Last Update : 20-November-2012, Tuesday

 

બીજી ઇનિંગમાં ઓઝાની ચાર વિકેટ ઃ કૂકના ૧૭૬ રન
અમદાવાદ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને નવ વિકેટથી કચડયું

પૂજારા મેન ઓફ ધ મેચ ઃ ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત ઈંગ્લેન્ડ સામે ૧-૦થી આગળ ઃ ૭૭ રનના પડકારને ભારતે ૧૫.૩ ઓવરમાં એક વિકેટે ઝીલ્યો

અમદાવાદ,તા.૧૯
બોલરોના અસરકારક દેખાવને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની અમદાવાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ નવ વિકેટથી જીતી લીધી હતી. સ્પિનર ઓઝાએ સવારના સેશનમાં જ પ્રાયર(૯૧) અને ત્યાર બાદ કૂક (૧૭૬)ની નિર્ણાયક વિકેટ સહિત કુલ ચાર બેટ્સમેનોને આઉટ કરતાં ઈંગ્લેન્ડની ફોલોઓન થયા બાદની બીજી ઇનિંગ ૪૦૬ રનમાં સમેટાઇ હતી. જે પછી જીતવા માટે મળેલા ૭૭ રનના આસાન પડકારને ઝીલતા ભારતે ૧૫.૩ ઓવરમાં એક વિકેટે ૮૦ રન કરી લીધા હતા. સૌરાષ્ટ્રના આશાસ્પદ બેટ્સમેન ચેતેશ્વર પુજારાને તેની અણનમ ૨૦૬ રનની ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.આ સાથે ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં ૧-૦થી સરસાઇ મેળવી લીધી હતી. હવે બીજી ટેસ્ટ મેચ ૨૩મી નવેમ્બરથી મુંબઇમાં શરૃ થશે.
અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતે ચેતેશ્વર પુજારાના અણનમ ૨૦૬ રન અને સેહવાગના ૧૧૭ તેમજ યુવરાજના ૭૪ રનની મદદથી પ્રથમ ઇનિંગ ૮ વિકેટે ૫૨૧ રને ડિકલેર કરી હતી. જે પછી ઓઝાએ પાંચ અને અશ્વિને ત્રણ વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર પ્રથમ ઇનિંગમાં ૧૯૧માં ખખડી જતાં ફોલોઓન થઇ હતી. બીજી ઇનિંગમાં કૂકની ૧૭૬ રનની અને પ્રાયરની ૯૧ રનની ઇનિંગને સહારે ઈંગ્લેન્ડે લડત આપવાનો પ્રયાસ કરતાં ચોથા દિવસે કર્યો હતો પણ પાંચમા દિવસે તેઓ ભારતીય બોલિંગ સામે ટકી શક્યા નહતા. જે પછી ભારતે આસાન જીત મેળવી હતી.
આજે પાંચમા અને આખરી દિવસે કૂક (૧૬૮) અને પ્રાયર (૮૪)ની જોડીએ ઈંગ્લેન્ડની બીજી ઇનિંગને ૫ વિકેટે ૩૪૦ના સ્કોરથી આગળ ધપાવી હતી. કૂક અને પ્રાયરે ધીરજ દર્શાવી હતી પણ ઓઝાએ ફરી એક વખત નિર્ણાયક દેખાવ કરતાં બે મહત્વની વિકેટ ઝડપીને ભારતને વિજય તરફ અગ્રેસર કર્યું હતુ. ઓઝાએ ગઇકાલના સ્કોરમાં સાત રન જોડી ચુકેલા પ્રાયરને કોટ એન્ડ બોલ્ડ આઉટ કર્યો હતો. જે પછી પીચ પર સેટ થયેલો કૂકે ઓઝા સામે રમવામાં ભુલ કરી હતી અને તે ૧૭૬ રને ક્લિન બોલ્ડ થયો હતો. કૂકે ૩૭૪ બોલનો સામનો કરતાં ૨૧ ચોગ્ગા ફટકાર્યા હતા. બે સેટ થયેલા બેટસમેનો આઉટ થતાં ભારતીય કેમ્પ ઉત્સાહમાં આવી ગયો હતો.
ઈંગ્લેન્ડના પુુંછડિયા બેટ્સમેનોએ લડત આપવાની કોશીશ કરી હતી પણ તેઓ લાંબા સમય સુધી ટકી શક્યા નહતા. બ્રેસ્નેને ૨૦ અને સ્વોને ૧૭ રન ફટકાર્યા હતા. યાદવે બ્રોડને ૩ રનેકોટ એન્ડ બોલ્ડ કર્યો હતો, જે પછી અશ્વિને સ્વોનને બોલ્ડ કર્યો હતો. આખરે ઝહીરે બ્રેસ્નેનને ગંભીરના સ્થાને ફિલ્ડિંગ ભરી રહેલા રહાનેના હાથમાં ઝીલાવી દેતા ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ ૪૦૬ રનમાં સમેટાઇ હતી. ભારત તરફથીઓઝાએ ૧૨૦ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે યાદવે ૭૦ રનમાં ત્રણ, ઝહીર ખાતે ૫૯ રનમાં બે વિકેટ ઝડપી હતી.
જીતવા માટે ભારતને ૭૭ રનનો આસાન પડકાર મળ્યો હતો. ગંભીર તેની ગ્રાન્ડ મધરના અવસાનને કારણે દિલ્હી પરત ફર્યો હોવાથી સેહવાગની સાથે પૂજારાએ ઓપનીંગ કરી હતી. સેહવાગે ૨૧ બોલમાં ૧ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૫ રન ફટકાર્યા હતા. તે સ્વોનનો શિકાર બન્યો હતો. પૂજારાએ ૫૧ બોલમાં ૮ ચોગ્ગા સાથે અણનમ ૪૧ રન નોંધાવ્યા હતા. જ્યારે કોહલી વિજયી ચોગ્ગા સાથે ૪ બાઉન્ડ્રી ફટકારી હતી અને નોટઆઉટ ૧૪ રન કર્યા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved