Last Update : 20-November-2012, Tuesday

 
કોલસા કૌભાંડમાં વિશેષ તપાસની અરજી પર
સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો

પૂર્વ ચૂંટણી પંચ કમિશનર, પૂર્વ નૌ સેના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ પિટિશન કરી છે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૯
સુપ્રિમ કોર્ટે કોલ બ્લોક ફાળવણીમાં કથિત ગેરરીતિઓમાં ખાસ તપાસ ટીમ દ્વારા તપાસ માટે કરવામાં આવેલી એક અરજી પર કેન્દ્ર અને સીબીઆઇને નોટિસ જારી કરી છે. બન્ને પક્ષકારોએ આઠ અઠવાડિયાની અંદર તેમનો જવાબ સુપરત કરવાનો રહેશે અને આ કેસની સુનાવણી ૨૪ જાન્યુઆરી પર મોકૂફ રાખી છે.
વિભિન્ન ખાનગી કંપનીઓને ફાળવવામાં આવેલાં કોલ બ્લૉક્સ માટે સરકારે આપેલાં લાઇસન્સને રદ કરવાની માગણી કરતી જાહેર હિતની અરજી પર જસ્ટિસ આર.એમ. લોધા અને એ.આર. દવેની બેન્ચે કેન્દ્ર અને સીબીઆઇ પાસેથી તેમના જવાબો જાણવા માટે અરજી પાઠવી છે. જોક બેન્ચે લાઇસન્સ પર મનાઇહુકમ ફરમાવવાનો ઇન્કાર કર્યો હતો. કાયદાનો ભંગ કરીને આ લાઇસન્સ આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
કોલ બ્લૉકની ફાળવણીમાં કથિત ગેરરીતિઓ પર સર્વગ્રાહી જવાબ આપવા સરકારને આઠ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. પૂર્વ સીઇસી ગોપાલસ્વામી, નેવીના પૂર્વ વડા એલ. રામદાસ અને પૂર્વ કેબિનેટ સેક્રેટરી ટી.એસ.આર. સુબ્રમણ્યમ સહિતના સિવિલ સોસાયટીના વિવિધ સભ્યો દ્વારા ફાઇલ કરવામાં આવેલી પીઆઇએલ પર સુનાવણી કરતાં બેન્ચે આ નિર્દેશ કર્યો હતો.
તેમનો આક્ષેપ છે કે કથિત કોલ બ્લૉક કૌભાંડમાં ચાલી રહેલી સીબીઆઇની તપાસ પૂરતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આમાં કેટલાક પ્રધાનો અને તેમના પરિવારજનોના નામ સપાટી ઉપર આવ્યા હતા. કથિત કોલ બ્લૉક ફાળવણી કૌભાંડ ૧૪ સપ્ટેમ્બરે જ્યુડીશીયલ તપાસ હેઠળ આવ્યું હતું. ત્યારે સુપ્રિમ કોર્ટે એક વકીલ એમ.એલ.શર્માએ કરેલી પીઆઇએલ પર કેન્દ્રને એ જણાવવા આદેશ કર્યો હતો કે ખાનગી કંપનીઓને કુદરતી સ્ત્રોતો ફાળવવા અંગેની માર્ગરેખાઓનું ચુસ્તપણે પાલન થયું છે કે કેમ?
કથિત ગેરરીતિઓની ન્યાયિક તપાસનો અધિકારક્ષેત્રનો વ્યાપ વિસ્તારતાં બેન્ચે આજે સીબીઆઇને એસઆઇટીની નિમણૂક માટેની દરખાસ્ત પર સીબીઆઇને નોટિસ પાઠવી હતી. સિવિલ સોસાઇટીના સભ્યોએ ફાઇલ કરેલી પિટીશનમાં તેમણે માગણી કરી હતી કે લાભાર્થી કંપનીઓ દ્વારા કથિત ભ્રષ્ટાચાર અને લાંચમાં વરિષ્ઠ પ્રધાનો, સરકારી અધિકારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિભિન્ન વિભાગો સામેલ હોવાથી તેમાં તપાસ થવી જોઇએ.
પિટીશનરોનો આક્ષેપ કર્યો હતો કે કોલ બ્લૉકની ફાળવણી બિન-પારદર્શી છે અને તે વિભિન્ન નિયમો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને હાથ ધરવામાં આવી છે. સીબીઆઇની તપાસ પણ આંશિક થઇ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved