Last Update : 20-November-2012, Tuesday

 
 

ચેતેશ્વર પુજારા અને ઓઝાનો નિર્ણાયક દેખાવ ઃ ઈંગ્લેન્ડનો સંઘર્ષમય પરાજય
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ભારતે અમદાવાદમાં છેલ્લે ૨૦૦૫માં શ્રીલંકાને હરાવ્યું હતુ
હવે ૨૩મીથી મુંબઇમાં બીજી ટેસ્ટ

 

અમદાવાદ,સોમવાર
સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારાની અણનમ ૨૦૬ રનની ઈનિંગ અને સ્પિનર ઓઝાએ ઝડપેલી કુલ નવ વિકેટની મદદથી ભારતે ઈંગ્લેન્ડને નવ વિકેટથી હરાવીને અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે સાત વર્ષ બાદ સૌપ્રથમ વખત વિજય મેળવ્યો હતો. ભારતે છેલ્લે અહીં વર્ષ ૨૦૦૫માં શ્રીલંકા સામેની મેચ જીતી હતી. જે પછી રમાયેલી ત્રણમાંથી બે ટેસ્ટ ડ્રો થઇ હતી, જ્યારે એક ટેસ્ટમાં ભારત હાર્યું હતુ. જો કે અમદાવાદમાં દિવાળી ઉજવ્યા બાદ ભારતે વિજય સાથે નવી સિઝનની શરૃઆત કરતાં ચાહકો તો હવે ઈંગ્લેન્ડને વ્હાઇટવોશ કરીને ૨૦૧૧માં મળેલા નાલેશીભર્યા પરાજયનો બદલો લેવાની ચર્ચા કરી રહ્યા છે.
અમદાવાદમાં ભારતનો રેકોર્ડ સુધર્યો
અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતેની ૧૨મી ટેસ્ટ મેચમાં ભારતનો આ ચોથો વિજય હતો. ભારતે ડિસેમ્બર,૨૦૦૫માં અહીં રમાયેલી શ્રીલંકા સામેની ટેસ્ટમાં ૨૫૯ રનથી વિજય મેળવ્યો હતો. જે પછી એપ્રિલ,૨૦૦૮ની ટેસ્ટમાં સાઉથ આફ્રિકા વિજેતા બન્યુ હતુ. નવેમ્બર ૨૦૦૯માં શ્રીલંકા સામેની અને નવેમ્બર ૨૦૧૦માં ન્યુઝીલેન્ડ સામેની મેચ ડ્રો થઇ હતી.
ઓઝાએ જીતની રાહ આસાન બનાવી
આજે આખરી દિવસે અમદાવાદમાં કૂક અને પ્રાયરની જોડીએ ખુબ જ ધીરજ સાથે શરૃઆત કરતાં ચાહકો થોડા ચિંતિત બન્યા હતા. ઈંગ્લેન્ડના બેટસમેનોએ આજે ગઇકાલના સ્કોરમાં વધુ ૧૬ જ રન જોડયા હતા ત્યાં પ્રાયર ૯૧ રને ઓઝાને તેની જ બોલિંગમાં કેચ આપી બેઠો હતો. જે પછી કૂકને ઓઝાએ ક્લિન બોલ્ડ કરીને ઈંગ્લેન્ડની ઇનિંગને મરણતોલ ફટકો પહોંચાડયો હતો. આ સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકો જીતની રાહ આસાન બનતા ઝુમી ઉઠયા હતા.
પુંછડિયા બેટ્સમેનોની સાધારણ લડત
ઈંગ્લેન્ડના પુંછડિયા બેટ્સમેનોએ સાધારણ લડત આપી હતી. આખરી પળોને મુશ્કેલ અને લંબાણભરી બનાવવા માટે જાણીતા ઈંગ્લેન્ડના પુંછડિયા ખેલાડીઓએ આજે આશરે બારેક ઓવરો સુધી સંઘર્ષ કર્યો હતો. જો કે ભારતીય ફાસ્ટ બોલરોએ તેમને મોટો સ્કોર કરવા દીધો નહતો. બ્રેસ્નેન ૨૦, બ્રોડ ૩ અને સ્વોન ૧૭ રન કરીને આઉટ થયાં હતા.
હવે ૨૩મીથી મુંબઇમાં બીજી ટેસ્ટ
ભારત અને ઈંગ્લેન્ડની ટીમો હવે ૨૩મીથી મુંબઇમાં બીજી ટેસટ રમશે. અમદાવાદમાં આશરે બે સપ્તાહનો સમય ગાળ્યા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ વિદાય લીધી હતી. ચાર ટેસ્ટની આ શ્રેણીની ત્રીજી ટેસ્ટ ૫ ડિસેમ્બરથી કોલકાતામાં અને ચોથી ટેસ્ટ ૧૩મી ડિસેમ્બરથી નાગપુરમાં રમાશે
ભારત પ્રથમ ઇનિંગ ઃ ૫૨૧/૮ ડિકલેર
ઈંગ્લેન્ડ બીજી ઇનિંગ ઃ ૧૯૧
ઈંગ્લેન્ડ બીજી ઇનિંગ(ફોલોઓન બાદ)

-

રન

બોલ

કૂક બો.ઓઝા

૧૭૬

૩૭૪

૨૧

કોમ્પ્ટોન એલબી બો.ઝહીર

૩૭

૧૨૮

ટ્રોટ કો.ધોની બો.ઓઝા

૧૭

૪૩

પીટરસન બો.ઓઝા

૦૨

૦૬

બેલ એલબી બો.યાદવ

૨૨

૫૯

એસ.પટેલ એલબી બો.યાદવ

૦૦

૦૧

પ્રાયર કો.એન્ડ બો.ઓઝા

૯૧

૨૨૫

૧૧

બ્રેસ્નેન કો.સબ બો.ઝહીર

૨૦

૪૮

બ્રોડ કો.એન્ડ બો.યાદવ

૦૩

૧૧

સ્વોન બો.અશ્વિન

૧૭

૩૧

એન્ડરસન અણનમ

૦૦

૦૧

વધારાના (બાય ૧૪,

 

 

 

 

લેગબાય ૬, વાઇડ ૧)

૨૧

 

 

 

કુલ ૧૫૪.૩ ઓવરમાં ઓલઆઉટ

૪૦૬

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧૨૩ (કોમ્પ્ટોન ૪૪.૬), ૨/૧૫૬ (ટ્રોટ ૫૭.૧), ૩/૧૬૦ (પીટરસન ૫૯.૧), ૪/૧૯૯ (બેલ ૭૬.૫), ૫/૧૯૯ (એસ.પટેલ ૭૬.૬) ૬/૩૫૬ ( પ્રાયર ૧૩૭.૪), ૭/૩૬૫ (કૂક ૧૪૧.૩), ૮/૩૭૮ (બ્રોડ ૧૪૪.૩), ૯/૪૦૬ (સ્વોન ૧૫૩.૫), ૧૦/૪૦૬ (બ્રેસ્નેન ૧૫૪.૩).બોલિંગ ઃ યાદવ ૨૩-૨-૭૦-૩, ઓઝા ૫૫-૧૬-૧૨૦-૪, અશ્વિન ૪૩-૯-૧૧૧-૧, સેહવાગ ૧-૦-૧-૦, ઝહીર ૨૭.૩-૩-૫૯-૨, તેંડુલકર ૧-૦-૮-૦, યુવરાજ ૪-૦-૧૭-૦.
ભારત બીજી ઇનિંગ

-

રન

બોલ

સેહવાગ કો.પીટરસન બો.સ્વોન

૨૫

૨૧

પૂજારા અણનમ

૪૧

૫૧

કોહલી અણનમ

૧૪

૨૧

કુલ ૧૫.૩ઓવરમાં ૧ વિકેટે

૮૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૫૭(સેહવાગ ૯.૫).
બોલિંગ ઃ એન્ડરસન ૨-૦-૧૦-૦, સ્વોન ૭.૩-૧-૪૬-૧, એસ.પટેલ ૬-૦-૨૪-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved