Last Update : 20-November-2012, Tuesday

 

કેન્દ્રના બિનગંભીર વલણની સુપ્રીમે ટીકા કરી
તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

બે દિવસમાં એફિડેવિટ ફાઇલ કરવા આદેશ અંડર સેક્રેટરીની એફિડેવિટ ફગાવાઇ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૯
ટુજી કેસ પ્રત્યે બિનગંભીર વલણ દાખવીને તેને ગોકળગાય ગતિએ તપાસ ચલાવવા બદલ સરકારની ઝાટકણી કાઢતાં સુપ્રિમ કોર્ટે આજે જણાવ્યું હતું કે જેના લાઇસન્સ રદ થયા છે તે ૦.૧ ટકા સ્પેક્ટ્રમ અટકાવવું પણ સ્વીકાર્ય નથી.
જસ્ટિસ જી.એસ. સિંઘવી અને કે.એસ. રાધાકૃષ્ણનની બનેલી બેન્ચે તમામ ટુજી સ્પેક્ટ્રમને ૧૨ નવેમ્બરે હરાજી માટે કેમ ન મુકવામાં આવી તે અંગે ખુલાસો કરવા કેન્દ્ર સરકારને બે દિવસમાં એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ કર્યો છે.
આ મુદે અંડર સેક્રેટરી લેવલના એક અધિકારીએ ફાઇલ કરેલી એફિડેવિટને ફગાવી દેતાં બેન્ચે જણાવ્યું હતું કે 'કેન્દ્ર સરકાર આ મામલાને આગળ ધપાવવામાં સહજ છે. તે ગંભીર નથી.'કોર્ટે ટેલિકોમ વિભાગના સેક્રેટરીને એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ કર્યો હતો.
બેન્ચે કહ્યું હતું કે 'અમારા અગાઉના આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે એફિડેવિટ સેક્રેટરી લેવલના અધિકારી દ્વારા ફાઇલ થવી જોઇએ. ટેલિકોમ વિભાગે જાણીજોઇને આ પગલું ભર્યું છે. અગાઉ અંડર સેક્રેટરીએ ફાઇલ કરેલી એફિડેવિટને ફગાવી દેવામાં આવી હતી. આ કમનસીબ બાબત છે કે આ જ ભૂલ ફરી વખત થઇ છે. બે દિવસમાં જરૃરી કામગીરી થવી જોઇએ.'
બેન્ચે વધુમાં ઉમેર્યું હતું કે તે સોમવારે હરાજી અંગે સરકારનં વલણ સાંભળશે. પરંતુ તેણે સ્પષ્ટતા કરી હતી કે સ્પેક્ટ્રમને હરાજીથી અટકાવવું કોઇપણ કાળે ચલાવી લેવામાં નહિ આવે. માત્ર ૮૦૦ અને ૧૮૦૦ એમએચઝેડ બેન્ડની હરાજી કરવામાં આવશે તેવી માહિતી ક્યારેય પણ કોર્ટને આપવામાં આવી નથી.
કોર્ટ સમક્ષ એવી દલીલ કરવામાં આવી હતી કે સરકારે સુપ્રિમના દિશાનિર્દેશનું પાલન કર્યું નથી અને તેણે ૧૮૦૦ બેન્ડમાં ૪૩૧ એમએચઝેડમાંથી ૧૩૬ એમએચઝેડ સ્પેક્ટ્રમને અટકાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટુજી સ્પેક્ટ્રમ માટે સુપ્રિમે બીજી ફબુ્રઆરીએ ૧૨૨ લાઇસન્સ રદ કર્યા હતા. પછી તેણે સરકારને હરાજી મારફતે તેને ફાળવવા આદેશ કર્યો હતો. જોકે ૧૨ નવેમ્બરે કરાયેલી હરાજીમાં ઊંચા બિડ પ્રાઇસને કારણે ગુજરાત અને ઉત્તર પ્રદેશના સર્કલોને બાદ કરતાં કોઇ સર્કલ માટે કંપનીઓએ રસ બતાવ્યો ન હતો અને માત્ર રૃ. ૯,૨૨૪.૭૫ કરોડના બિડો મળ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved