારંભે પિતૃપક્ષની ચંિતા રહે. નોકરી-ધંધો કરનારને પ્રતિકૂળતા, સંઘર્ષનો સામનો કરી આગળ વધવું પડે. ઉત્તરાર્ધમાં રાહત રહે. - વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગ, પરિવારના પ્રશ્ને ભણવામાં સ્થિરતા, એકાગ્રતા જળવાય નહીં. સ્થળાંતર થાય.

 

સુપ્રભાતમ્

- ૠષિઓએ આ જે કહ્યું છે તે અવશ્ય સાચું જ છે કે, આપ્યા વિના મળતું નથી, જુઓ પૃથ્વી પાણીથી તરબોળ થયેલી હોય તો પણ ચાતક માટે તે રણ સમાન છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ પત્ની લીલીના જન્મ દિવસે એક ગિફટ પેકેટ લઈને આવ્યો અને લીલીને એ આપતા બોલ્યો, ''ડાર્લિંગ, જો તો ખરી, તારા માટે આ વખતે હું શું સરસ ભેટ લાવ્યો છું !''
''એમ કે ?'' લીલી બોલી, ''શું લાવ્યા છો, ડાર્લિંગ ?''
''વાળમાંથી જૂ કાઢવાની કાંસકી !'' લલ્લુ બોલ્યો.

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોમાં અતિથિનો સત્કાર કરો અવનવી વાનગીઓથી

દિવાળીના રમકડા

 


દિવાળીમાં બનાવેલા નાસ્તો-ચોરાફળી, ફાફડા, મઠિયા, સેવ, ચેવડો, ગાંઠિયા વગેરે કડક વસ્તુઓ થોડી થોડી લેવી, એક ચમચો ગરમ મસાલો, બે ચમચા કાજુના ટૂકડા, બે ચમચી ધોળી દ્રાક્ષ, એક ચમચો ગરમ મસાલો, બે ચમચા કાજુના ટુકડા, બે ચમચી ધોળી દ્રાક્ષ, એક ચમચો અખરોટના ટુકડા, બે ચમચા ખાંડ, બે લીંબુ, એક ચમચો લાલ મરચું, એક ચમચો કાચી વરિયાળી, એક ચમચો શેકેલા તલ, ૫૦૦ ગ્રામ મેંદો, મીઠું તેલ.

 


રીત ઃ બધા ફરસાણનો મિક્સીમાં ભૂકો કરવો. તેમાં ખાંડ, લીંબુ, ગરમ મસાલો, સૂકોમેવો, મરચું, વરિયાળી, તલ બઘું નાખી હલાવી સરસ પૂરણ તૈયાર કરવું. કોરું લાગે તો તેલ થોડું નાખવું. મેંદાને ચાળી તેમાં મીઠું તથા મુઠ્ઠી પડતું મોણ તથા લીંબુ નાખી કણક બાંધવી. થોડીવાર પછી એકદમ મસળી તેના નાના નાના લૂવા પાડવા. પછી તેની પુરીઓ વાળી તેમાં તૈયાર કરેલ પૂરણ ભરી તેના ધુઘરા, કચોરી, ઘડિયાળ (ચાર આંકડામાં ઇલાયચીના દાણા તથા કાંટાની જગ્યાએ લવંિગ) દાડમ, બેડા, સફરજન વગેરે ઘણી જાતના રમકડા બને છે. તે બનાવવા જાત-સૂઝથી ડેકોરેશન કરી તળી લેવો. દરેક ઉપર બ્રશથી જુદા-જુદા કલર કરી શકાય છે. આ રમકડા કોરો મસાલો હોવાથી લાંબો સમય સારા રહી શકે છે.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved