Last Update : 20-November-2012, Tuesday

 
ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ

સવિતાનાં મૃત્યુની તપાસ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે થવી જોઇએ ઃ વ્યાલાર રવિ

(પીટીઆઇ) લંડન, તા. ૧૭
ભારતીય મહિલા ડેન્ટિસ્ટ સવિતા હલ્લપનવારનાં અપમૃત્યુ પછી આયર્લેન્ડમાં ગર્ભપાતનાં કાયદાનાં વિરોધમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે આયર્લેન્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે નિષ્ણાત સમિતિનાં અહેવાલ પછી જ નિર્ણય લેવામાં આવશે અને આ મુદ્દે ઉતાવળ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે સવિતાને શરૃઆતમાં ગર્ભપાત કરાવવાની ના પાડવામાં આવી હતી. ગર્ભપાત કરાવવામાં થયેલા વિલંબને કારણે થયેલા બ્લડ પોઇઝનિંગને કારણે સવિતા મૃત્યુ પામી હતી.
આયર્લેન્ડ ખાતેના ભારતીય રાજદૂત દેબાશીશ ચક્રવતી આયર્લેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇમોન ગિલમોરને મળ્યા હતા અને સવિતાનાં અપમૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ચક્રવતીએ આ કેસની સ્વતંત્ર તપાસ કરાવવાની પણ માંગ કરી હતી.
આ દરમિયાન આયર્લેન્ડનાં વડાપ્રધાન એન્ડા કેનીએ જણાવ્યું હતું કે તે નિષ્ણાતોની સમિતિનાં અહેવાલની રાહ જોઇ રહ્યા છે પરંતુ કોઇ પણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવામાં આવશે નહીં. ૩૧ વર્ષીય સવિતાને ૧૭ સપ્તાહનો ગર્ભ હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ દેશ કેથોેલિક દેશ હોવાથી ગર્ભપાત કરી શકાય તેમ નથી.
માનવ અધિકાર માટે કાર્ય કરતી સંસ્થા એમ્નેસ્ટીએ આયર્લન્ડની સરકારને ગર્ભપાત મુદ્દે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આયર્લેન્ડના આરોગ્ય વડાપ્રધાન જેન્સ રેલીને પત્ર લખી આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આયર્લેન્ડને ગર્ભપાતના કાયદા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓને અનુરૃપ બનાવવાની માંગ કરી છે.
વિદેશી બાબતોના પ્રધાન વ્યાલાર રવિએ આજે જણાવ્યું હતું કે આયર્લેન્ડ સરકાર દ્વારા સવિતાનાં અપમૃત્યુ કેસની તપાસ કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે પરંતુ આ તપાસ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે થવી જોઇએ. આ ઉપરાતં તેમણે જણાવ્યું હતું કે લોકોની લાગણીને માન આપીને કેથોલિક સમુદાયની લાગણી દુભાય નહીં તે રીતે ગર્ભપાતનાં કાયદામાં ફેરફાર કરવા જોઇએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved