Last Update : 20-November-2012, Tuesday

 
દિલ્હીની વાત.
 

મમતાની અવિશ્વાસની
વાતને નબળો પ્રતિસાદ
નવી દિલ્હી, તા. ૧૯
યુપીએ સરકાર સામે અવિશ્વાસની મમતા બેનરજીની ચાલને બહુ પ્રતિભાવ મળતો હોય એમ લાગતો નથી. પરંતુ તેમની અવિશ્વાસની દરખાસ્તથી ઘણાં પક્ષોમાં ચેતન આવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના વડા ભાજપના નેતા સુષમા સ્વરાજને અને ડાબેરી પક્ષોને મળ્યા હતા. સીપીઆઈએ બહુ ભાવ નહોતો આપ્યો જ્યારે સીપીએમના નેતાઓએ તો એમ કહ્યું હતું કે તમે અવિશ્વાસની દરખાસ્ત લાવવા નીકળ્યા છો પણ તમારા સાંસદોની સંખ્યા કેટલી છે. તે તો જુઓ !! આમ તો અન્નાડીએમકે અને બીજેડી તેમને ટેકો આપવા તૈયાર છે પરંતુ મોટાભાગના મમતા સાથે આ મુદ્દે પેટ ખોલીને વાત કરતા નથી...
સત્રના પ્રથમ દિવસે
જ દરખાસ્ત
હકીકત તો એ છે કે જો સમાજવાદી પક્ષ અને બીએસપી પર છોડવામાં આવે તો તે એફડીઆઈના મુદ્દે વોટિંગ પસંદ કરે છે. કોંગ્રેસ એવું માને છે કે અવિશ્વાસની દરખાસ્ત માટે જોઈતા ૫૦ સાંસદોને મમતા ભેગા કરી શકે એમ નથી. જોકે બીજી તરફ ૨૨ નવેમ્બરે શરૃ થતા શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ તૃણમૂલ કોંગ્રેસની સંસદીય પાંખના નેતા સુદીપ બંદોપાધ્યા દરખાસ્ત મુકશે.
ભાજપ-શિવસેનાની
યુતિ સામે ખતરો
ભાજપના નેતાઓમાં જે ચર્ચાઓ ચાલે છે તે અનુસાર શિવસેનાના સુપ્રીમો બાલ ઠાકરેની વિદાય બાદ ભાજપ-શિવસેના વચ્ચેનું જોડાણ કેટલું લાંબુ ટકી શકશે ? આમ તો આ જોડાણે ઘણી તડકી-છાંયડી જોઈ છે પરંતુ બાલાસાહેબે જોડાણ ટકાવી રાખ્યું હતું. પરંતુ ચિંતાની વાત એ છે કે ઠાકરે બંધુઓ વચ્ચેના તીવ્ર મતભેદો ગઈકાલે અંતિમવિધિ દરમ્યાન પણ જોવા મળ્યા હતાં.
જોડાણને વધુ એક ઝાટકો
ભાજપના કેટલાક નેતાઓ એવું કહેતા સંભળાયા હતા કે ભાજપ-શિવસેનાના જોડાણને આ બીજો ઝાટકો વાગ્યો છે. પ્રમોદ મહાજન મૃત્યુ પામ્યા ત્યારે પ્રથમ જાટકો વાગ્યો હતો. મહાજનના કાળમાં તેમણે જોડાણ ટકાવી રાખ્યું હતું. આ નેતાઓએ એ પણ યાદ કરે છે કે બંને પક્ષો વચ્ચે મતભેદો ઊભા થાય તેવી સ્થિતિ ના આવે એટલે ખુદ બાલ ઠાકરે પ્રયાસ કરતા હતા. હવે બંને પક્ષ વચ્ચે મતભેદ નિવારનાર કોઈ નથી. ખરેખર, બાલ ઠાકરેની ગેરહાજરીનો અનુભવ બંને પક્ષો કરશે.
રાજ ઠાકરે સાથે
જોડાણની ઈચ્છા
બીજી તરફ ભાજપના બીજા કેટલાક નેતાઓને જોડાણ અંગે બહુ ચિંતા નથી. આ નેતાઓની દલીલ એવી છે કે આ તબક્કે બંનેને એકબીજાની જરૃર છે. બાલા સાહેબના શાસન દરમ્યાન ભાજપે નંબર-ટુની ભૂમિકા ભજવી રહી. ઉદ્ધવ-રાજ ઠાકરે વચ્ચેના મતભેદોનો મુદ્દો કદાચ આડો આવી શકે છે. બાલા સાહેબના અવસાન બાદ બંને ભાઈઓ નજીક આવ્યા હતા જ્યારે કેટલાક નેતાઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે સાથે જોડાવા ઇચ્છે છે. આ જોડાણ કદાચ ભાજપ માટે ઉપયોગી બની શકે છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved