Last Update : 20-November-2012, Tuesday

 

સિંગચણા વેચનારા મામુલી વેપારીનો સત્તા સાથે ભાગબટાઈનો વરવો ખેલ
પોન્ટી ચઢ્ઢા ૬૦૦૦ કરોડનો આસામી કેવી રીતે બન્યો?

સાધારણ આદમી માટે એક-એક રૃપિયો કમાવો દોહ્યલો છે અને બીજી બાજુ પોન્ટી જેવા લોકો માટે રૃપિયા શબ્દશઃ ઝાડ પર જ ઊગે છે. એ ઝાડને બસ, સત્તા સાથે સાજેદારીનું પાણી અને ભ્રષ્ટાચારનું ખાતર પીવડાવતા રહેવાનું હોય છે

હજુ દોઢ દાયકા પહેલાં મુરાદાબાદના બાગબજાર વિસ્તારમાં લોકોએ તેને સિંગચણા અને ભૂંજેલા કાજુ અને નમકિન વેચતા જોયો હતો. એ જ લોકોએ તેની તરક્કીની ગાડી પણ એટલી જ સડસડાટ ટોપ ગિઅરમાં ભાગતી જોઈ. તરક્કી એવી કે, હજુ હમણાં સુધી જેને પાડોશી દુકાનદાર ઉધાર માલ આપવાની ના પાડતો હતો એ જ માણસ આલિશાન મલ્ટિપ્લેક્સ થિયેટર બનાવે અને તેના ઉદ્ઘાટનમાં તત્કાલિન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ રિબિન કાપવા આવે. છતરપુર ખાતે ૩૦ એકરમાં ફેલાયેલું ફાર્મહાઉસ તેનો ગઢ ગણાતો હોય અને ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને દિલ્હી જેવા ચાર-ચાર રાજ્યોમાં જેનું નામ પડે ત્યાં ભલભલાં અમલદારો ખુરસીમાંથી ઊભા થઈ જતા હોય.
નામ ગુરદિપસિંહ ઉર્ફે પોન્ટી ચઢ્ઢા. ઉંમર ૫૫ વર્ષ. વ્યવસાયનું ક્ષેત્ર દારૃની જથ્થાબંધ ઠેકેદારીથી માંડીને રિઅલ એસ્ટેટ અને ફિલ્મ ફાયનાન્સ. ધંધાનું વાર્ષિક ટર્નઓવર રૃ. ૬૦૦૦ કરોડ અને પોન્ટીની અંગત સ્થાવર-જંગમ મિલકત રૃ. ૨૫૦૦ કરોડ. ઢીલા કાયદા ધરાવતા ભારત જેવા દેશમાં જો ધાર્યું કરવાની મક્કમતા અને એ માટે પૈસા વેરવાની તૈયારી હોય તો શું થઈ શકે તેનું વરવું ઉદાહરણ પોન્ટી ચઢ્ઢાએ આપ્યું છે. ભાઈ-ભાઈ વચ્ચેના ઝગડાની મહાભારતકાળથી કોઈ નવાઈ નથી. સગા ભાઈ હરદીપની ગોળીઓથી પોન્ટી મરાયો અને પોન્ટીના બોડીગાર્ડ્સે વળતું ફાયરિંગ કરીને હરદીપને ઢાળી દીધો એ ઘટનાના ગર્ભમાં ખરેખર તો સત્તાધારી નેતાઓ અને સરકારી અધિકારીઓને સાધીને શું-શું થઈ શકે તેનો વરવો ચિતાર છૂપાયેલો છે.
પિયક્કડો જેને બાઈટિંગ કહે છે એવા કાજુ, નમકીન વેચનારો પોન્ટી મુરાદાબાદની સરકારી દુકાનોમાં દારૃ વેચવાનું લાયસન્સ મેળવવા નસીબદાર બન્યો એ પછી મૃત્યુએ તેને ઝુકાવ્યો ત્યાં સુધી તેણે પાછું વાળીને જોયું ન હતું. સરકારી દુકાનોની ઠેકેદારીમાં અઢળક મલાઈ ભાળી ગયેલા પોન્ટીએ પછી તો જ્યાં જ્યાં માલ દેખાયો ત્યાં હાથ નાંખવા માંડયો હતો. સત્તા સ્થાને બેઠેલા નેતાલોગને કેમ મનાવવા અને અફસરશાહીને કેમ રાજી રાખવી તેમાં તેને એવી હથોટી આવી ગઈ કે ઉત્તરપ્રદેશની તમામ સરકારી દુકાનોમાં દારૃ પહોંચાડવાનો પરવાનો પોન્ટી સિવાય કોઈને ન મળે તેવી મોનોપોલી તેણે ઊભી કરી દીધી.
દારૃના ધંધા પર કાબુ મેળવ્યા પછી તેણે ઉત્તરાખંડના કુમાઉ જિલ્લામાં ગોલા નદીના તટક્ષેત્રમાં ઝિંકની ખાણોનો પરવાનો પણ મેળવી લીધો. સરકારી તિજોરીને અબજો રૃપિયાની રોયલ્ટી રળી આપતી આ ખાણોમાં નેવુના દાયકા સુધી સરકારી વનવિભાગ સિવાય ખાનગી ક્ષેત્રને કદી ઉત્ખનનની મંજૂરી આપવામાં આવતી ન હતી પરંતુ પોન્ટીએ રૃપિયાથી છલોછલ કોથળીઓનું વજન મૂકીને આ પરવાનો મેળવી લીધો. એ પછી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણામાં પોન્ટીએ ખાણ-ખનીજ ક્ષેત્રે પણ દારૃના ધંધા જેવી જ મોનોપોલી જમાવી દીધી હતી.
પોન્ટીની દાદાગીરી અને સરકારમાં છેક ઉપર સુધીની પહોંચ એવી કે ગત વર્ષે તેની ઓફિસ પર ઈનકમ ટેક્સની રેઈડ પડી તેના ત્રણ દિવસ પહેલાં પોન્ટીને તેની જાણ થઈ ચૂકી હતી અને રેઈડ પાડવા ગયેલો કાફલો તેની ઓફિસ સુધી પહોંચે એ પહેલાં પોન્ટીએ ખુદ ઈનકમટેક્સ કમિશનરને ફોન કરીને રેઈડ પાર્ટીની ગાડીનો નંબર પણ પોતે જાણતો હોવાનું કહીને ચોંકાવી દીધા હતા. ચેક્સના શર્ટ, કાંડામાં રોલેક્સ ઘડિયાળ અને મોંઘાદાટ ગોગલ્સનો શોખીન પોન્ટી ઉત્તરપ્રદેશના રાજકારણમાં ચાલતી ભાગબટાઈને બરાબર પારખી ચૂક્યો હતો.
મુલાયમના શાસનમાં તેણે જમાવેલો પગદંડો મુલાયમ પછી માયાવતીના રાજમાં ય એવો જ અકબંધ રહ્યો. ગુજરાતની મધ્યાહ્ન ભોજન યોજના જેવી જ ઉત્તરપ્રદેશમાં ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ પ્રોજેક્ટ સ્કિમ ચાલે છે. દરેક સરકારી યોજનાઓની માફક આ યોજનામાં હેતુ અને આદર્શ રૃપાળા છે. પ્રાથમિક શાળાના બાળકોને પોષણક્ષમ ભોજન, પુસ્તકો, ગણવેશ, ખેલકૂદના સાધનો વગેરે પૂરા પાડવાના નામે સરકાર કરોડો રૃપિયાની ગ્રાંટ ફાળવે છે અને આ દરેક ચીજવસ્તુ સરકાર ટેન્ડર મંગાવીને ખરીદે છે. આ બધી જ વાતો કાગળ પર થાય. નક્કી કરેલી પાર્ટી જ ટેન્ડર ભરે અને તેમને જ કરોડો રૃપિયાનો કોન્ટ્રાક્ટ મળે. બધી જ ખરીદી કાગળ પર થાય અને વિદ્યાર્થીઓના ભાગે કશું જ ન આવે.
પોન્ટીની પહોંચનો વરવો નમૂનો જુઓ, ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મુલાયમની સમાજવાદી સરકારે પોન્ટીને આપ્યો ત્યારે માયાવતી અને બહુજન સમાજ પાર્ટીના વિધાયકોએ દિવસો સુધી વિધાનસભામાં હોબાળો મચાવ્યો હતો અને પોન્ટી ચઢ્ઢા જ પાછલા બારણે સરકાર ચલાવતો હોવાના આક્ષેપો કરી તપાસપંચની માંગણી કરી હતી. એ જ માયાવતી જ્યારે મુલાયમની સમાજવાદી પાર્ટીને પરાસ્ત કરીને સત્તા પર આવ્યા કે તરત પોન્ટી ચઢ્ઢા તેમની ગુડબુકમાં પણ એટલી જ આસાનીથી આવી ગયો હતો.
એ વખતે એવું કહેવાતું હતું કે બહુજન સમાજ પક્ષને ૭૦ બેઠકો પર ચૂંટણીપ્રચારનો ખર્ચ પોન્ટીએ ભોગવ્યો હતો, જેના બદલા તરીકે માયાવતીએ ઉ.પ્ર.ની ૨૧ સુગર મિલની હરાજી કરી તેમાંથી ૧૧ સુગર મિલ પોન્ટી ચઢ્ઢાના ગુ્રપને આપી દેવામાં આવી. એ ઉપરાંત તાજ કોરિડોર પ્રોજેક્ટ જાહેર થયો એ પહેલાં જ કુલ ૨૦,૦૦૦ હેક્ટર જેટલી સરકારી જમીન પોન્ટી ચઢ્ઢાએ પાણીના મૂલે વેચી દીધી, જેના તાજ કોરિડોર પ્રોજેક્ટ જાહેર થયા પછી અબજો રૃપિયા ઉપજવાના હતા. આ વર્ષે માયાવતીને હરાવીને મુલાયમે ઉત્તરપ્રદેશ વિધાનસભા હસ્તગત કરી એટલે પોન્ટીએ ફરીથી પાટલી બદલી નાંખી હતી.
મુલાયમ હોય કે માયાવતી, ઉત્તરપ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડમાં પોન્ટીની મનમાની ચાલતી હતી. ગાઝિયાબાદમાં વેબ હાઈટેક સિટી એ એશિયાની સૌથી મોટી ટાઉનશીપ ગણાય છે. આ ટાઉનશીપ પોન્ટીની માલિકીની છે અને એ ખરેખર તો તાજ કોરિડોર વખતે મફતના ભાવે મેળવેલી જમીન પર ઊભી છે. નોઈડામાં સેન્ટર સ્ટેજ મોલ ખૂબ જાણીતી જગ્યા છે. સાડા સાત એકરમાં ફેલાયેલો એ મોલ પોન્ટીની માલિકીનો છે અને એ મોલની આસપાસની જમીન મોં-માંગ્યા દામ ચૂકવીને ખરીદવી હોય તો પણ એ માટે સરકારની નહિ પોન્ટીની મંજૂરી લેવી પડતી હતી.
સેન્ટર સ્ટેજ મોલ જ્યાં બન્યો એ જગ્યાએ એક જૂનું કોમ્પ્લેક્સ ખરીદવા માટે પોન્ટીએ તેના ત્રણેય માલિકોની હત્યા કરાવી હોવાનો આરોપ પણ લાગ્યો હતો. સરકારોની પોન્ટી પર મહેરબાની એવી કે, પોન્ટીભાઈને મોલની જગ્યા કરી આપવા ત્યાં ત્રણ સરકારી દફતરોની ઈમારતો તોડી નાંખવામાં આવી. એ ઈમારતો તોડવાના નિર્ણય સામે અદાલતે સ્ટે આપ્યો તો એ સ્ટે લાગુ થાય એ પહેલાં અડધી રાતે સરકારે તોડફોડ કરીને પોન્ટીને સગવડ કરી આપી.
એ પ્લોટની ઉપરથી હાઈટેન્શન વીજ લાઈન પસાર થતી હતી. પોન્ટીભાઈ અહીં બહુમાળી ઈમારત બનાવી શકે એ માટે રાતોરાત હાઈટેન્શન વીજ લાઈન ખસેડી લેવામાં આવી. મોલથી દોઢ કિલોમીટર દૂર એક પોલીસચોકી હતી. પોન્ટીભાઈને થયું કે મારા મોલ પાસે પોલીસચોકી હોય એ મારી શાનની ખિલાફ છે. પોન્ટીનો એક જ ફોન ગયો અને હોમ મિનિસ્ટ્રીએ બીજા જ દિવસે એ ચોકી તોડીને મેદાન બનાવી નાંખ્યું. સરકાર તેના ખિસ્સામાં હતી, અમલદારશાહી તેને લળી-લળીને સલામ કરતી હતી અને ન્યાયતંત્રને ઘોળીને પી જવામાં તે માહેર હતો.
ખોટા રસ્તે અને ટૂંકા રસ્તે ભોગવતા થાકી જવાય એટલી સંપત્તિ આવે ત્યારે ભેગા ઝગડાં અને કુટુંબક્લેશનું બોનસ પણ આવતું હોય છે. આ સનાતન ક્રમ પોન્ટીના કિસ્સામાં પણ સાચો ઠર્યો અને છેવટે તે સગા ભાઈના હાથે જ બેમોત માર્યો ગયો.
જોકે, હવે પોન્ટી પછી તેના દીકરા મનપ્રિત (મોન્ટી) અને ત્રીજા ભાઈ રાજિન્દર ચઢ્ઢા વચ્ચે અબજો રૃપિયાના આ કારોબાર પર કબજો જમાવવાની લડાઈ ચાલશે એવું મનાઈ રહ્યું છે. એ તમામ અંદરોઅંદર ખપી જાય તો પણ આમજનતાની આંખોમાં તાજુબી છે. સાધારણ આદમી માટે એક-એક રૃપિયો કમાવો કેટલો દોહ્યલો છે અને બીજી બાજુ પોન્ટી જેવા કેટલાંક લોકો એવા છે જેમના માટે રૃપિયા શબ્દશઃ ઝાડ પર જ ઊગે છે. એ ઝાડને બસ, જેને સત્તા સાથે સાજદારીનું પાણી અને ભ્રષ્ટાચારનું ખાતર પીવડાવતા રહેવાનું હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved