Last Update : 20-November-2012, Tuesday

 

જેમની અંતિમયાત્રામાં દસ લાખથી વધુ લોકો જોડાયા હોય એવા મહાનુભાવો

બાળ ઠાકરે સિવાય મહાત્મા ગાંધી, પ્રિન્સેસ ડાયના, જોન પૉલ બીજા, બાબાસાહેબ આંબેડકર, અન્નાદુરાઈની સ્મશાન યાત્રા ઐતિહાસિક

મુંબઈ,તા.૧૯
શિવસેના સુપ્રિમો બાળ ઠાકરેની અંતિમ યાત્રા રવિવારે નીકળી ત્યારે પોતાના ચહિતા નેતાને આખરી વિદાય આપવા માટે લાખો લોકો તેમાં જોડાયા હતા. વિશ્વના બહુ જુજ એવા મહાનુભાવો છે કે જેમની સ્મશાનયાત્રામાં દસ લાખ કે તેનાથી વધુ લોકો સામેલ થયા હોય.
ભારતના મહાનુભાવોની વાત કરીએ તો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ડો. બાબાસાહેબ આંબેડકર, તામિલનાડુંના મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઈ, આન્ધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય. એસ. રાજશેખર રેડ્ડી, તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ તથા ફિલ્મ અભિનેતા એન. ટી. રામારાવ, ફિલ્મ અભિનેતા તથા તામિલનાડુના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા મેલાક્કાઠ ગોપાલન રામચંદ્રન અને સરદાર વલ્લભભાઈ પટેલની સ્મશાનયાત્રામાં દસ લાખથી વધુ લોકો જોડાયા હતા.
વિદેશી હસ્તીઓમાં પોપ જોન પૉલ ૨, માઇકલ જેકસન, અયાતોલ્લાહ ખોમેલ્ની, વિક્ટર હ્યુગો અને પ્રિન્સેસ ડાયનાનો સમાવેશ થાય છે. પ્રિન્સેસ ડાયનાની અંતિમયાત્રામાં અત્યાર સુધીની સૌથી વધુ મેદની જોડાઈ હોવાનું માનવામાં આવે છે. લંડનમાં ૩૦ લાખથી વધુ લોકો પ્રિન્સેસ ડાયનાની સ્મશાનયાત્રામાં જોડાયા હોવાનો અંદાજ છે.
આમ તો જુદા જુદા દૈનિકોમાં અલગ-અલગ આંકડાઓ આપવામાં આવ્યા છે અને આટલી મોટી મેદનીમાં કેટલા લોકો છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે તો પણ શિવસેના સુપ્રિમોની સ્મશાનયાત્રામાં દસ લાખથી વધુ લોકો જોડાયા હોવાનું માનવામાં આવે છે.
બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની અંતિમયાત્રામાં પાંચ લાખ લોકો જોડાયા હતા. ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની સ્મશાનયાત્રામાં ૧૦ લાખ લોકો સામેલ થયા હતા.
અલબત્ત જ્યારે કેટલા લોકો સ્મશાનયાત્રામાં જોડાયા એની ગણતરી કરીએ ત્યારે તે શહેરની કુલ વસ્તીની પણ ગણતરી કરવી જોઇએ. જેમકે ૧૯૫૦માં સરદાર પટેલની અંતિમયાત્રામાં દસ લાખ લોકો જોડાયા હતા. ત્યારે મુંબઈની વસ્તી ૩૦ લાખ હતી. આ પ્રમાણે જોઇએ તો શહેરની ૩૩ ટકા વસ્તી અંતિમયાત્રામાં સામેલ થઈ હતી. ૧૯૫૬માં મુંબઈની વસ્તી ૩૫ લાખ હતી અને તેમાંથી પાંચ લાખ લોકો આંબેડકરની અંતિમયાત્રામાં જોડાયા હતા.
૩૧મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગાંધીજીની અંતિમ યાત્રામાં ૨૫ લાખ લોકો જોડાયા હતા. તેમને યમુના કિનારે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. સાત એપ્રિલ ૨૦૦૫ના રોજ રોમમાં પોપ જોન પોલ બીજાની અંતિમયાત્રામાં ૨૫ લાખથી વધુ લોકો જોડાયા હોવાનું માનવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved