Last Update : 20-November-2012, Tuesday

 
ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

બોન્ડ સિરીઝની આગામી બે ફિલ્મો માટે ૩.૧ કરોડ પાઉન્ડ મેળવશે

લંડન, તા. ૧૯
ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણુ મેળવનાર બોન્ડ બન્યો છે. જેમ્સ બોન્ડ સિરીઝની આગામી બે ફિલ્મો માટે ક્રેગને અધધ ૩.૧ કરોડ પાઉન્ડ (૨ અબજ ૭૦ કરોડ રૃપિયાથી વધુ) રકમ મળશે.
તાજેતરમાં જ રિલીઝ થયેલી બોન્ડ સિરીઝની ફિલ્મ 'સ્કાયફોલ'માં બોન્ડની ભૂમિકા ભજવનાર ૪૪ વર્ષીય ડેનિયલ ક્રેગે મહેનતાણાની બાબતમાં તેના પુરોગામીઓને પાછળ રાખી દીધા છે. 'સ્કાયફોલ'ને બોક્સ ઓફિસ પર મળેલી ભારે સફળતા અને વિવેચકોની પ્રશંસાના કારણે ક્રેગના મહેનતાણામાં આટલો મોટો વધારો થયો હોવાનું મનાય છે. ડેનિયલ ક્રેગને ૨૦૦૬માં રજૂ થયેલી તેની જેમ્સ બોન્ડ તરીકેની પ્રથમ ફિલ્મ 'કેસિનો રોયાલ'માં ૧૯ લાખ પાઉન્ડ મળ્યા હતા. જ્યારે તેની ૨૦૦૮માં રજૂ થયેલી બીજી ફિલ્મ 'ક્વોન્ટમ ઓફ સોલાસ' માટે ૪૪ લાખ પાઉન્ડ મળ્યા હતાં. જોકે 'સ્કાયફોલ' માટે ક્રેગને ૧ કરોડ અને ૭ લાખ પાઉન્ડ મળ્યા હતાં. ક્રેગના પુરોગામી એવા પિયર્સ બ્રોસ્નાનને ૧૯૯૯માં આવેલી 'ધ વર્લ્ડ ઈઝ નોટ ઈનફ' માટે ૭૫ લાખ પાઉન્ડ અને ૨૦૦૨માં આવેલી 'ડાય અનધર ડે' માટે ૧ કરોડ અને ૩ લાખ પાઉન્ડ મળ્યા હતાં.
ક્રેગને આગામી બે ફિલ્મો માટે મળનારી રાશિને જોતા તેણે હોલિવૂડના સૌથી વધુ મહેનતાણું મેળવતા અભિનેતાઓ ટોમ ક્રૂઝ અને લિયોનાર્ડો ડી કેપ્રિયો બાદ ત્રીજું સ્થાન મેળવી લીધું છે. અંગ્રેજ અભિનેત્રી રશેલ વેઈઝને પરણેલા ડેનિયલ ક્રેગની ગણના શ્યોન કોનરી બાદના સૌથી લોકપ્રિય બોન્ડ તરીકે થવા લાગી છે. 'ક્વોન્ટમ ઓફ સોલાસ'ની ભારે ટીકા થવા છતાં 'સ્કાયફોલ' ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં આશરે ૩૮ કરોડ પાઉન્ડ રળી લીધાં છે અને આ આંકડો ૫૦ કરોડ પાઉન્ડે પહોંચે તેવી અપેક્ષાઓ છે.
છેલ્લા અડધા શતક દરમિયાન બોન્ડ અભિનેતાઓના મહેનતાણામાં જંગી વધારો થતો રહ્યો છે. શ્યોન કોનરીને તેની પહેલી બોન્ડ ફિલ્મ 'ડો.નો' માટે ૧૦ હજાર પાઉન્ડનું મહેનતાણું મળ્યું હતું જ્યારે 'ફ્રોમ રશિયા વિથ લવ' માટે ૧ લાખ ૫૭ હજાર પાઉન્ડ મળ્યાં હતાં. આજના દર પ્રમાણે જોતા રોજર મૂરને પ્રતિફિલ્મ ૬૩ લાખ પાઉન્ડ, તિમોથી ડાલ્ટનને ૫૪ લાખ પાઉન્ડ અને બ્રોસ્નાનને ૮૭ લાખ પાઉન્ડ મળતાં હતાં. ક્રેગની પ્રતિફિલ્મ સરેરાશ ૯૬ લાખ પાઉન્ડની છે જે જોતાં મહેનતાણાની બાબતમાં તે અન્ય બોન્ડ અભિનેતાઓ કરતા ખાસો આગળ નીકળી ગયો છે.

 

 

 

 


બોન્ડ

ફિલ્મોની

જે-તે સમયે પ્રતિફિલ્મ

હાલના દરે

કેટલા વિલનને

કેટલી 'બોન્ડ ગર્લ'ને

અભિનેતા

સંખ્યા

મહેનતાણું (પાઉન્ડમાં)

મહેનતાણું (પાઉન્ડમાં)

   માર્યા ?

    ચુંબન કર્યા

શ્યોન કોનરી

,૧૮,૦૦૦

૩૨,૦૦,૦૦૦

૫૬

૧૮

જ્યોર્જ લાઝેન્બી

૩૪,૦૦૦

,૬૦,૦૦૦

રોજર મૂર

૧૪,૦૦,૦૦૦

૬૩,૦૦,૦૦૦

૫૦

૨૦

તિમોથી ડાલ્ટન

૧૪,૦૦,૦૦૦

૫૪,૦૦,૦૦૦

૧૮

પિઅર્સ બ્રોસ્નાન

૬૧,૦૦,૦૦૦

૮૭,૦૦,૦૦૦

૪૮

૧૨

ડેનિયલ ક્રેગ

૯૬,૦૦,૦૦૦

૯૬,૦૦,૦૦૦

૩૯

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved