Last Update : 20-November-2012, Tuesday

 

એફડીઆઇ મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો

સરકાર અંતિમ તબક્કામાં ઃ ભાજપ ઃ સીપીઆઇ અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવા તૈયાર

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
તૃણમુલ કોંગ્રેસનાં વડા મમતા બેનરજીની યોજનાથી વિચલિત થયા વગર કોંગ્રેસે આજે જણાવ્યું હતું કે રીટેલમાં એફડીઆઇ અંગે અવિશ્વાસ પ્રસ્તાવ કે અન્ય કોઇ ઠરાવ લાવવામાં આવશે તો પણ સરકાર લોકસભામાં પોતાની બહુમતિ પુરવાર કરવામાં સફળ રહેશે.
પક્ષનાં પ્રવક્તા સંદિપ દિક્ષિતે પત્રકારોને જણાવ્યું હતું કે સંખ્યા અંગે સંપૂર્ણ વિશ્વાસ છે અને જ્યારે કોઇ પ્રસ્તાવ લાવવામાં આવશે ત્યારે અમે અમારી બહુમતિ સાબિત કરી બતાવીશું. અમારી પાસે ૨૭૨થી વધુ સાંસદોનો ટેકો છે.
આ દરમિયાન આજે તૃણમુલ કોંગ્રેસે જણાવ્યુ હતું કે સંસદના શિયાળુ સત્રમાં રજૂ થનારા અવિશ્વાસ પ્રસ્તાવને જો ડાબેરીઓ ટેકો નહીં આપે તો એફડીઆઇ અંગેનો તેમનુ વલણ શરમજનક ગણાશે. તૃણમુલ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સૌગતા રોયે જણાવ્યું હતું કે જો સીપીઆઇ(એમ) પ્રસ્તાવને ટેકો નહીં આપે તો તેનો અર્થ થશે કે મલ્ટી બ્રાન્ડ રીટેલમાં એફડીઆઇ અંગેનો તેમનો વિરોધ ખોટો અને શરમજનક છે.
ઉલ્લેખનીય છે આજે સીપીઆઇ(એમ)ના જનરલ સેક્રેટરી પ્રકાશ કરાતે અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવાની તૃણમુલ કોંગ્રેસની અપીલ ફગાવી દીધી હતી. જો કે સીપીઆઇનાં વરિષ્ઠ નેતા ગુરુદાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે યુપીએ સરકાર વિરુદ્ધ કોઇ પણ પક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે તેમનો પક્ષ તેને ટેકો આપશે. જો કે ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે આ મત ફક્ત સીપીઆઇનો છે સમગ્ર ડાબેરીઓનો નથી.
આ દરમિયાન ભાજપ નેતા બલબીર પુંજે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની મમતા બેનરજીની યોજનાવું સ્વાગત કર્યુ હતું. આ ઉપરાંત ભાજપના અન્ય એક નેતા મુખ્તાર અબ્બાસ નક્વીએ જણાવ્યું હતું કે સંસદનું આગામી સત્ર યુપીએ સરકાર માટે સેમી ફાઇનલ છે જ્યારે આગામી વર્ષનું બજેટ સત્ર સરકારનું અંતિમ સત્ર છે.
નકવીએ જણાવ્યું હતું કે યુપીએ સરકારે લોકોમાં પોતાની વિશ્વસનિયતા ગુમાવી દીધી હોવાથી સંસદનું આગામી બજેટ સત્ર સરકારનું અંતિમ સત્ર બની રહેશે. પક્ષ દ્વારા આયોજિત એક રેલીને સંબોધતા નકવીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવેલા બિનલોકશાહી નિર્ણયોને કારણે તેણો પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved