Last Update : 20-November-2012, Tuesday

 
એક મેગેઝિનના સર્વેનું તારણ
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

 

લંડન, તા. ૧૯
બ્રિટન હવે અમેરિકાને પછાડીને વિશ્વનું સૌથી વગદાર રાષ્ટ્ર બની ગયું છે. 'સોફ્ટ પાવર'ના રેન્કિંગ્સમાં તે ટોચના સ્થાને પહોંચી ગયું હોવાનું એક મેગેઝિનના સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
બ્રિટન હવે રમત-ગમતથી માંડીને અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બનતાં આ પરિસ્થિતિ સર્જાઇ છે. જર્મની આ યાદીમાં ત્રીજા ક્રમે છે તો આશ્ચર્યજનકરીતે ભારત અને ચીનનું ટોપ ટ્વેન્ટીમાં પણ સ્થાન નથી.
આ યાદીમાં સર્વે હેઠળના દેશોની રાજદ્વારી તાકાતથી માંડીને ઓલિમ્પિક ગોલ્ડ મેડલસને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બ્રિટિશનું સામ્રાજ્ય આથમી ગયું હશે. પરંતુ હવે તે ફરી એકવખત વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે.
તમામ રાષ્ટ્રોની રાજકારણ, રાજદ્વારી, સંસ્કૃતિ, રમત-ગમત અને શિક્ષણ જેવી બાબતોની આકારણી કર્યા બાદ આ તારણ કાઢવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓલિમ્પિક્સની સફળતા, જેમ્સ બોન્ડની તાજેતરની ફિલ્મની સફળતા જેવી બાબતો પણ આમાં ઉમેરવામાં આવી છે.
મોનોકલ મેગેઝિનના વાર્ષિક 'ગ્લોબલ સોફ્ટ પાવર' સર્વેમાં આર્થિક તાકાતને વધુ મહત્વ આપવામાં આવ્યું નથી. બ્રિટિશના ૨૨ જેટલાં પોપ મ્યૂઝિક આલ્બમ્સ તેને આ વર્ષે વિદેશોમાં નંબર વનનું સ્થાન અપાવ્યું છે.
આ વર્ષે આશરે ત્રણ કરોડ પ્રવાસિકો બ્રિટનની મુલાકાત લીધીછે તે બાબત પણ તેને ટોચનું સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી ગઇ. સોફ્ટ પાવરની આકારણી માટે વપરાતાં તમામ ૫૦ પરિબળોમાં કે જેમાં સાંસ્કૃતિક મિશન, ઓલિમ્પિક મેડલ્સ અને વિદેશી વિદ્યાર્થીઓથી માંડીને ખાવાની ચીજોની ગુણવત્તા, આર્કિટેક્ચર અને બિઝનેસનો સમાવેશ થાય છે તેમાં બ્રિટન સર્વે હેઠળના તમામ દેશોને મ્હાત કરી ગયું છે.
સોફટ પાવરને હવે અમેરિકા ગણકારતું નથી. તેના કારણે તેની સ્થિતિ નબળી પડી ગઇ હોય તેમ કહી શકાય છે.
જોકે આ વર્ષે તે આખા વર્ષે ચૂંટણીની પ્રક્રિયામાં લાગી રહ્યું તે બાબત પણ અસર કરી ગઇ છે.
આ યાદીમાં બ્રાઝીલ સૌથી ઉંચી છલાંગ મારીને ૨૧થી ૧૭માં ક્રમે પહોંચી ગયું છે.

સોફ્ટ પાવર એટલે શું ?
હાર્વર્ડના સ્કોલર જોસેફ નાઇએ સોફ્ટ પાવર શબ્દની કરેલી વ્યાખ્યા મુજબ, તેમાં કોઇપણ દેશની લશ્કરી કે આર્થિક તાકાતનો સમાવેશ થતો નથી. એ બાબતોને બાદ કરીને અન્ય ક્ષેત્રોમાં જે તે દેશના પ્રભુત્વને સોફ્ટ પાવર કહેવાય છે. વેપાર કેઅન્ય પ્રકારના સમર્થન મેળવવા માટે નાણાકીય તાકાતના ઉપયોગને આમાંથી બાકાત રાખવામાં આવે છે.

૨૦૧૨માં બ્રિટને મેળવેલી સફળતા
૨૨ બ્રિટિશ પોપ મ્યુઝિક આલ્બમ્સ વિદેશોમાં નંબર વન રહ્યા.
૨.૯ કરોડ પર્યટકોએ આ વર્ષે બ્રિટનની મુલાકાત લીધી.
૬૫ મેડલ ગ્રેટ બ્રિટનની ટીમોએ આ વર્ષે ઓલિમ્પિક્સમાં જીતી.
 બ્રિટનનો એન્ડી મરે આ વર્ષે ન્યૂયોર્કમાં તેનું પ્રથમ ગ્રાંડ સ્લેમ ટુર્નામેન્ટ જીત્યો.
 અમેરિકાના કેટલાક સૌથી મોટા ટીવી શોમાં બ્રિટિશ એક્ટરો દેખાયા. જેમાં હોમલેન્ડ એન્ડ ડોમિનિક વેસ્ટ ઈન ધ વાયરમાં ડેમિયન લુઈસનો સમાવેશ થાય છે.
 બ્રેડલી વિગ્ગિન્સ ટુર ડી ફ્રાંસ જીતનાર પ્રથમ બ્રિટિશ ખેલાડી બન્યો.

ટોપ ટ્વેન્ટી દેશો
૧. ગ્રેટ બ્રિટન ૨. અમેરિકા ૩. જર્મની ૪. ફ્રાંસ ૫. સ્વીડન ૬.જાપાન ૭. ડેન્માર્ક ૮. સ્વિત્ઝર્લેન્ડ ૯. ઓસ્ટ્રેલિયા ૧૦. કેનેડા ૧૧. સાઉથ કોરિયા ૧૨. નોર્વે ૧૩. ફિન્લેન્ડ ૧૪. ઇટાલી ૧૫.હોલેન્ડ ૧૬.સ્પેન ૧૭. બ્રાઝીલ ૧૮. ઓસ્ટ્રિયા ૧૯. બેલ્જિયમ ૨૦. તુર્કી

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved