Last Update : 20-November-2012, Tuesday

 

મુખ્યમંત્રીજીનો ઓડીયો... કટ!!

- મન્નુ શેખચલ્લી


આપણા મુખ્યમંત્રીજીએ થ્રી-ડી વિડીયો દ્વારા એકસાથે ચાર શહેરોમાં ભાષણ કર્યું!
કહે છે કે એમનો અવાજ વચ્ચે વચ્ચે કપાઇ જતો હતો. અમને ખબર નથી કે એમના કયા શબ્દો ક્યાં ક્યાંથી કપાઇ ગયા, પણ ધારો કે કોઇ કાવતરાંબાજ શખ્સ બરોબર અણીના વખતે એમના ભાષણમાં ટેકનિકલ સળી કરે અને વચ્ચેનાં વાક્યો જ ઉડાડી દે...
...તો કેવું સંભળાય? વાંચો કાલ્પનિક નમૂના!
* * *
કોંગ્રેસવાળા કહે છે કે હું વાંદરો છું... (અવાજ કટ) કહે છે કે હું ઉંદરડો છું... (ફરી અવાજ કટ)...
એટલે જ હું કહું છું કે મારા જેવો ઉમેદવાર તમને શોઘ્યો નહિ જડે!
* * *
વિરોધ પક્ષો આક્ષેપ કરે છે કે મારા રાજમાં ૬૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે... (અવાજ કટ)
...પણ એ તો કંઇ નથી, મેં તો ૬૦,૦૦૦ કરોડની યોજનાઓ બનાવી છે!
* * *
લોકો કહે છે કે મેં અડધો ડઝન ઉદ્યોગપતિઓને હજારો કરોડ રૂપિયાની કરવેરા માફી આપીને એમને જલ્સા કરાવી દીધા છે... (અવાજ કટ)
...એટલે જ આજે છેક જાપાનથી સુઝુકી અને અમેરિકાથી ફોર્ડ જેવી કંપનીઓ ગુજરાતમાં આવીને ધંધો કરવા માગે છે!
* * *
મારે ગુજરાતનો વિકાસ થતો જોવો છે. મારે ગુજરાતની પ્રગતિ થતી જોવી છે, મારે ગુજરાતના સાડા છ કરોડ લોકોને સુખી જોવા છે... (અવાજ કટ)
...અને એ માટે, આપણા કચ્છના ભૂજ શહેરમાં મેં એક અદ્યતન આંખની હોસ્પિટલ બનાવડાવી છે!
* * *
આજે ગુજરાત નંબર વન સ્ટેટ બની ગયું છે. ગુજરાતની માથાદીઠ આવક ભારતમાં સૌથી વઘુ છે. અહીં ગુજરાતમાં ક્રાઈમ-રેટ એકદમ ઘટી ગયો છે... (અવાજ કટ)
...એવું મેં સપનું જોયું છે!
* * *
હું કોઇથી ડરતો નથી, હું કોઇથી ગભરાતો નથી. મોત કાલે આવતું હોય તો આજે આવે હું મોતથી ડરતો નથી. પણ... (અવાજ કટ)
...મારો સવાલ એ છે કે ગાંધીનગરમાં ૨૪ કલાક હાજર હોય એવી બ્લેક-કેટ કમાન્ડોની ટુકડી કેમ નથી?
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved